- Entertainment
- યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશે એકબીજાને અનફોલો કર્યા, હેરાન થયા ફેન્સ
યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશે એકબીજાને અનફોલો કર્યા, હેરાન થયા ફેન્સ
યુઝવેન્દ્ર ચહલે વર્ષ 2020માં કોરિયોગ્રાફર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2025માં તેમના છૂટાછેડા થઇ ગયા હતા, ત્યારબાદ તેઓ અલગ થઈ ગયા. જોકે, ત્યારબાદ તેનું નામ RJ મહવશ સાથે જોડવામાં આવા રહ્યું હતું. ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા બાદ યુઝવેન્દ્ર ચહલ ઘણી વખત RJ મહવશ સાથે જોવા મળ્યો હતો, જેના કારણે ડેટિંગની અફવાઓ ઉડી હતી. પરંતુ, રાજ શમાનીના પોડકાસ્ટ પર વાત કરતા ચહલે કહ્યું હતું કે, ‘એવું પહેલી વાર હતું જ્યારે હું જાહેરમાં કોઈ સાથે નજરે પડી રહ્યો હતો, એટલે લોકોએ અટકળો લગાવવાની શરૂ કરી દીધી. તેને (RJ મહવશ)ને ઘર તોડનારી કહેવામાં આવી. લોકો પૂછતા રહ્યા કે તે ચહલ સાથે કેમ છે. મને ખરાબ લાગે છે કે ખરાબ સમયમાં મને મદદ કરનાર મિત્રને આમાં ધસડવામાં આવી રહી છે.
ચહલે વધુમાં કહ્યું કે, અહીં સુધી કે જ્યારે અમે મિત્રોના ગ્રુપમાં સાથે રહેતા હતા, ત્યારે પણ માત્ર અમારા ફોટા ક્રોપ કરીને ઉપયોગ કરવામાં આવતો હતો. આખરે અમે બહાર જવાનું બંધ કરી દીધું કારણ કે અમને ડર હતો કે બીજી કહાની ન આવી જાય’
તો હવે, બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો કરી દીધા છે. ફેન્સે નોટિસ કર્યું કે તેઓ હવે ઇન્સ્ટાગ્રામ પર એક-બીજાને ફોલો કરી રહ્યા નથી, જેના એ વાતને લઇને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આખરે શુ ગરબડી થઇ હશે. ફેન્સ એ વિચારવા મજબૂર થઇ રહ્યા છે કે, થોડા સમય પહેલા તેઓ કેમ સાથે જોવા મળતા હતા અને એકબીજાને સારા મિત્રો કહેતા હતા. તો હવે, બંનેએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. તો, શું તેમની મિત્રતામાં તિરાડ પડી ગઈ છે?
યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશ વચ્ચેના સંબંધોની અફવાઓ ત્યારે વધુ તેજ થઇ ગઇ, જ્યારે તેઓ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 દરમિયાન સાથે જોવા મળ્યા હતા. તેમનો એક સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. યુઝવેન્દ્ર ચહલ અને RJ મહવશે બંનેએ તાજેતરમાં અનફોલોઇ કરવા પર કોઈ ટિપ્પણી કરી નથી. એવામાં ફેન્સ તેના પર સ્પષ્ટતા અને કોઈ સંકેત હિન્ટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, બંનેએ અગાઉ રિલેશનશિપમાં હોવાનો ઇનકાર કર્યો છે.

