સ્મૃતિ ઇરાનીની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા શાહરૂખ, મૌની રોય, જુઓ તસવીરો

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીની મોટી દીકરી શનેલ ઈરાની અને અજૂર્ન ભલ્લાના શાહી રિસ્પેશનમાં બોલીવુડની અનેક નામાંકિત હસ્તીઓ સામેલ થઇ હતી અને જે સિરિયલથી સ્મૃતિ જાણીતા બન્યા હતા તે સાંસ ભી કભી બહુથીની ટીમ અને એકતા કપૂર પણ આ શુભપ્રસંગમાં હાજર રહી હતી. શનેલના રિસ્પેશનમાં આમ તો અનેક હસ્તીઓ આવી હતી, પરંતુ શાહરૂખ ખાન અને મૌની રોયએ પણ દંપત્તિને આર્શીવાદ આપવા પહોંચ્યા હતા.

ક્યૂંકી સાસ ભી કભી બહુ થીની નિર્માતા એકતા કપૂરે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. એકતાએ સમારંભની કેટલીક તસવીરો શેર કરી અને લખ્યું  છે કે, જ્યારે તમારી મનપસંદ પુત્રવધૂ હવે સાસુ છે! શેનલ ઈરાની અને અર્જુનને લગ્નની શુભેચ્છાઓ.

આ તસવીરમાં સ્મૃતિ ઈરાની લાલ સાડીમાં જોવા મળી રહ્યા છે. મૌની રોય ગ્રીન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. બીજી તરફ, શનેલ બ્લુ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. મૌની રોયે આ તસવીરો શેર કરતી વખતે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે. મૌનીએ લખ્યું કે, શેનેલ અને અજૂર્ન તમને બંનેને અભિનંદન. તમારા બંનેની જિંદગીની ખુબસુરત યાત્રા માટે ખુબ ખુબ અભિનંદન. સાથે સ્મૃતિ ઇરાનીને ટેગ કરીને લખ્યું કે,  લવ યુ દીદી.

આ રિસ્પેશન સમારોહમાં ક્યોંકી સાસભી કભી બહુથીની ટીમનું રી-યુનિયન પણ થયું હતું. આ સમારંભમાં અભિનેતા રોનિત રોય અને રાજકીય નેતા રવિ કિશન પણ પહોંચ્યા હતા. શનેલ અનેઅજૂર્ન ભલ્લા 9 ફેબ્રુઆરીએ 7 ફેરા ફરીને  લગ્નગ્રથિથી  જોડાઇ ગયા હતા. રાજસ્થાનના નાગોરમાં બનેલા 500 વર્ષ જૂના ઐતિહાસિક ખીંવસરના કિલ્લામાં શનેલ અને અર્જૂનના ભવ્ય લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ વર્ષ 2021ના ડિસેમ્બરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ શેર કરીને દીકરી શનેલ અને અજૂર્ન ભલ્લાની સગાઇની જાહેરાત કરી હતી.

શનેલ અને અજૂર્નના લગ્ન પછી રિસેપ્શનનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં બોલીવુડ, ટેલીવુડ, રાજકીય હસ્તીઓએ હાજરી આપી હતી. આ ભવ્ય રિસેપ્શનમાં અભિનેત્રી મૌની રોય પણ પતિ સૂરજ નામ્બિયાર સાથે પહોંચી હતી. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શનેલ અને અર્જુનના લગ્નના રિસેપ્શનના કેટલાક ઇનસાઇડ ફોટોઝની ઝલક બતાવી છે, જેમાં શાહરૂખ ખાન પણ તેની સાથે જોવા મળી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.