- Sports
- શું MIનો સાથ છોડીને KKRમાં રોહિત શર્માની એન્ટ્રી થશે? આ પોસ્ટે જગાવી ચર્ચા
શું MIનો સાથ છોડીને KKRમાં રોહિત શર્માની એન્ટ્રી થશે? આ પોસ્ટે જગાવી ચર્ચા
IPL 2026ની શરૂઆત અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેથી એવી ચર્ચા શરૂ થવા લાગી હતી કે શું મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો દિગ્ગજ કેપ્ટન અને બેટ્સમેન રોહિત શર્મા 2026ની IPL સીઝન અગાઉ KKRમાં સામેલ થવા જઇ રહ્યો છે. કુલ મળીને KKRની એક નવી સોશિયલ મીડિયા પોસ્ટથી એવી અટકળોને વેગ મળ્યો છે કે રોહિત શર્મા IPLમાં ટીમ બદલી શકે છે અને તેના નજીકના મિત્ર અભિષેક નાયરના માર્ગદર્શન હેઠળ રમી શકે છે. અભિષેક નાયર પણ KKRના હેડ કોચ બની ગયા છે. જોકે, મુંબઈ ઈન્ડિયન્સે હવે આ બાબતની સ્પષ્ટતા કરી છે.

મુંબઈ ઈન્ડિયન્સે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ શેર કરી છે, જે સ્પષ્ટપણે રોહિત શર્મા સાથે જોડાયેલી લાગે છે. પોસ્ટમાં ફ્રેન્ચાઇઝીએ લખ્યું છે કે, ‘𝗦𝘂𝗻 𝘄𝗶𝗹𝗹 𝗿𝗶𝘀𝗲 𝘁𝗼𝗺𝗼𝗿𝗿𝗼𝘄 𝗮𝗴𝗮𝗶𝗻 ye toh confirm hai, but at (K)night, મુશ્કિલ હી નહીં, નમુમકિન હૈ!’
https://twitter.com/mipaltan/status/1983840194324525397
કેટલાક લોકો માને છે કે મુંબઈ ઇન્ડિયન્સની આ પોસ્ટ રોહિત શર્માના કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે જોડાવાના અહેવાલો પર કટાક્ષ છે. ઉલ્લેખનીય છે કે એવા અહેવાલો સામે આવ્યા હતા કે રોહિત 2026ની IPL સીઝન માટે મુંબઈ છોડીને KKRનો હિસ્સો બની શકે છે. આ અગાઉ, KKRએ ગુરુવારે પોસ્ટ કરીને અભિષેક નાયરને લઈને જાણકારી આપી હતી કે, તેમણે ફ્રેન્ચાઇઝીના નવા હેડ કોચ બનાવવામાં આવ્યા છે. નાયરે હવે ચંદ્રકાંત પંડિતનું સ્થાન લેશે. નાયર અગાઉ KKRના આસિસ્ટન્ટ કોચ પણ રહી ચૂક્યા છે અને KKR એકેડેમી સાથે પણ જોડાઈ રહ્યા છે. તેઓ ભારતીય ક્રિકેટ સર્કિટમાં ખેલાડીઓના વિકાસ અને યુવા પ્રતિભાને ઉછેરવાની તેમની ક્ષમતા માટે જાણીતા છે.
https://twitter.com/KKRiders/status/1983846593418919996
રોહિત શર્મા અને અભિષેક નાયર વચ્ચે ખૂબ જ નજીકના સંબંધ છે. 38 વર્ષની ઉંમરે પણ નાયરે રોહિતના ફિટનેસ અને ફોર્મમાં નોંધપાત્ર સુધારામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. નાયરે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર વાયરલ થયા બાદ તે અસુરક્ષિત અનુભવતો હતો, જેમાં રોહિત થોડો ભારે નજરે પડી રહ્યો હતો.
ત્યારબાદ તેણે સખત મહેનત શરૂ કરી અને વજન ઘટાડવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયા પ્રવાસ અગાઉ બંને ઘણીવાર જીમમાં અને મેદાન પર સાથે ટ્રેનિંગ કરતા જોવા મળ્યા હતા. આ સખત મહેનતના પરિણામે, રોહિતે લગભગ 10 કિલો વજન ઘટાડ્યું અને તેની અસર તેના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાઈ.

તેણે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું, સૌથી વધુ રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ સીરિઝ બન્યો. પહેલી વન-ડેમાં નિષ્ફળ રહ્યા બાદ તેણે બીજી મેચમાં 73 અને ત્રીજી મેચમાં અણનમ 121 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનથી તે પહેલીવાર ICC ODI બેટિંગ રેન્કિંગમાં નંબર-વન ODI બેટ્સમેન પણ બન્યો.

તો રોહિત KKRમાં જોડાવવાની ચર્ચા કેમ થઈ?
રોહિત શર્મા વિશ્વનો નંબર-1 બન્યા બાદ KKRએ તેને X (અગાઉ ટ્વીટર) પર અભિનંદન પાઠવ્યા હતા. તે જ પોસ્ટમાં KKRની વાતચીતે હલચલ મચાવી દીધી. લોકોએ આને એક સંકેતના રૂપમાં જોઈ કે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા KKRમાં સામેલ થઈ શકે છે. જો કે, અત્યાર સુધી કોઈ પણ પક્ષ કે ન તો રોહિત, ન KKR અને ન તો મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા આ ટ્રાન્સફર પર કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

