જોરદાર એક્શન કરતા જોવા મળ્યા શાહરૂખ, દીપિકા અને જ્હોન, જુઓ 'પઠાણ'નું ટ્રેલર

બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'પઠાણ'નું ટ્રેલર આખરે રીલિઝ થઈ ગયું છે. શાહરૂખ 4 વર્ષની લાંબી રાહ જોયા બાદ ફિલ્મ 'પઠાણ' દ્વારા કમબેક કરવા માટે તૈયાર છે. 'પઠાણ'ના નિર્માતાઓ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહેલા દર્શકો માટે ટ્રેલર લઈને આવ્યા છે. મંગળવારે સવારે 11 વાગ્યે યુટ્યુબ પર યશરાજની ચેનલ પર રીલિઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર એટલું જોરદાર છે કે શાહરૂખના ચાહકો તેને જોઈને ખુશીથી ઉછળવા લાગશે. માત્ર શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ જ નહીં પરંતુ, દિગ્ગજ અભિનેત્રી ડિમ્પલ કાપડિયા પણ ખૂબ જ દમદાર અંદાજમાં જોવા મળી રહી છે.

આ ફિલ્મ સંપૂર્ણપણે દેશભક્તિ અને સ્પાઈ થ્રિલરનો ડબલ ડોઝ આપવા જઈ રહી છે. ફિલ્મનો દરેક સીન રોમાંચથી ભરેલો છે. અહીં દરેક કલાકારના ડોયલોગમાં દેશભક્તિના ડાયલોગ બોલતા સાંભળવા મળે છે. બીજી તરફ શાહરૂખનો અંદાજ અદભૂત છે.

જોકે, આ ટ્રેલરમાં લોકોને દરેક સીનમાં 'ટાઈગર' એટલે કે સલમાન ખાનની આતુરતાથી રાહ હતી. કારણ કે ઘણા સમયથી ખબર આવી રહી છે કે આ ફિલ્મમાં સલમાન કેમિયો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં સલમાનના ચાહકો પણ ટ્રેલરની રાહ જોઈ રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, યશ રાજ હવે પોતાનું સ્પાઈ યુનિવર્સ તૈયાર કરી રહ્યું છે. જેમાં અગાઉની ફિલ્મો 'વોર' અને 'ટાઈગર'ને 'પઠાણ' સાથે જોડીને આગળની સ્ટોરી બનાવવામાં આવશે.

આ ટ્રેલરમાં એક ડાયલોગ છે કે 'હવે પઠાણનો વનવાસ પૂરો થયો છે'. આ ડાયલોગને આપણે શાહરૂખની 4 વર્ષ પછી વાપસી સાથે જોડીને પણ જોઈ શકીએ છીએ. કારણ કે આ પહેલા તે વર્ષ 2018માં ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. જે બાદ હવે તે સીધો વર્ષ 2023માં 'પઠાણ'માં જોવા મળશે. જો કે આ દરમિયાન તે ઘણી ફિલ્મોમાં કેમિયો કરતો જોવા મળ્યો છે, પરંતુ શાહરૂખના ફેન્સનું દિલ કેમિયોથી ક્યાં ભરાવાનું છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'પઠાણ'માં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. તે 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રીલિઝ થવા જઈ રહી છે.

ફિલ્મઃ પઠાણ

સ્ટાર કાસ્ટઃ શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ

ડિરેક્ટરઃ સિદ્ધાર્થ આનંદ

પ્રોડ્યૂસરઃ ઓદિત્ય ચોપડા, એલેક્ઝાન્ડર ડોસ્ટલ

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.