'ધ કેરળ સ્ટોરી' પ્રતિબંધ: બંગાળ દેશથી અલગ નથી: બેન પર સુપ્રીમ કોર્ટનો વિરોધ

સિનેમાઘરોમાં ધમાલ મચાવનારી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને લઈને પણ વિવાદો સતત ચાલી રહ્યા છે. રીલિઝ થયા બાદ જ્યાં ફિલ્મ તમિલનાડુના થિયેટરોમાં બતાવવામાં આવી રહી નથી. જ્યારે, પશ્ચિમ બંગાળે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફિલ્મ પર પ્રતિબંધના મામલે પશ્ચિમ બંગાળ સરકારને આડે હાથ લીધી હતી. શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' પર પ્રતિબંધ લગાવવા બદલ પશ્ચિમ બંગાળ સરકારની ઝાટકણી કાઢી હતી. 

'ધ કેરળ સ્ટોરી'ના નિર્માતાઓએ પશ્ચિમ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ અને તમિલનાડુમાં 'ડિ ફેક્ટો' પ્રતિબંધને લઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. નિર્માતાઓની અરજી પર કોર્ટે બંને રાજ્યોની સરકારોને નોટિસ પાઠવી છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની સરકારોને બુધવાર સુધીમાં આ નોટિસનો જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. મુખ્ય ન્યાયાધીશ D.Y. ચંદ્રચુડે કહ્યું કે આ મામલાની આગામી સુનાવણી 17 મે, ગુરુવારે થશે. 

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ ચીફ જસ્ટિસ D.Y. ચંદ્રચુડ અને જસ્ટિસ P.S. નરસિમ્હાની બેંચ સમક્ષ નિર્માતાઓની અરજી 'અર્જન્ટ લિસ્ટિંગ' માટે રાખવામાં આવી હતી. સાલ્વેએ જણાવ્યું હતું કે, પિટિશન પશ્ચિમી સરકાર દ્વારા ફિલ્મ પરના પ્રતિબંધ અને તમિલનાડુમાં 'ડિ-ફેક્ટો' પ્રતિબંધને પડકારે છે કારણ કે ત્યાં 'ધ કેરળ સ્ટોરી' દર્શાવતા થિયેટરોને ધમકી આપવામાં આવી રહી છે અને સ્ક્રીનિંગ અટકાવવામાં આવી રહ્યા છે. 

ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા માટે પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકાર પર કડકાઈ દર્શાવતા કોર્ટે કહ્યું કે, 'ધ કેરળ સ્ટોરી' બંગાળમાં કેમ રિલીઝ ન થઈ શકે? શું આ (પ્રતિબંધ) કલાત્મક સ્વતંત્રતા વિશે છે? આ ફિલ્મ દેશના અન્ય ભાગોમાં ચાલી રહી છે. કોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું કે, 'પશ્ચિમ બંગાળ દેશના અન્ય ભાગોથી અલગ નથી.' 

નિર્માતાઓની અરજી પર તમિલનાડુ સરકારને જવાબ આપતા કોર્ટે કહ્યું કે 'ધ કેરળ સ્ટોરી' દર્શાવતા થિયેટરોની સુરક્ષાની શું વ્યવસ્થા કરવામાં આવી છે. નિર્માતાઓની ફરિયાદના જવાબમાં, તમિલનાડુ સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ અમિત આનંદ તિવારીએ કોર્ટને કહ્યું કે, ફિલ્મ પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. આના પર કડકાઈ બતાવતા બેન્ચે કહ્યું કે, 'જ્યારે થિયેટર પર હુમલો થઈ રહ્યો છે અને ખુરશીઓ સળગાવવામાં આવી રહી છે, ત્યારે રાજ્ય સરકાર એવું ન કહી શકે કે, તે પીઠ ફેરવી લેશે.' 

અદા શર્મા સ્ટારર ફિલ્મ 'ધ કેરાલા સ્ટોરી' 5 મેના રોજ રીલિઝ થઈ હતી. ફિલ્મમાં કેરળની છોકરીઓને ધર્મ બદલવા માટે મજબૂર કરીને આતંકવાદી સંગઠન ISISમાં જોડાવવાની કહાની બતાવવામાં આવી છે. 

તમિલનાડુ મલ્ટિપ્લેક્સ એસોસિએશને 'કાયદો અને વ્યવસ્થા' અને ફિલ્મને લોકોના ઉદાસીન પ્રતિસાદને ટાંકીને રવિવાર, 7 મેથી રાજ્યમાં ફિલ્મનું પ્રદર્શન બંધ કરવાની જાહેરાત કરી છે. 

8 મેના રોજ, પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ રાજ્યમાં 'નફરત અને હિંસાની ઘટનાઓ' રોકવા માટે 'ધ કેરળ સ્ટોરી' પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. આ પહેલા પણ ફિલ્મની રિલીઝ પર સ્ટે મેળવવા માટે ઘણી અરજીઓ કરવામાં આવી હતી, જેને કેરળ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. 

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.