ગુજરાતના ખ્યાતનામ મહેંદી આર્ટિસ્ટે યુનિક 'બ્યુટી ઇન બાયનરી' બનાવ્યું

સુરતમાં રહેતા અને છેલ્લાં 30 કરતા પણ વધુ વર્ષોથી પ્રોફેશનલ મહેંદી મુકતા ગુજરાતના ખ્યાતનામ મહેંદી આર્ટિસ્ટ નિમિષા પારેખ આ આર્ટને એક નવી ઉંચાઈઓ પર લઈ ગયા છે. તેઓ ટ્રેન્ડિંગ હોય તેવી મહેંદી ડિઝાઈન બનાવવાને બદલે કોન્સેપ્ટ બેઝ્ડ મહેંદી મુકે છે. તેમણે આ ફીલ્ડમાં ઘણા બધા નવા ઈનોવેશન્સ કર્યા છે.

નિમિષા પારેખે હાલમાં જ ‘બ્યુટી ઈન બાયનરી’ કોન્સેપ્ટ પર એક એનઆરઆઈ દુલ્હનને યુનિક મહેંદી મુકી આપી છે. અમેરિકાથી લગ્ન માટે સુરત આવેલા અમી પટેલ કમ્પ્યુટર ફિલ્ડ સાથે જોડાયેલા છે અને તેમના ભાવિ પતિ પણ સોફ્ટવેર એન્જિનિયર છે. આથી, તેમણે તે બંનેના પ્રોફેશનને કનેક્ટ કરે તેવી મહેંદી મુકવાનો વિચાર કર્યો અને અંતે તેમણે કમ્પ્યુટરની ભાષા એટલે કે બાયનરી લેંગ્વેજમાં દુલ્હનને સુંદર મહેંદી મુકી આપી હતી. તેને માટે તેમણે પહેલા પોતે બાયનરી લેંગ્વેજ વિશે નોલેજ મેળવ્યું અને ત્યારબાદ તે લેંગ્વેજને આર્ટમાં કન્વર્ટ કર્યું હતું. નિમિષા પારેખે અમી પટેલની લાગણીઓ અને તેમની સ્પેશિયલ ડેટ્સને બાયનરી લેંગ્વેંજમાં કન્વર્ટ કરીને તેને મહેંદીનું રૂપ આપ્યું હતું. બાયનરી લેંગ્વેજ ‘0’ અને ’1’ પર ચાલે છે. નિમિષા પારેખે આ કોડ દ્વારા એક સુંદર મેસેજ બનાવી તેને મહેંદીમાં સુંદર રીતે વણી લીધો હતો. આમ, તેમણે ટેક્નોલોજીની દુનિયામાં મહેંદી કલ્ચરને મહેંદી આર્ટ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે અત્યારસુધીમાં વાર્લી આર્ટ અને તામિલનાડુના પ્રાચીન કલ્ચર સિક્કુ કોલમ આર્ટને મહેંદીમાં કન્વર્ટ કરીને તેને વર્લ્ડવાઈડ ઈન્ટ્રોડ્યૂસ કર્યું છે. મહેંદીમાં આ ઈનોવેશન તેમણે USમાં મહેંદી આર્ટિસ્ટની કોન્ફરન્સમાં ઉભરતા આર્ટિસ્ટ્સને શિખવ્યું હતું. તેઓ હંમેશાંથી ટ્રેન્ડમાં હોય તેવી મહેંદી મુકવાને બદલે કંઈક યુનિક કરવાનો પ્રયત્ન કરે છે અને હંમેશાં પોતાના આર્ટમાં મિની ટ્રેન્ડ ક્રિએટ કરે છે. તેઓ દુલ્હનના આ સૌથી મોટા દિવસને યાદગાર બનાવવા માટે કસ્ટમાઈઝ મહેંદી મુકી છે. જે તેમના આ ખાસ પળને વર્ષો સુધી તેમની યાદોમાં જાળવી રાખે છે. નિમિષા બહેન માત્ર પોતે મહેંદી દ્વારા નવુ સર્જન જ નથી કરતા પરંતુ, તેઓ આ આર્ટ દ્વારા ઘણી બધી બહેનોને રોજગારી પણ પૂરી પાડે છે. સાથે જ આ આર્ટ દ્વારા સમાજસેવાનું પણ કાર્ય કરે છે. તેઓ ગર્ભવતી સ્ત્રીના પેટ પર મહેંદી મુકીને સાયન્સ અને કલ્ચરનું સુંદર કોમ્બિનેશન બનાવે છે અને ગર્ભવતી બહેનોને પેટ પર મહેંદી લગાવવાથી થતા ફાયદાઓ વિશે પણ માહિતગાર કરે છે. તેઓ કેન્સર પેશન્ટને તેમના સ્કાલ્પ પર મહેંદી મુકી આપે છે. તેઓ માત્ર સ્ટાઈલ કે સ્ટેટસ સિમ્બોલ માટે નહીં પરંતુ, કલ્ચરને રિપ્રેઝન્ટ કરવા માટે આ આર્ટને આગળ વધારવા માંગે છે.

About The Author

Related Posts

Top News

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.