દર્શકોથી ડરીને ડિરેક્ટરોએ બદલ્યા ફિલ્મોના નામ, કાર્તિકની ફિલ્મનું નામ પણ બદલાયું

છેલ્લાં થોડા વર્ષોથી  નિર્માતા-નિર્દેશકોને ફિલ્મનું નામ રાખતા પહેલા પણ વિચારવું પડે છે કે તેનો કઈ વિરોધ ન થવા લાગે. ઘણા મેકર્સ વિવાદોથી પબ્લિસિટી પણ મેળવવા ઈચ્છે છે અને વિરોધ થયા પછી ફિલ્મનું નામ બદલી નાખે છે.

નામમાં શું રાખ્યું છે? પરંતુ સાચું એ જ છે કે નામથી ફરક પડે છે. વાસ્તવિક જીવનમાં અને બોલિવુડની ફિલ્મોમાં પણ. આ ફિલ્મોના નામ લોકોની લાગણીઓ સાથે જોડાઈ જાય છે. ધ્યાન રાખવું પડે છે કે લોકોની લાગણીને દુખ ન પહોંચે. અને જો રાખી પણ દેવામાં આવે તો તેને લોકો અથવા કોઈ ખાસ સમાજના દબાવમાં આવીને બદલવું જ પડે છે. સૌથી તાજેતરનો કેસ છે કાર્તિક આર્યન અને કિયારા આડવાણીની ફિલ્મ સત્યપ્રેમની કથા. પહેલા તેનું નામ સત્યનારાયણની કથા રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં હીરોનું નામ સત્યનારાયણ હતું અને હિરોઈનનું નામ કથા. પરંતુ હવે હીરોનું નામ બદલીને સત્યપ્રેમ કરી દેવામાં આવ્યું છે. આવું પહેલીવાર બન્યું નથી કે ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું. જે ફિલ્મોના નામ બદલી દેવામાં આવ્યા તેનું લિસ્ટ લાંબુ છે.

સમ્રાટ પૃથ્વીરાજ(2022)

હાલમાં રીલિઝ સમ્રાટ પૃથ્વીરાજ પહેલા પૃથ્વીરાજ નામથી રીલિઝ થવાની હતી, પરંતુ રાજપૂત કરણી સેનાના દબાવમાં ફિલ્મના નિર્માતાઓએ તેનું નામ બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કર્યું. કરણી સેનાનું માનવું હતું કે ફિલ્મનું નામ પૃથ્વીરાજ રાખવું ભારતના એક મહાન રાજાનું અપમાન છે.

લક્ષ્મી(2020)

અક્ષયકુમાર સ્ટારર લક્ષ્મીનું નામ વિવાદોને કારણે બદલવામાં આવ્યું હતું. પહેલા ફિલ્મનું નામ લક્ષ્મી બોમ્બ હતું, પરંતુ લોકોની ધાર્મિક લાગણીઓ તેનાથી દુખી થઈ અને ફિલ્મનું નામ બદલીને લક્ષ્મી રાખવામાં આવ્યું.

જજમેન્ટલ હૈ ક્યા(2019)

કંગના રનૌત અને રાજકુમાર રાવની આ ફિલ્મનું નામ પહેલા મેન્ટલ હૈ ક્યા હતું. પરંતુ પછી તેને જજમેન્ટલ હૈ ક્યા કરવામાં આવ્યું હતું. મેન્ટલ પર મનોચિકિત્સકો અને ડોકટરોએ નારાજગી દર્શાવી હતી.

પદ્માવત(2018)

દીપીકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પદ્માવતીને પણ કરણી સેનાના વિરોધને કારણે પદ્માવત કરવું પડ્યું. સંજયલીલા ભણશાલી પ્રોડ્યુસર-ડિરેક્ટર હતા. જેનો વિરોધ ત્યાં સુધી પહોંચી ગયો કે શૂંટિગ દરમિયાન કરણી સેનાના લોકોએ સંજય લીલા ભણશાલી સાથે મારામારી પણ કરી.

મદ્રાસ કૈફે(2013)

રાજીવ ગાંધી હત્યાકાંડ પર આવેલી જોન અબ્રાહમની ફિલ્મ મદ્રાસ કૈફેનું નામ પણ વિવાદોને કારણે બદલવામાં આવ્યુ હતું. ફિલ્મનું નામ પહેલા જાફના રાખવામાં આવ્યું હતું. જાફના શ્રીલંકાનું એક શહેર છે. રાજીવ ગાંધીની હત્યાનો સંબંધ શ્રીલંકા સાથે હતો. વિવાદોથી બચવા માટે ફિલ્મનું નામ પણ જાફનાથી મદ્રાસ કૈફે કરવામાં આવ્યું.

બિલ્લુ(2009)

ઈરફાન ખાનની ફિલ્મ બિલ્લુનું નામ પણ બદલવામાં આવ્યું હતું. ફિલ્મ હેર સલૂન ચલાવનાર બિલ્લુની વાર્તા હતી. પરંતુ વાળંદ પર ઘણા લોકોએ વિરોધ દર્શાવ્યો. તેમનું કહેવું હતું કે ફિલ્મનું નામ વિશેષ જાતિની વાત કરે છે. તેથી શીર્ષકથી બાર્બર કાઢીને ફિલ્મને બિલ્લુ કરી દેવામાં આવ્યું હતું.

ગોળીઓની રાસલીલા-રામલીલા(2013)

સંજયલીલા ભણશાલીની આ ફિલ્મના નામને કારણે ઘણો વિરોધ થયો હતો. રણવીર સિંહ અને દીપીકા પાદુકોણની ફિલ્મનું નામ પહેલા રામલીલા હતું, પરંતુ વિવાદ કોર્ટમાં પહોંચ્યો અને ફિલ્મનું નામ ગોળીઓની રાસલીલા-રામલીલા કરવામાં આવ્યું.

લવયાત્રી(2018)

સલમાન ખાન દ્નારા પ્રોડ્યુસ આ ફિલ્મનું શીર્ષક પહેલા લવરાત્રી હતું. વાર્તાની થીમમાં નવરાત્રીના ગરબાનું આયોજન દર્શાવાયું હતું. ફિલ્મના નામથી હિન્દુઓની લાગણીઓ દુભાઈ હતી. વિરોધ પછી ફિલ્મનું લવયાત્રી કરવામાં આવ્યું હતું.

Related Posts

Top News

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
World 
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જોરદાર પાણીની આવક થઈ રહી છે. પરિણામે નદીનું...
Gujarat 
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.