વી. ટી. ચોકસી સાર્વજનિક લૉ કોલેજ ખાતે મલ્ટિડિસિપ્લિનરી કોન્ફરન્સ યોજાઇ

વી. ટી. ચોકસી સાર્વજનિક લૉ કોલેજ, સુરત ખાતે રીસર્ચ સેન્ટર દ્વારા Indian Council of Social Science Research (ICSSR) દ્વારા અનુદાનિત સંશોધન પ્રોજેક્ટ અંતર્ગત તા. 23 અને 24 ડિસેમ્બર, 2025ના બે દિવસીય મલ્ટિડિસિપ્લિનરી કોન્ફરન્સનું "EmpowerHER: Advocating Women's Rights and Empowerment" વિષય પર સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કોન્ફરન્સના Convenor તથા Conference Chair તરીકે ડૉ. ઇરમલા દયાલ (ઇન્ચાર્જ આચાર્ય, વી. ટી. ચોકસી સાર્વજનિક લૉ કોલેજ, સુરત) રહ્યા હતા. કોન્ફરન્સના આયોજન અને સફળતામાં પ્રખ્યાત એડવોકેટ  શ્રેયસ દેસાઈ (ચેરમેન, એડમિનિસ્ટ્રેટિવ કમિટી) નો અમૂલ્ય ફાળો રહ્યો હતો.

તા. 23 ડિસેમ્બર, 2025ના રોજ ઉદ્ઘાટન સમારોહની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ વંદના, પ્રાર્થના તથા ગ્રીન ઇનૉગ્યુરેશન રિચ્યુઅલ સાથે કરવામાં આવી. ત્યારબાદ ડૉ. ઇરમલા દયાલ દ્વારા સ્વાગત સંબોધન કરવામાં આવ્યું, જેમાં તેમણે કાર્યક્રમનું મહત્ત્વ, ઉદ્દેશ્ય, થીમ તથા તેની શૈક્ષણિક અને સામાજિક પ્રાસંગિકતા પર પ્રકાશ પાડ્યો.

કોન્ફરન્સના વિદ્વાન વ્યાખ્યાતા તરીકે પ્રો. ડૉ. રાજેશ દુબે (ડિરેક્ટર, UGC-MMTTC, જોધપુર) ની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. તેમના પ્રેરણાદાયી વિદ્વાન વ્યાખ્યાનમાં તેમણે નેશનલ એજ્યુકેશન પોલિસી (NEP) ની વિકાસયાત્રા સાથે શિક્ષણ ક્ષેત્રે મલ્ટિડિસિપ્લિનરી અભિગમના મહત્ત્વને રેખાંકિત કર્યું તેમજ "EmpowerHER" વિષય અંતર્ગત મહિલાઓના અધિકારો અને સશક્તિકરણ અંગે પ્રાચીનથી આધુનિક સમયગાળામાં આવેલા પરિવર્તનો પર વિશદ ચર્ચા કરી.

નીખિલ મદ્રાસી (પ્રમુખ, સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સુરત) એ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પરિવર્તનશીલ સમયમાં કુટુંબ અને સમાજને દિશા આપવાનું મહત્વપૂર્ણ કાર્ય મહિલાઓ દ્વારા નિભાવવામાં આવી રહ્યું છે અને શહેરોના સર્વાંગી વિકાસ માટે મહિલા સશક્તિકરણ અનિવાર્ય છે. ડૉ. અજિત શાહ (સેકન્ડ વાઇસ ચેરમેન, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સુરત) એ પોતાના પ્રમુખ સંબોધનમાં જણાવ્યું કે મહિલા સશક્તિકરણનો અર્થ સમાન અધિકાર, અવસર અને સ્વતંત્ર નિર્ણયક્ષમતા છે. ડૉ. કિરણ પંડયા (પ્રોવોસ્ટ, સાર્વજનિક યુનિવર્સિટી, સુરત) તથા ડૉ. લક્ષ્મણ આહિર (બોર્ડ ઓફ મેમ્બર્સ, VNSGU) એ મહિલા સશક્તિકરણને સમયની આવશ્યકતા ગણાવી.

કોન્ફરન્સના કીનોટ સ્પીકર તરીકે પ્રો. સની હસાની (IQAC કોર્ડીનેટર, એનટીવીએસ કોલેજ ઓફ લો, નંદુરબાર) એ ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ સામે ચાલતી કુરિવાજો અને સામાજિક અસમાનતાઓ અંગે મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા. કોન્ફરન્સમાં ડૉ. હેમાલી અરુણભાઈ દેસાઈ (પ્રિન્સિપલ, રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાપી) તથા પ્રો. પરસી એન્જિનિયર (ફર્સ્ટ પ્રોવોસ્ટ, સાર્વજનિક યુનિવર્સિટી) ની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી.

કોન્ફરન્સમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત કુલ 4 રાજ્યો તથા 1 કેન્દ્રશાસિત પ્રદેશના 10 શહેરોમાં આવેલી વિવિધ યુનિવર્સિટીઓમાંથી અર્થશાસ્ત્ર, બાયોટેકનોલોજી, માનવવિજ્ઞાન (હ્યુમેનિટીઝ) અને આર્કિટેક્ચર જેવા વિવિધ શૈક્ષણિક પ્રવાહોના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

ભારતના 9 રાજ્યો અને 33 શહેરોમાંથી ભાગ લેનાર ફેકલ્ટી સભ્યો, રિસર્ચ સ્કોલર્સ, એડવોકેટ્સ તથા વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ મહિલાઓના અધિકારો, સશક્તિકરણ, કાયદા, શિક્ષણ, આરોગ્ય અને માનવ અધિકારો જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન ઑફલાઇન તથા ઑનલાઇન બંને મોડમાં કુલ 57 સંશોધન પેપરનું પ્રસ્તુતિકરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે મહિલાઓના અધિકારો અને સશક્તિકરણ સંબંધિત વિષયો પર ઊંડાણભરી શૈક્ષણિક ચર્ચા અને વિચારવિમર્શ શક્ય બન્યો હતો.

આ કોન્ફરન્સે એકેડેમિસિયન, સંશોધકો, કાનૂની વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવિનિમયનું મહત્વપૂર્ણ મંચ પૂરું પાડયું અને મહિલાઓના અધિકારો તથા સશક્તિકરણ અંગે કાનૂની અને સામાજિક જાગૃતિ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું.

About The Author

Related Posts

Top News

અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

અમેરિકાએ ગુરુવારે તેના નાગરિકો માટે એક સત્તાવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકન નાગરિકોને આ 21 દેશોની મુસાફરી...
World 
અમેરિકાએ આ 21 દેશોની મુસાફરી ન કરવા પોતાના નાગરિકોને સલાહ આપી

છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

વિજય હજારે ટ્રોફી 2025-26માં રમાતી દરેક મેચ ભારે ઉત્તેજના અનુભવી રહી છે. 8 જાન્યુઆરીએ મહારાષ્ટ્ર અને ગોવા વચ્ચેની મેચ...
Sports 
છેલ્લી ઓવરમાં જીતવા 6 રનની જરૂર હતી આ બોલરે એવો જાદૂ કર્યો કે ટીમને જીતાડી દીધી

રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશમાં ભાજપ શાસિત રાજ્યોની 'ડબલ એન્જિન' સરકારો પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે આક્ષેપ...
Politics 
રાહુલ ગાંધીનો 'હલ્લા બોલ', ભાજપ સરકારની નિષ્ફળતાઓ ગણાવી

રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના

થોડા સમય અગાઉ ગુજરાતમાં 30 વર્ષ બાદ વાઘ દેખાયો હતો ત્યારે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા શહેર નજીક આવેલ સુપ્રસિદ્ધ ધર્મેશ્વર...
Gujarat 
રાજપીપળામાં મંદિરના મકાનમાંથી 40થી વધુ વાઘના ચામડા અને 100થી વધારે નખ મળ્યા, ગુજરાતની પ્રથમ ઘટના
Copyright (c) Khabarchhe All Rights Reserved.