- World
- આ છે પૃથ્વી પરનો સૌથી ધનિક પરિવાર, રૂ. 4000 કરોડનું ઘર, 700 કાર, 8 જેટ વિમાન, સંપત્તિ એટલી કે...
આ છે પૃથ્વી પરનો સૌથી ધનિક પરિવાર, રૂ. 4000 કરોડનું ઘર, 700 કાર, 8 જેટ વિમાન, સંપત્તિ એટલી કે...
18 ભાઈઓ, 11 બહેનો, 9 દીકરા-દીકરીઓ અને 18 પૌત્ર-પૌત્રીઓ ધરાવતો આ પરિવાર એટલી બધી સંપત્તિ ધરાવે છે કે જો તેઓ તેમની સંપત્તિનો થોડો ભાગ પણ વહેંચે તો તે પાકિસ્તાન જેવા દેશોમાં ગરીબી દૂર કરી શકે છે. આ પરિવાર રૂ. 4000 કરોડના મહેલમાં રહે છે, અને ઘરના પાર્કિંગમાં 700થી વધુ લક્ઝરી કાર પાર્ક કરેલી જોવા મળે છે. આ ઘરમાં 8 ખાનગી જેટ, રૂ. 5000 કરોડની યાટ, ડઝનબંધ ફૂટબોલ મેદાન અને આખા વિશ્વમાં પણ તેમણે મિલકતો લઇ રાખી છે. આ આંકડાઓ આ પરિવારની સંપત્તિનો સરળ ખ્યાલ આપી જાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે, આ પરિવાર આટલો ધનવાન બન્યો કેવી રીતે?
પૃથ્વી પરના સૌથી ધનિક પરિવારનું બિરુદ અલ નાહયાન પરિવાર પાસે છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પરિવારની કુલ સંપત્તિ 305 બિલિયન ડૉલર (આશરે રૂ. 26 લાખ કરોડ) હોવાનો અંદાજ છે. અબુ ધાબીના શાહી પરિવાર, અલ નાહયાન પરિવારમાં 50 સભ્યો છે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને રાજ્યના વડા શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનો પરિવાર જ્યાં રહે છે તેનું નામ કસર અલ વતન છે. આ પરિવારના વડા કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અલ સઉદ છે.
305 બિલિયન ડૉલર (રૂ. 25,38,667 કરોડ)ની કુલ સંપત્તિ વાળા આ ધનિક પરિવાર પાસે તેલનો ભંડાર છે. આ અબુ ધાબી પરિવાર વિશ્વના કુલ તેલ ભંડારનો 11 ટકા હિસ્સો ધરાવે છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત દેશના વિશાળ તેલ ભંડાર છે. આ ઉપરાંત, તેઓ ડઝનબંધ કંપનીઓ, હોટલો અને રિયલ એસ્ટેટમાંથી સંપત્તિ એકઠી કરે છે. આ પરિવાર 235 બિલિયન ડૉલરની રોકાણ કંપની ધરાવે છે, જે વિશ્વભરમાં કાર્યરત છે. તેઓ અબુ ધાબી ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપની (ADQ) પણ ધરાવે છે, જેનું મૂલ્યાંકન 110 બિલિયન ડૉલરથી વધુ છે, તેના પર પણ તેમનો અધિકાર છે.
અલ નાહયાન શાહી પરિવાર, અબુ ધાબીનો શાહી પરિવાર છે, જે અબુ ધાબીના અમીરાત પર શાસન કરે છે, તે વિશ્વનો સૌથી ધનિક પરિવાર છે. રૂ. 25,38,667 કરોડ (આશરે 2.538 બિલિયન ડૉલર)ની કુલ સંપત્તિ સાથે, આ પરિવાર એક ભવ્ય મહેલનો માલિક છે. 3.80 લાખ વર્ગફૂટમાં બનેલા આ મહેલમાં 37 મીટર પહોળો ગુંબજ છે. સફેદ પથ્થરનો આ મહેલ અલ નાહયાન પરિવારના દિલની ખુબ નજીક છે. આ ઉપરાંત તેમની પાસે ઘણા દેશોમાં મહેલો અને વૈભવી ઘરો પણ છે.
આ ઘરમાં 1,000 રૂમ, એક મૂવી થિયેટર, એક બોલિંગ એલી, ઘણા બધા સ્વિમિંગ પુલ અને એક મસ્જિદ પણ છે. આખો પરિવાર 1983થી આ મહેલમાં સાથે રહે છે. આ ઉપરાંત, આ પરિવાર પેરિસમાં શૈતૉ ડે બૈલન, પેરિસમાં ચૈટયુ ડી બેલૉ અને UKમાં ઘણી મિલકતો ધરાવે છે. તેમની પાસે આટલી બધી સંપત્તિ હોવાને કારણે, શેખ ખલીફાને 'લેન્ડલોર્ડ ઓફ લંડન' પણ કહેવામાં આવે છે.
સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ અને રાજ્યના વડા, શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન પાસે રૂ. 5,000 કરોડ (1.2 મિલિયન US ડૉલર)ની કિંમતની વૈભવી યાટ પણ છે. આ યાટ એટલી મોટી છે કે, તેના પર ગોલ્ફ કોર્સ પણ બનેલો છે. બ્લુ સુપરયાટ આશરે 591 ફૂટ લાંબી છે, જે જેફ બેઝોસની સુપરયાટ, કોરુ કરતા પણ લાંબી છે.
શાહી પરિવાર પાસે એક રૂપાંતરિત થઇ શકે એવી બોઇંગ 747-400 છે, જેને એક ભવ્ય સોનાથી ઢંકાયેલ હવાઈ હવેલીમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. તેઓની પાસે માત્ર સોનાથી ઢંકાયેલા વિમાનો જ નથી, પરંતુ તેમની પાસે સોનાથી ઢંકાયેલ લેમ્બોર્ગિની એવેન્ટાડોર SV સહિત વૈભવી કારનો કાફલો પણ છે.

