ધ કેરલ સ્ટોરી અને શાહરૂખને નેશનલ ઍવોર્ડ મળતા ફેમસ ડિરેક્ટર બોલ્યા- ‘સારું છે..’

પિંક’, ‘સરદાર ઉધમ’, ‘વિકી ડોનરઅને પિકુજેવી ફિલ્મો બનાવી ચૂકેલા શૂજીત સરકાર આ દિવસોમાં નવી ભૂમિકાઓ ભજવવામાં ખૂબ જ વ્યસ્ત છે. તેઓ સતત બીજા વર્ષે ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નના જ્યૂરી મેમ્બરમાં સામેલ થયા છે. અહીં તેમને શ્રેષ્ઠ શૉર્ટ ફિલ્મો સિલેક્ટ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ દરમિયાન તેમણે પોતાના જ્યુરી અનુભવ અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પર ખૂલીને વાત કરી છે.

ફિલ્મ નિર્માતા શૂજીતે સ્વીકાર્યું કે તેઓ સામાન્ય રીતે જ્યૂરીમાં ભાગ લેવાનું ટાળે છે, પરંતુ IFFM તેમના માટે એક સ્પેશિયલ જગ્યા રાખે છે. તેમણે કહ્યું કે, ‘IFFM મારા માટે ખૂબ જ ખાસ છે. આયોજકો મારા મિત્રો છે અને આ ખાસ ઉત્સવ લગભગ એક પારિવારિક સમારોહ જેવો છે. હું સામાન્ય રીતે જ્યૂરીમાં કે ન્યાયાધીશ તરીકે ભાગ લેતો નથી, પરંતુ આ વખતે મેં અપવાદ રાખ્યો છે.'

Shoojit Sircar
hindustantimes.com

હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતા શૂજીતે કહ્યું કે, ‘ફિલ્મોનું રિવ્યૂ કરવાનું કોઈ સરળ કાર્ય નથી. આ શરૂ કરતા પહેલા, અમે બધાને કહીએ છીએ કે કેટલાક પાસાઓ છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ. કેટલાક ટેક્નિકલ પાસાઓ હોય છે જેના દ્વારા તમે ખરેખર આર્ટનું રિવ્યૂ કરી શકો છો. પછી, તમારે તે ફિલ્મનું સેલિબ્રેશન મનાવવું જોઈએ જે હકીકતમાં બદલાવ લાવે છે. ત્યારબાદ ડિરેક્ટરકનો અવાજ અને દૃષ્ટિ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.

તમે એવી ફિલ્મો જુઓ છો જે એક વિશાળ સામાજિક બદલાવ લાવે છે અને જેની અસર લાંબા સમય સુધી રહે છે. તેમાં કોઈ શંકા નથી કે સિનેમેટોગ્રાફી, એડિટિંગ, ડિરેક્શન, એક્ટર્સ દરેક બાબતના સંદર્ભમાં ટેક્નિકલ પાસાઓ પર ધ્યાન આપવું મહત્ત્વપૂર્ણ છે.' તો શૂજિત સરકારને તાજેતરમાં જ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોને લઈને થયેલી ચર્ચા બાબતે પણ પૂછવામાં આવ્યું હતું. જ્યાં શાહરૂખ ખાનને બેસ્ટ એક્ટરનો પુરસ્કાર મળ્યો અને ધ કેરળ સ્ટોરીને બેસ્ટ સિનેમેટોગ્રાફી પુરસ્કાર મળ્યો. ઘણા લોકોએ તેના પર સવાલ ઉઠાવ્યો.

rahul gandhi
hindi.news24online.com

તેના પર શૂજિતે કહ્યું કે, મને લાગે છે કે તેના પર ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. તમે તેને જ્યૂરી પર છોડી દો. આપણે ઘણી બાબતો પર અસહમત હોઈ શકીએ છીએ, પરંતુ આખરે જે મહત્ત્વ ધરાવે છે તે એ છે કે જ્યૂરી કોણ છે? કારણ કે તે જ્યૂરીનો અંતિમ નિર્ણય હોય છે. તમે તેના પર સવાલ નહીં ઉઠાવી શકો કે તેમણે શું પુરસ્કાર આપ્યો છે. મને લાગે છે કે, આપણે તેઓ શરૂ કરે તે અગાઉ સવાલ ઉઠાવી લઈશું કે જ્યૂરી કોણ છે, તેઓ કેટલા સેન્સેટિવ છે? તે વધુ સારું રહેશે.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.