- Gujarat
- મહેસાણાથી અયોધ્યા સુધી પદયાત્રા કરી પહોંચ્યા 73 વર્ષીય વૃદ્ધ, મંદિર માટે 1990માં લીધો હતો સંકલ્પ
મહેસાણાથી અયોધ્યા સુધી પદયાત્રા કરી પહોંચ્યા 73 વર્ષીય વૃદ્ધ, મંદિર માટે 1990માં લીધો હતો સંકલ્પ
ભગવાન રામ પ્રત્યેની ભક્તિ અને ત્રણ દાયકા કરતા વધુ સમય અગાઉ લીધેલી પ્રતિજ્ઞાથી પ્રેરિત થઈને 73 વર્ષીય એક વ્યક્તિએ ગુરુવારે મહેસાણાથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધીની 1338 કિલોમીટરની પગપાળા યાત્રા પૂર્ણ કરી. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મીડિયા સેન્ટર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહેસાણા જિલ્લાના મોદીપુર ગામના રહેવાસી જયંતિલાલ હરજીવનદાસ પટેલ 1990માં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળ સોમનાથ-અયોધ્યા રથયાત્રા દરમિયાન લીધેલા પોતાના સંકલ્પને પૂર્ણ કરવા માટે 40 દિવસની પગપાળા યાત્રા બાદ અયોધ્યા પહોંચ્યા હતા. પટેલે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ આ યાત્રામાં ભાગ લીધો હતો. તેમણે 30 ઓગસ્ટના રોજ પોતાની યાત્રા શરૂ કરી હતી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ દરરોજ 33 થી 35 કિલોમીટર ચાલીને અને રાત્રે આરામ કરીને, રસ્તામાં મંદિરો, જાહેર પાર્કો અને ગેસ્ટ હાઉસમાં રોકાઈને આ અંતર કાપ્યું છે. સંબંધીઓ ઘણીવાર તેમને તેમની આગામી યાત્રાનું આયોજન કરવામાં મદદ કરવા માટે મોબાઇલ ફોન દ્વારા આગામી સ્ટોપ વિશે જાણ કરતા હતા.
https://twitter.com/LokmatTimes_ngp/status/1976284530202824978
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા અને અયોધ્યા પરિસરમાં રામ મંદિર અને 8 અન્ય તીર્થસ્થળો ધ્વજારોહન સમારોહની જાહેરાત સાથે, પટેલે નક્કી કર્યું કે તેમના દાયકાઓ જૂના સંકલ્પને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. નિવેદનમાં કહેવામા આવ્યું છે કે, અયોધ્યા પહોંચ્યા બાદ તેઓ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને મળવા માટે કારસેવકપુરમની પણ મુલાકાત લીધી.

