ઓસ્કાર 2023ની રેસમાંથી 'ધ કાશ્મીર ફાઇલ્સ' બહાર, અનુપમ ખેરે કહ્યું કે એ તો.....

ઓસ્કાર 2023 એવોર્ડમાં ધ કાશ્મીર ફાઇલ્સને લઇને અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા. એવો અંદાજ હતો કે ઓસ્કાર નોમિનેશનમાં આ ફિલ્મ પોતાની જગ્યા બનાવી લેશે, પરંતુ આવું થયું નથી. ધ કાશ્મીર ફાઇલ્સ રેસમાંથી બહાર થઇ ગઇ છે. ફિલ્મ બનાવનાર વિવેક અગ્નિહોત્રીના દાવા પર પાણી ફરી વળ્યું છે. જો કે તેની સામે એકેડમી એવોર્ડસમાં ફિલ્મ RRRનનનો ડંકો વાગી રહ્યો છે. આ ફિલ્મના ગીત નાટૂ નાટૂને બેસ્ટ ઓરિજનલ સોંગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.

હવે ધ કાશ્મીર ફાઇલ્સ ઓસ્કારની રેસમાંથી બહાર થતા અને RRRને નોમિનેશન મળવા પર અનુપમ ખેરે પોતાની પ્રતિક્રિયા આપી છે. અનુપમ ખેરે રાજામૌલીની ફિલ્મ RRR ના નોમિનેશન પર ખુશી વ્યક્ત કરી હતી. તેને ગર્વની ક્ષણ ગણાવી. પરંતુ  એ વાત ખેરના શબ્દોમાં પ્રતિબિંબિત થઇ હતી  કે ધ કાશ્મીર ફાઇલ બહાર થવાથી  પોતે નિરાશ પણ છે. અનુપમ ખેરે કહ્યું- RRR એ ક્રિટિક્સ ચોઈસ એવોર્ડ, ગોલ્ડન ગ્લોબમાં શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ જીત્યો છે, તે ભારતીય સિનેમા માટે એક મહાન ફિલીંગ છે.

શા માટે આપણે તેની ઉજવણી ન કરવી જોઈએ? ચોક્કસ, ધ કાશ્મીર ફાઇલ્સમાં કોઈ સમસ્યા હશે. હું પહેલો વ્યક્તિ છું જેણે ટ્વિટ કર્યું કારણ કે મને ખરેખર લાગ્યું કે વાહ નાટૂ નાટૂ ગીત છવાયેલું છે અને લોકોની ભીડ તેના પર નાચી રહી છે.

બ્રુટ ઈન્ડિયા સાથેની વાતચીતમાં અનુપમ ખેરે આગળ કહ્યું કે,કારણ કે અત્યાર સુધીની જે ફિલ્મોને પશ્ચિમી દર્શકોએ સરાહના કરી, તેમાં ભારતની ગરીબી દર્શાવવામાં આવી હતી. કેટલીક ફિલ્મો વિદેશીઓ દ્વારા બનાવવામાં આવી હતી. પછી તે રિચર્ડ એટનબરો હોય કે ડેની બોયલ. આ પહેલીવાર છે જ્યારે હિન્દુસ્તાની અને તેલુગુ ફિલ્મ અથવા કહો કે ભારતીય ફિલ્મે મેઇન સ્ટ્રીમ સિનેમામાં એન્ટ્રી મારી છે. અનુપમ ખેરે આશા વ્યકત કરી હતી કે નટૂ નટૂ ગીત ઓસ્કાર ભારત લઇને આવે.

તાજેતરમાં, કાશ્મીર ફાઇલ્સ વિશે, તેના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ દાવો કર્યો હતો કે ફિલ્મને ઓસ્કર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે, પરંતુ તેમનો દાવો ખોટો સાબિત થયો છે. આ ફિલ્મ ઓસ્કાર 2023ની રેસમાંથી સંપૂર્ણપણે બહાર થઇ ગઇ છે. 

એકેડેમી એવોર્ડની જાહેરાત 12 માર્ચે કરવામાં આવશે. RRR ઉપરાંત, બે ડોક્યુમેન્ટ્રી ઓલ ધેટ બ્રેથ્સ અને ધ એલિફન્ટ વ્હીસ્પર્સને ભારતમાંથી નોમિનેશન મળ્યા છે. જોવાનું રહેશે કે આ વખતે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતને સારા સમાચાર મળે છે કે નહીં.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.