- Entertainment
- ‘મને બસ એટલું યાદ છે કે...’, ચહલ સાથે છૂટાછેડા પર પહેલી વખત બોલી ધનશ્રી
‘મને બસ એટલું યાદ છે કે...’, ચહલ સાથે છૂટાછેડા પર પહેલી વખત બોલી ધનશ્રી
ધનશ્રી વર્માએ ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથેના છૂટાછેડા પર પહેલી વખત પ્રતિક્રિયા આપી છે. એક્ટ્રેસ અને કોરિયોગ્રાફરે ખુલાસો કર્યો છે કે છૂટાછેડાનો નિર્ણય આવે તે અગાઉ તે કોર્ટમાં ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી. ધનશ્રીએ છૂટાછેડાના દિવસે ચહલના ટી-શર્ટ સ્ટંટ ‘બી યોર ઓન સુગર ડેડી’ પર પણ વાત કરી છે. એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તેણે ક્રિકેટરને જવાબ આપવાનું જરૂરી સમજ્યું નહોતું.
હ્યુમન્સ ઓફ બોમ્બેના પોડકાસ્ટમાં વાત કરતા ધનશ્રી વર્માએ કહ્યું કે, ‘મને આજે પણ યાદ છે જ્યારે હું ત્યાં ઉભી હતી અને નિર્ણય સંભળાવવાનો હતો. જોકે અમે મેંટલી પૂરી રીતે તૈયાર હતા, પરંતુ જ્યારે તે થઈ રહ્યું હતું, ત્યારે હું ખૂબ જ ઈમોશનલ થઈ ગઈ હતી. હું ખરેખર ચીસો પાડવા લાગી હતી. હું તે સમયે શું અનુભવી રહી હતી તેનું વર્ણન પણ કરી શકતી નથી.’
ધનશ્રીએ કહ્યું કે, ‘મને બસ એટલું જ યાદ છે કે હું માત્ર રડતી રહી, હું માત્ર ચીસો પાડતી રહી અને રડતી રહી. બિલકુલ! આ બધું થયું અને તે (યુઝવેન્દ્ર ચહલ) પહેલા બહાર નીકળી ગયો.’ છૂટાછેડાવાળા દિવસે, યુઝવેન્દ્ર ચહલ ‘બી યોર ઓન સુગર ડેડી’ લખેલું ટી-શર્ટ પહેરીને ગયો હતો. તેને લઈને ધનશ્રીએ કહ્યું કે, ‘તમે જાણો છો કે લોકો તમને જ દોષિત ઠેરવશે. મને ખબર પડે કે આ ટી-શર્ટ સ્ટંટ થયો છે, અમે બધા જાણતા હતા કે લોકો તેના માટે મને દોષી ઠેરવશે.’
એક્ટ્રેસ વધુમાં કહે છે- ‘મને લાગે છે કે તમારે આ બાબતમાં ખૂબ પરિપક્વ થવું પડશે. આ આજ રસ્તો પસંદ કર્યો છે. મેં પરિપક્વ બનવા અને લોકોનું ધ્યાન આકર્ષિત કરતા બાલિશ નિવેદનો કરવાને બદલે પરિપક્વતા પસંદ કરી, પરંતુ હું આ રસ્તો પસંદ નહીં કરું કારણ કે હું મારા કે તેના કૌટુંબિક મૂલ્યોને નુકસાન પહોંચાડવા માગતી નથી. આપણે ઇજ્જત જાળવી રાખવી પડશે.’
ધનશ્રી કહે છે કે, ‘તમે જે પણ સમય વિતાવો છો, એ બસ ઝલક હોય છે. એક મહિલા તરીકે આપણને શીખવવામાં આવે છે કે તેને નિભાવો, કારણ કે આપણે આપણા સમાજને ખૂબ સારી રીતે જાણીએ છીએ, આપણી માતાઓ આપણા સમાજને ખૂબ સારી રીતે જાણે છે. તમને લેબલ તો લગાવવામાં જ આવશે.'

