હવે બાંધકામ માટેની ઓનલાઇન અરજી કર્યા પછી 24 કલાકમાં મંજૂરી, CMએ કરી જાહેરાત

 ગુજરાત રાજ્યમાં ઓન લાઇન બાંધકામ પરવાનગી સિસ્ટમ  2.0નો પ્રારંભ થયો છે.  ODPS-2.0 ઓનલાઇન ડેવલપમેન્ટ પ્લાન સીસ્ટમના અદ્યતન ટેકનોલોજી યુકત વર્ઝન શરૂ થયું છે. દેશમાં ગુજરાત પ્રથમ હોવાનો દાવો સરકાર કરી રહી છે. 

બીજા દેશોમાં આવી પધ્ધતિ છે. હાલ ગૃહ, મહેસૂલ, શહેરી વિકાસ વિભાગોમાં ઓન લાઇન ઓન લાઇન કામ થાય એવી થોડી વ્યવસ્થા થઈ છે. રાજ્યના પાંચ નગર-મહાનગરમાં ઓનલાઇન એપ્રુવલ અને રજા ચિઠ્ઠીનું ર્કીટેકટ-ઇજનેરોને વિતરણ સરકારે કર્યુ હતું. રાજ્યમાં ગમે તે ગામડું કે શહેરને આ રીતે મકાનના પ્લાન પાસ અને બાંધકામની મંજૂરી મળવા લાગશે.

લોરાઈઝ બિલ્ડીંગો માટે રૂબરૂં પરવાનગી બંઘ

ODPS-2.0 કાર્યરત થતાં લો રાઇઝડ બિલ્ડીંગ માટે ઓફ લાઇન પરવાનગીઓ સંપૂર્ણ બંધ થઇ જશે. ODPS પ્રક્રિયાને ભવિષ્યમાં રાજ્યમાં હાઇરાઇઝડ બિલ્ડીંગ માટે પણ અમલી બનાવશે.

24 કલાકમાં મંજૂરી

ઓન લાઈન પ્લાન સબમિટ કર્યા બાદ 24 કલાકમાં મંજૂરી મળી જાય જેથી ડેવલપમેન્ટ ચાર્જ ભરીને વ્યક્તિ મકાન બાંધકામ શરૂ કરી શકે છે.

કાયદો સુધારાયો

નવી વ્યવસ્થા વિકસાવવામાં GDCRમાં સુધારા કરી કોમન GDCR કર્યો છે. FSI, હાઇટ, માર્જિન, પાર્કિંગ, ફાયર સેફટી જેવી 15 જેટલી વાઇટલ મહત્વની બાબતો લીધી છે. તેના પર ફોકસ કરીને તેની પૂર્તતાના આધારે 24 કલાકમાં જ રજા ચિઠ્ઠી સાથે પ્લાન પાસ થઇ જાય છે.

નવી સિસ્ટમ એસ્ટાબ્લિશ ના થાય તેવું કેટલાંક લોકો ઇચ્છતાં હતા. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની હોમ ટાઉન રાજકોટ મહાનગરપાલિકામાં 2019-20માં 3875 પ્લાન મુકાયા હતા. જેની સામે ચાલુ વર્ષે 31 ઓક્ટોબર 2020 સુધીમાં 525 મકાન પ્લાન જ મુકાયા છે. સૌથી વધુ પશ્ચિમ વિભાગના 254, વેસ્ટ ઝોનમાં 140, સેન્ટ્રલ ઝોનમાં 131 બાંધકામ પ્લાન મંજૂર થયા છે. 2017 થી 2020ના નાણાકીય વર્ષમાં સરેરાશ 3500 પ્લાન મુકાતા હતા. 3 વર્ષમાં 10 હજાર મૂકાતા હતા.

 1 લાખ પ્લાન

છેલ્લાં 4 વર્ષથી 100 ટાઉન પ્લાનીંગ સ્કીમ-ટી.પી.ની મંજૂરી સરકાર આપી રહી છે.આખા રાજ્યમાં 3 લાખ જેટલાં નવા પ્લાન રજૂ થાય છે. જે મોટા ભાગે બિલ્ડરોના હોય છે.13થી 15 લાખ ચોરસ મિટર જમીન એક ટીપી સ્કીમમાં હોય છે. જેમાં 50 ટકા સરકાર લઈ લે છે. એટલે 6થી 7 લાખ ચોરસ મીટર જમીન પર આખા રાજ્યમાં બાંધકામ થતાં હોય છે. તેનો મતલબ કે ખાનગી લોકો કરતાં બિલ્ડરો ફાયદામાં આ નવી સિસ્ટમ આવી છે. જેમાં 10-15 હજાર મકાનો બની શકે. આવી 100 ટીપી સ્કીમ સરકાર મંજૂર કરી રહી છે. તેથી 10 લાખ મકાનો અને 1 લાખ પ્લાન પાસ થતાં હોવાનો અંદાજ છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે પારદર્શીતા, નિર્ણાયકતા, સંવેદનીશલતા અને પ્રગતિશીલતાના ચાર પાયા પર ઇમાનદારીથી આ સરકાર કાર્યરત છે. અમારા કોઇ વ્યક્તિગત એજન્ડા કે હિત છે જ નહિ, માત્રને માત્ર વિકાસની રાજનીતિ તેમજ પ્રજાહિતના કામો કરીને ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે. 

 

તમામ મંજૂરીઓ ઓન લાઈન કરો 

નગરપાલિકા-મહાનગરપાલિકાઓમાં પણ બધી પરવાનગીઓ લોકોને ઘરે બેઠા ઓનલાઇન મળે એવી વ્યવસ્થા નથી. કોમન કાયદાઓથી સૌને લાભ મળે કોઇને અન્યાય ન થાય તેવી વ્યવસ્થાઓ નથી. જે ઊભી કરવી જરૂરી છે. અગાઉ 16 એપ્રિલ 2018થી ઓન લાઈન જ પ્લાન પાસ કરાવનું શરૂ કરાયું હતું. આ ઓન લાઈન સિસ્ટમ શરૂઆતના 4 મહિનાતો પ્લાન સ્વીકારતી ન હતી. બાદમાં આખી ઓન લાઈન સિસ્ટમ નિષ્ફળ જતાં સરકારે નવા સોફ્ટવેર સાથે નવી સિસ્ટમ શરૂ કરવાની ફરજ પડી છે. અગાઉની કંપનીઓ સામે પગલાં ભરાયા કે કેમ તે સરકારે જાહેર કર્યું નથી. 

About The Author

Related Posts

Top News

3 વર્ષ પહેલા પિતાના મિલ્કશેકમાં ઝેર આપી કાસળ કાઢી નાખ્યું, પ્રેમીએ રહસ્ય ખોલ્યું; પુત્રી જ માસ્ટરમાઈન્ડ હોવાનું બહાર આવ્યું

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેણે સંબંધો અને વિશ્વાસના પાયા હચમચાવી નાખ્યા છે. અહીં એક...
National 
3 વર્ષ પહેલા પિતાના મિલ્કશેકમાં ઝેર આપી કાસળ કાઢી નાખ્યું, પ્રેમીએ રહસ્ય ખોલ્યું; પુત્રી જ માસ્ટરમાઈન્ડ હોવાનું બહાર આવ્યું

1.5 કરોડ રોકડા ચૂકવવા રાજી હતો પતિ, પત્ની છેલ્લી ઘડીએ પલટી ગઈ, નારાજ કોર્ટે એક જ ઝટકામાં 23 વર્ષ જૂના લગ્નનો અંત આણી દીધો

સુપ્રીમ કોર્ટ સમક્ષ એક અનોખો કેસ આવ્યો છે, જેમાં ઘરેલુ વિવાદમાં પહેલા પત્નીએ સમાધાન કર્યું અને પછી પતિ સામે...
National 
1.5 કરોડ રોકડા ચૂકવવા રાજી હતો પતિ, પત્ની છેલ્લી ઘડીએ પલટી ગઈ, નારાજ કોર્ટે એક જ ઝટકામાં 23 વર્ષ જૂના લગ્નનો અંત આણી દીધો

એવું શું થયું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેરમાં માફી માંગવી પડી?

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પડઘમ થોડા દિવસોમાં શાંત થઈ જશે. ચૂંટણીનાં માહોલ વચ્ચે ગોંડલ તાલુકાના ચરખડી ગામે ભાજપ દ્વારા...
Gujarat 
એવું શું થયું કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેરમાં માફી માંગવી પડી?

રાહુલ ગાંધી બેવડી નાગરિકતા કેસથી અલગ થયા જસ્ટિસ વિદ્યાર્થી, જણાવ્યું કારણ

અલ્લાહબાદ હાઈકોર્ટના જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા બેવડી નાગરિકતા કેસની સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા છે. ગયા...
National 
રાહુલ ગાંધી બેવડી નાગરિકતા કેસથી અલગ થયા જસ્ટિસ વિદ્યાર્થી, જણાવ્યું કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.