- Gujarat
- આંદોલનના નામે PASSના 23 મોટા નેતાઓએ રાજકીય રોટલા શેકી લીધા
આંદોલનના નામે PASSના 23 મોટા નેતાઓએ રાજકીય રોટલા શેકી લીધા

ગુજરાતમાં વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન શરૂ થયું જેને PASS અને SPG એમ બે સંસ્થા ચલાવતી હતી. આજે 9 વર્ષમાં આ આંદોલન ચલાવનારા લોકોએ આંદોલનના નામે પોતાના રાજકીય રોટલાં શેકી લીધા છે.
18 એપ્રિલે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયા 27 એપ્રિલે, શનિવારે સાંજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાવવાના છે. જે જગ્યા પરથી આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી તે મીનીબજાર, સરદાર પટેલની પ્રતિમા પાસે જ આ બંને નેતા ભાજપનો ખેસ પહેરી લેશે.
આંદોલનના નામે અત્યાર સુધીમાં હાર્દિક પટેલ સહિત 14 નેતાઓ ભાજપમાં જોડાઇ ગયા છે અને અલ્પેશ ધાર્મિક સાથે 16 નેતાઓ થઇ જશે. આ ઉપરાંત 4 નેતાઓ કોંગ્રેસમાં ગયા છે અને 3 નેતા આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયા છે.
આ આંદોલનમાં 14 યુવાનો શહીદ થયા હતા અને 200 લોકો હજુ કોર્ટના ચકકર કાપી રહ્યા છે.