- Entertainment
- ‘પટૌડી પેલેસ ચોરી કરવા માગું છું...’, સૈફ અલી ખાનની પ્રોપર્ટી પર જયદીપ અહલાવતની નજર
‘પટૌડી પેલેસ ચોરી કરવા માગું છું...’, સૈફ અલી ખાનની પ્રોપર્ટી પર જયદીપ અહલાવતની નજર

એક્ટર સૈફ અલી ખાન અને જયદીપ અહલાવત અભિનીત ‘જ્વેલ થીફ’નું ટ્રેલર સોમવારે રીલિઝ થઈ ગયું હતું. આ ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં સૈફ અલી ખાન અને જયદીપ અહલાવત સામસામે છે. ટ્રેલર લોન્ચ ઇવેન્ટ દરમિયાન સૈફ-જયદીપ ઉપરાંત નિકિતા દત્તા, કુણાલ કપૂર, સિદ્ધાર્થ આનંદ અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન તેમણે વાતચીત કરી અને કેટલાક મજેદાર સવાલોના જવાબ આપ્યા હતા. વાસ્તવમાં ‘જ્વેલ થીફ’ની કહાની ચોરી પર જ આધારિત છે. જ્યારે ઇવેન્ટ દરમિયાન પત્રકારોએ જયદીપ અહલાવતને પૂછ્યું કે, તે સૈફ પાસેથી શું ચોરવા માગશે? તો જયદીપ અહલાવતે મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો કે, ‘તે તેનો પટૌડી પેલેસ’ ચોરી કરવા માગે છે. આવો જવાબ સાંભળતા જ સૈફ પણ હસવા લાગ્યો.

સૈફને તેનો જવાબ ખૂબ જ મજેદાર લાગ્યો અને તેણે પૂછ્યું કે શું તે મારું ઘર ખરીદી રહ્યો છે? જયદીપ કહે છે- સારું છે, મેં જોયું છે, ખૂબ શાનદાર છે. આ ઉપરાંત, તેણે પોતાની કો-એક્ટ્રેસ નિકિતા દત્તાના પણ ખૂબ વખાણ કર્યા. તેણે કહ્યું કે, તે નિકિતાની એનર્જી મેળવવા માગશે. તે ખૂબ જ એનર્જેટિક છે. તે હંમેશાં ખુશ રહે છે અને 'હા, ચાલો કંઈક કરીએ' વાળા મૂડમાં રહે છે. આ બધા વચ્ચે, જયદીપને તેની બાબતે એવું કંઈક બતાવવાનું કહેવામાં આવ્યું, જે લોકો જાણતા નથી. તેણે ખુલાસો કરતા કહ્યું કે, તે નવું ઘર ખરીદવાનો છે. અત્યાર સુધી આ બાબતે કોઈને ખબર નથી. જ્યારે સૈફ અલી ખાનને પૂછવામાં આવ્યું કે, તે પોતાના કો-એક્ટર પાસેથી શું ચોરી કરવા માગશે, તો તેણે જવાબ આપ્યો કે, ‘હું જયદીપ અહલાવતનું ફેમિનિન ચોરવા માગું છુ અને નિકિતાનું મર્દાની હાસ્ય. જે તમારે સાંભળવું પડશે.’ તો નિકિતાએ કહ્યું કે મને આ જવાબની અપેક્ષા નહોતી. મને લાગ્યું કે તમે કંઈક સારું કહેશો. સૈફે કહ્યું કે, તે કુણાલ જેવી હાઇટ ઈચ્છે છે.

શું છે જ્વેલ થીફની કહાની?
આ ફિલ્મમાં, સૈફ અલી ખાન રેહાન રોયની ભૂમિકામાં નજરે પડી રહ્યો છે, જે એક માસ્ટર ચોર છે, જેની પાસે એક એવો પ્લાન છે જે જરાય સરળ નથી. તો જયદીપ અહલાવત માફિયા બોસ રાજનની ભૂમિકામાં નજરે પડી રહ્યો છે. જ્યારે કુણાલ કપૂર વિક્રમ પટેલની ભૂમિકામાં છે, જે રોયને શોધી રહ્યો છે. જ્યારે નિકિતા દત્તા ફરાહની ભૂમિકા નિભાવી રહી છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ, 25 એપ્રિલથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.