- Entertainment
- ક્રૃષ્ણા અભિષેક સાથે તકરારને કારણે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શૉ 3’ છોડી રહ્યો છે કીકૂ શારદા? સામે
ક્રૃષ્ણા અભિષેક સાથે તકરારને કારણે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શર્મા શૉ 3’ છોડી રહ્યો છે કીકૂ શારદા? સામે આવ્યું સત્ય
પ્રખ્યાત કોમેડિયન કીકૂ શારદા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉ'માંથી બ્રેક લેવા જઈ રહ્યો છે. તે થોડા દિવસો માટે કપિલ શર્માના કોમેડી શૉમાં જોવા નહીં મળે. થોડા દિવસો અગાઉ શૉના સેટ પર કીકૂ અને કૃષ્ણા અભિષેક વચ્ચે ઝઘડો થતો હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો. એવામાં કહેવામાં આવી રહ્યું હતું કે કીકૂએ આ કારણે કપિલ શર્માના શૉમાંથી બ્રેક લીધો છે, જોકે આવું બિલકુલ નથી.
કીકૂ શારદા નવા રિયાલિટી શૉ ‘રાઇઝ એન્ડ ફોલ’માં ભાગ લેવા જઈ રહ્યો છે. આ શૉનું શૂટિંગ બુધવારથી શરૂ થવાનું છે. એટલે કીકૂએ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉ’માંથી બ્રેક લીધો છે. ‘રાઇઝ એન્ડ ફોલ’ સાથે જોડાયેલા એક વ્યક્તિએ IANSને આ માહિતી આપી હતી. જ્યાં સુધી કીકૂ શારદા નવા શૉના હાઉસમાં રહેશે ત્યાં સુધી તે થોડા દિવસો માટે ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉ’માં જોવા નહીં મળે. ‘રાઇઝ એન્ડ ફોલ’ એક નવો રિયાલિટી શૉ છે, જે એમેઝોન MX પ્લેયર પર સ્ટ્રીમ થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શૉ નેટફ્લિક્સના કોમેડી શૉ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શૉ’ને જોરદાર ટક્કર આપશે. તેને ‘શાર્ક ટેન્ક’ ફેમના પ્રખ્યાત ઉદ્યોગપતિ અશનીર ગ્રોવર હોસ્ટ કરવાના છે. શૉનો કોન્સેપ્ટ થોડા અંશે બિગ બોસ જેવો જ છે.
https://www.instagram.com/p/DODWdDeCAhE/?utm_source=ig_web_copy_link
‘રાઇઝ એન્ડ ફોલ’માં અર્જૂન બિજલાની, કિકુ શારદા, ધનશ્રી વર્મા અને કુબરા સૈત જેવા કલાકારોની એન્ટ્રી કન્ફર્મ થઈ ગઈ છે. બાકીના કન્ટેસ્ટેન્ટ બાબતે ટૂંક સમયમાં જણાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અશનીર પોતે ‘રાઇઝ એન્ડ ફોલ’ શૉના કાસ્ટિંગ અને રિજેક્શન પર નજર રાખી રહ્યા છે. તેઓ આ શૉમાં આવનારા 5 કન્ટેસ્ટેન્ટને પહેલાથી જ રિજેક્ટ કરી ચૂક્યા છે. અશનીરે ત્યારે કહ્યું હતું કે તેઓ આ શૉ માટે યોગ્ય નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શૉનું કાસ્ટિંગ સ્ટાર પાવર અનુસાર કરવામાં આવી રહ્યું છે, જેથી વધુને વધુ દર્શકો તેની સાથે જોડાઈ શકે.
https://www.instagram.com/reel/DNxJ4UY2gGM/?utm_source=ig_web_copy_link
ક્યાં જોઈ શકશે ‘રાઇઝ એન્ડ ફોલ’?
આ બાબતે વાત કરતા, એક સોર્સે જણાવ્યું હતું કે, ‘અસનીર સેફ ઓપ્શનને પસંદ કરી રહ્યા નથી. તેઓ એવા કન્ટેસ્ટેન્ટ પર ભાર આપી રહ્યા છે જે ઈન્ડસ્ટ્રીમાં લીડ રાખતા હોય, વ્યૂહાત્મક રીતે વિચારતા હોય અને પરિસ્થિતિને પોતાની તરફ કરવામાં કુશળ હોય.’ તમને જણાવી દઈએ કે, ‘રાઇઝ એન્ડ ફોલ’ ખૂબ જ ટૂંક સમયમાં એમેઝોન MX પ્લેયર પર સ્ટ્રીમ થશે. હાલમાં તેના કેટલાક કન્ટેસ્ટેન્ટે તેનું પ્રમોશન શરૂ કરી દીધું છે.

