‘પ્લાસ્ટિક પ્રદૂષણ પર અંકુશ’: શહેરી વિસ્તારોમાં વ્યાપક ઝૂંબેશ હાથ ધરાશે

યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી માટે યજમાન દેશ તરીકે ભારતની પસંદગી કરાઇ છે ત્યારે આ ઉજવણીમાં ગુજરાતની ભૂમિકા અગ્રેસર રહે તેવા હેતુથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક કચરો દૂર કરવા માટે તા.૫ જૂનથી એક સપ્તાહ માટે રાજ્યવ્યાપી પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જળ સંચય માટેના સુજલામ્ સુફલામ્ જળ અભિયાનમાં સમગ્ર માસ દરમિયાન રાજ્યના લોકોનો અપ્રતિમ સહયોગના પરિણામે આ જળ અભિયાનને સફળતા પ્રાપ્ત થઇ છે. જળ સંચય બાદ રાજ્ય સરકારે પ્લાસ્ટિક કચરો દૂર કરવાનું અભિયાન હાથ ધર્યું છે.

રાજયના તમામ મહાનગરો, નગરો-શહેરો, તાલુકા મથકો, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળના આઉટગ્રોથના વિસ્તારો નદી-નાળાં, જળાશયો, મુખ્યમાર્ગો અને ધાર્મિક સ્થળોએથી પ્લાસ્ટિકનો કચરો અને ગંદકી દૂર કરવા પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. આ રાજ્યવ્યાપી અભિયાનમાં વન અને પર્યાવરણ વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, માર્ગ-મકાન વિભાગ તથા ગ્રામ વિકાસ વિભાગ સહિત સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ જોડાશે. લોકભાગીદારીથી જેમ જળ અભિયાનમાં સારા પરિણામો મળ્યા તેમ પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનમાં પણ સંસ્થાઓ ઉપરાંત ઉદ્યોગ-વેપાર મંડળો, રાજ્ય-કેન્દ્ર સરકારના જાહેર સાહસો, શૈક્ષણિક સંસ્થાઓ, ઇકો કલબ, રહેણાંકની સોસાયટીઓ, સખીમંડળો અને સ્વયંસેવકોને આ અભિયાનમાં જોડાવા પણ મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું.

તા. 5 જૂનથી 11 જૂન દરમિયાન હાથ ધરાનારા પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાનમાં પ્લાસ્ટિક વેસ્ટને અલગથી એકત્રીત કરીને તેને રિસાયકલ કરવા માટે અપાશે, આ માટે રિસાયકલીંગ કરતી સંસ્થાઓ અને એકમોની વિગતો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની પ્રાદેશિક કચેરીઓ દ્વારા પૂરી પાડવામાં આવશે. સિમેન્ટ ઉદ્યોગ દ્વારા સિમેન્ટ ઉત્પાદનના કીલનમાં બળતણ તરીકે પ્લાસ્ટિક વેસ્ટ વપરાય છે. એકત્ર કરાયેલો પ્લાસ્ટિક વેસ્ટ કો-પ્રોસેસીંગ માટે સિમેન્ટ ઉદ્યોગને પણ આપી શકાશે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યના શહેરોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે. રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓમાં સફાઈ ઝુંબેશ માટે વ્યાપક જનભાગીદારી કેળવાશે. નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે, સ્વચ્છતાની ટેવો કેળવાય અને જાહેર સ્થળોની સઘન સફાઈ માટે ધ્યાન કેન્દ્રિત કરીને સફાઈ ઝુંબેશ હાથ ધરાશે. તેમજ 50 માઈક્રોનથી ઓછી જાડાઈવાળા વપરાતા પ્લાસ્ટિકની જપ્તી સહિતની કામગીરી કરાશે.

મહાનગરપાલિકાઓમાં વોર્ડદીઠ કાર્યક્રમો યોજાશે. તેમજ રાત્રિ દરમિયાન રોજ રાત્રે પર્યાવરણ અને સ્વચ્છતા અંગે શેરી નાટકો યોજાશે. સપ્તાહ દરમિયાન એકત્ર કરેલા કચરામાંથી પ્લાસ્ટિક કચરો અલગ કરાશે. પ્લાસ્ટિક કબાડીનો વ્યવસાય કરનાર વ્યક્તિઓ, રિસાઈક્લિંગ કરનાર એકમો દ્વારા યોગ્ય નિકાલ કરવા અંગે માર્ગદર્શન અપાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર સપ્તાહ દરમિયાન શહેરો-નગરોમાં શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટની સફાઈ, એન.જી.ઓ., મહાનુભાવો, અગ્રણીઓને સાંકળીને જાહેર સ્થળે સ્વચ્છતાની પ્રતિજ્ઞા તથા જનજાગૃતિ રેલીઓ યોજાશે. તેમજ પ્લાસ્ટિક બેગના ઉત્પાદકો, વિતરકો, રિટેલર વેપારીઓ અને દુકાનદારોને જોડીને પ્લાસ્ટિક મુક્ત શહેર વિષય પર વર્કશોપ તેમજ ઈકો ફ્રેન્ડલી પ્રોડ્કટ અંગે માહિતી અને તેના ફાયદા અંગે સમજ અપાશે.  શહેરમાં નોંધાયેલા ફેરિયાઓ માટે પણ વર્કશોપ યોજાશે. ચાની કીટલી, ફરસાણના વેપારીઓ, પાર્લર ડેરીના વેપારીઓ માટે પણ ખાસ માર્ગદર્શન કેમ્પ યોજાશે. સખીમંડળોની બહેનો અને લાઈવલીહુડ મિશન દ્વારા ઈકો ફ્રેન્ડલી પ્રોડ્કટ અને તેના ફાયદા અંગે ઠેર-ઠેર કાર્યશિબિર પણ યોજાશે. સાથે-સાથે મહાનગરપાલિકા, નગરપાલિકાઓમાં એસ.ટી. નિગમના બસ સ્ટેન્ડ, ડેપો, સરકારી હોસ્પિટલો, મેડિકલ કોલેજો, પુરવઠા નિગમના ગોડાઉન, તમામ શૈક્ષણિક સંકુલોની સફાઈ અંગે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સફાઈ કરાશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.