- Entertainment
- 1300 કરોડમાં બની રહી છે રાજમૌલીની ‘વારાણસી’, પ્રિયંકા ચોપરાનો ખુલાસો! બીજી સૌથી મોંઘી ફિલ્મ હશે
1300 કરોડમાં બની રહી છે રાજમૌલીની ‘વારાણસી’, પ્રિયંકા ચોપરાનો ખુલાસો! બીજી સૌથી મોંઘી ફિલ્મ હશે
ફિલ્મ નિર્માતા એસ.એસ. રાજામૌલી તેમની લાર્જર-ધેન-લાઇફ ફિલ્મો માટે જાણીતા છે. તેમની ફિલ્મો ‘બાહુબલી’ અને ‘RRR’ ભારતીય સિનેમા સાથે વર્લ્ડવાઈડ ધૂમ મચાવી ચૂકી છે. આ ફિલ્મોએ 1,000 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હવે ફેન્સ રાજામૌલીની ‘વારાણસી’ની રાહ જોઈ રહ્યા છે, જે તેમની આગામી પેન ઈન્ડિયા ફિલ્મ છે.
રાજમૌલીએ હૈદરાબાદમાં તેમની ફિલ્મ ‘વારાણસી’ માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જ્યાં તેમણે પોતાની ફિલ્મના કેટલાક અંશો પ્રદર્શિત કર્યા હતા, જેનાથી બધા ખુશ થઈ ગયા હતા. રાજામૌલી તેમની ફિલ્મ માટે જે સંસાર બનાવી રહ્યા છે તેનાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે ઇવેન્ટ બાદ ફિલ્મના બજેટ અંગે ઘણી અટકળો ઉભી થઈ હતી. એવું કહેવામાં આવ્યું હતું કે રાજામૌલીની ‘વારાણસી’ 1,300 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહી છે.
https://twitter.com/whynotcinemass_/status/2002427624258482555?s=20
જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી, પ્રિયંકા ચોપરાએ પોતે હવે પોતાની કમબેક ભારતીય ફિલ્મનું બજેટનો ખુલાસો કર્યો છે. તાજેતરમાં, તે નેટફ્લિક્સ પર કપિલ શર્માના શૉમાં જોવા મળી હતી, જ્યાં કોમેડિયને તેને તેની ફિલ્મ ‘વારાણસી’ પર પ્રશ્ન કર્યો હતો.
કપિલે પ્રિયંકાને કહ્યું કે, ‘બધા જાણે છે કે પ્રિયંકા કંઈ નાનું કરતી નથી. તે આ બધી લાર્જર ધેન લાઈફ વસ્તુ કરે છે. હાલમાં તે રાજામૌલી સાથે એક ફિલ્મ કરી રહી છે અને તમે જાણો છો કે રાજામૌલીની ફિલ્મો મોટા બજેટની હોય છે, પરંતુ આ વખતે પ્રિયંકા આવી છે અને અમે સાંભળ્યું છે કે તેમની ફિલ્મનું બજેટ લગભગ 1300 કરોડ રૂપિયા છે?
કપિલ શર્માની આ વાત પર જ્યારે પ્રિયંકાએ હા પાડી, ત્યારે બધા દર્શકો તાળી પાડવા લાગ્યા. પ્રિયંકાનો આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. અહેવાલો મુજબ, પ્રિયંકા ચોપરાને રાજામૌલીની ફિલ્મમાં કામ કરવા માટે 30 કરોડ રૂપિયા ફી મળી રહી છે, જેના કારણે તે ભારતીય સિનેમાની હાઇ પેઇડ અભિનેત્રી બને છે. જોકે, આ પાછળનું સત્ય સમય જતા જ ખબર પડશે.
એસ.એસ. રાજામૌલીની ‘વારાણસી’ ભારતીય સિનેમામાં બીજી સૌથી વધુ બજેટવાળી ફિલ્મ બની છે. આ અગાઉ રણબીર કપૂરની ‘રામાયણમ્’ છે, જેના બંને ભાગ 4,000 કરોડ રૂપિયાના બજેટમાં બની રહ્યા છે. ફિલ્મનો દરેક ભાગ 2,000 કરોડમાં બનશે. ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાએ આ વાતની પુષ્ટિ કરી હતી.
એસ.એસ. રાજામૌલીની ‘વારાણસી’ ઘણા સમયથી પ્રોડક્શન સ્ટેજ પર છે. તેમાં તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબુ, મલયાલમ સ્ટાર પૃથ્વીરાજ સુકુમારન અને ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાનો સમાવેશ થાય છે. તેની રીલિઝ માર્ચ 2027માં થવાની છે.

