PM મોદી અંગે Grok કે ChatGPTના જવાબો પર કેટલો ભરોસો કરાય? આ પ્રોફેસરની વાત તમને વિચારતા કરી દેશે

(પ્રોફેસર કિરણ પંડ્યા)

હું એ સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું કે કોઈપણ ચેટબોટના સકારાત્મક કે નકારાત્મક જવાબને બહુ ગંભીરતાથી ન લેવો જોઈએ. આ ચેટબોટ્સ કોઈ પણ રીતે નિષ્પક્ષ (ઓબ્જેક્ટિવ) જવાબ આપતા નથી. તેમનો જવાબ અનેક બાબતો પર આધાર રાખે છે, જેમ કે –  

- પૂછાયેલા પ્રશ્નનો પ્રકાર,  
- તેમના અલ્ગોરિધમ,  
- ઈન્ટરનેટ પર ડિજિટલ રૂપમાં ઉપલબ્ધ માહિતી.  

જ્યારે મેં ભારતના વડાપ્રધાનના નેતૃત્વ વિશે એક ચેટબોટને પ્રશ્ન પૂછ્યો, તો જે જવાબ મળ્યો તે આ પ્રમાણે હતો:  
"નરેન્દ્ર મોદી, જે 2014 થી ભારતના વડા પ્રધાન છે, એક આધુનિક નેતા છે. તેમની મુખ્ય તાકાત ચૂંટણીમાં સતત સફળતા પ્રાપ્ત કરવું છે—2014, 2019 અને 2024 માં સતત ત્રણ વાર વિજય મેળવવો—અને તેમના કેટલાક મોટા નીતિગત પગલાં, જેમ કે ગુડ્સ એન્ડ સર્વિસેસ ટેક્સ (GST) લાગુ કરવો, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવવો અને વિશ્વની મહાસત્તાઓ સાથે સંતુલન સાધતી વધુ આક્રમક વિદેશ નીતિ અપનાવવી. 2024 માં ઈન્ડિયા ટુડેના Mood of the Nation સર્વે અનુસાર, 51% લોકો તેમને પ્રિય નેતા માને છે, જે તેમની લોકપ્રિયતા સતત રહી છે તે દર્શાવે છે. તેમનો કેન્દ્રિકૃત નિર્ણય લેવાની સ્ટાઇલ અને ગઠબંધનની રાજનીતિ છતાં સુધારાઓ અમલમાં મૂકવાની તેમની ક્ષમતા તેમને એક અલગ પ્રકારનો પાવર આપે છે, જે પ્રજાના જનાધાર અને આર્થિક મહત્ત્વાકાંક્ષાઓ સાથે જોડાયેલી છે."  

surat
indianexpress.com

આ ઉદાહરણ સ્પષ્ટ કરે છે કે ચેટબોટનો જવાબ જે તે સમયે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ ડેટા પર આધાર રાખે છે, કોઈ નિષ્પક્ષ અને નિશ્ચિત સત્ય પર નહીં. તેથી, હું ChatGPT, Grok, અથવા Perplexity AI જેવી ટેક્નોલોજીની ઉપયોગિતા અંગે શંકાસ્પદ છું, ખાસ કરીને જ્યારે વાત સાંસ્કૃતિક, રાજકીય અને ઐતિહાસિક વિષયોની સાચી અને નિષ્પક્ષ માહિતી મેળવવાની હોય.  

(સુરતની સાર્વજનિક યુનિવર્સિટીના પ્રો-વોસ્ટ કિરણ પંડ્યાના ફેસબુક પોસ્ટ પરથી સાભાર. ડો. પંડ્યા દેશના જાણીતા અર્થશાસ્ત્રી છે અને ડેટા વિષયના નિષ્ણાત માનવામાં આવે છે. આ લેખ તેમના અંગ્રેજી ફેસબુક પોસ્ટનો ગુજરાતી ભાવાનુવાદ છે.)

Related Posts

Top News

દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો

ઓપરેશન સિંદુર પછી દેશમાં સિવિલ ડિફેન્સની ચર્ચા ઉભી થઇ છે. સિવિલ ડિફેન્સ એટલે નાગરિકોનું બનેલું સ્વંયસેવક દળ. આમા માનદ સેવા...
Gujarat 
દેશ સેવા કરવી છે? તો સિવિલ ડિફેન્સમાં જોડાઇ શકો છો

5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ચીન-અમેરિકા ટેરિફ, ભારત-પાકિસ્તાન તણાવ અને જિયો પોલિટિકલ ટેંશનને કારણે બજારમાં દરરોજ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન, બિઝનેસ ટુડે...
Business 
 5 વર્ષમાં ડબલ ડિજિટ પણ વળતર નહીં આપે શેરબજાર, દિગ્ગજે કર્યો મોટો દાવો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-05-2025 દિવસ: ગુરુવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે.  પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છાથી તમે ઉતાવળમાં રહેશો, જેનાથી તમારા પૈસા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
National 
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું
Copyright (c) Khabarchhe All Rights Reserved.