મલાઇકા અરોરાએ પોતાની બહેન પર આરોપ લગાવતા કહ્યુ કે, ‘જરૂર હતી ત્યારે જ તું નહોતી’

સેલેબ્રિટી સિસ્ટર્સ મલાઇકા અરોડા અને અમૃતા અરોડા હાલના દિવસોમાં ચર્ચાનો વિષય બની છે. બન્ને વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. હાલમાં જ મલાઇકા અને અમૃતા પોતાના જૂના ઝગડાને સોલ્વ કરવા માટે લંચ ડેટ પર જતી જોવા મળી હતી. પણ હજુ આ મતભેદ સોલ્વ થયો નથી અને બીજો મુદ્દો ઉભો થયો છે. મલાઇકા પોતાની બહેન અમૃતાને કહેતા ઇમોશનલ થઇ ગઇ અને કહ્યું કે, તુ સારી બહેન ક્યારે બનશે? માનવું પડશે કે, મલાઇકાના રિયાલિટી શો મૂવિંગ ઇન વિથ ધ મલાઇકામાં ભરપુર ડ્રામા જોવા મળી રહ્યો છે.

મલાઇકા અને અમૃતા વચ્ચે ફરી એક વાતને લઇને ખટાશ પૈદા થઇ ગઇ છે. બન્ને જુની વાતોને ભૂલીને રજાઓ ગાળવા ગોવા ગઇ હતી. પણ ત્યાં બન્ને વચ્ચેના ઝગડા ઓછા થવા કરતા વધી ગયા છે. થયું એવું કે, મલાઇકાનો મોબાઇલ રેસ્ટોરન્ટમાં ક્યાંક ખોવાઇ જાય છે. તેનો આરોપ મલાઇકા તેની બહેન અમૃતા પર લગાવે છે અને કહે છે કે, શું તેં કોઇ પ્રેન્ક કર્યો છે. મલાઇકા બધાની સામે તેની સાથે મોટા અવાજે વાત કરે છે.

આટલું જ નહીં મલાઇકા રેસ્ટોરન્ટમાં અન્ય લોકો પર પણ ગુસ્સો ઉતારે છે. મલાઇકા હોટલમાં મોબાઇલ શોધી જ રહી હતી અને એક વ્યક્તિએ એક્ટ્રસની મદદ કરવા માટે લોકોને પુછ્યું હતું કે, મોબાઇલ કોઇને મળ્યો છે કે નહીં? તે સાંભળીને મલાઇકા તેના પર ગુસ્સે થાય છે અને કહે છે કે, તને કઇ રીતે ખબર કે કલર કયો છે? આ દરમિયાન અમૃતા કૂદી પડે છે અને મલાઇકાનો મોબાઇલ શોધવા લાગે છે અને કહે છે કે, કાયમનો ડ્રામા છે.

આ સાંભળીને મલાઇકા અમૃતા પર પણ ગુસ્સો કરે છે અને કહે છે કે, શું તે કંઇ કર્યું છે. શું આ તારો કોઇ પ્રેન્ક છે. મલાઇકાની આ વાતથી અમૃતા વધારે ગુસ્સે ભરાય છે. આ સિચ્યુએશન વધારે બગડી જાય છે, જ્યારે બાર ટેન્ડર મલાઇકાનો મોબાઇલ લાવીને તેને આપે છે. તે કહે છે કે, મલાઇકા પોતાના ટેબલ પર ફોન ભૂલી ગઇ હતી. ત્યાર બાદ મલાઇકા ફરી અમૃતા પર ગુસ્સે ભરાય છે અને ગમે તેમ બોલી દે છે. અમૃતા બહેનના આ એટિટ્યુડ પર ગુસ્સે ભરાય છે અને ત્યાંથી ચાલી જાય છે.

જોકે, તેના થોડા સમય બાદ બન્ને બહેનો વચ્ચે બધુ ઠીક થઇ જાય છે, પણ ફરી મલાઇકા પોતાનું દર્દ છલકાવતા અમૃતાને પોતાના દિલનો હાલ કહે છે. બન્ને બહેનો સમુદ્રના કિનારે બીચ પર બેઠી હોય છે, જ્યારે મલાઇકા ઇમોશનલ થઇ જાય છે. એક્ટ્રેસ રડતા રડતા કહે છે કે, જ્યારે મને એક બહેનની જેમ તારી વધારે જરૂર હતી, ત્યારે તુ ન હતી મારી સાથે. તુ એક અમેઝિંગ માં, પત્ની અને મિત્ર છે, એક સારી બહેન ક્યારે બનશે?

મૂવિંગ ઇન વિથ મલાઇકા શો પર ઘણી વખત નવો ડ્રામા જોવા મળે છે. પણ બહેનો વચ્ચેનો આ કિસ્સો કેટલો આગળ જશે, તે જોવું રસપ્રદ હશે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.