- Gujarat
- વિવાદનું બીજું નામ BJP કોર્પોરેટર અમિતસિંહ, ભાજપ કાઢી કેમ નથી મુકતી?
વિવાદનું બીજું નામ BJP કોર્પોરેટર અમિતસિંહ, ભાજપ કાઢી કેમ નથી મુકતી?
સુરતના વોર્ડ નંબર 24ના પ્રમુખ પ્રકાશ ખૈરનારનો એક વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં ખેરનારે જાહેર રસ્તા પર પોતાના બર્થ ડે ઉજવ્યો અને ફટાકડા પણ ફોડ્યા આ વાતનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યારે સુરત મહાનગર પાલિકાના વોર્ડ નં-26ના કોર્પોરેટર અને પૂર્વ શાસક પક્ષના નેતા અમિતસિંહ રાજપૂતનો પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. રાજપૂતની વર્ષગાંઠમાં જાહેર મંચ પર ઉજવણી કરવામાં આવી અને ફટાકડા પણ ફુટ્યા. પણ સામાન્ય માણસ જો રસ્તા પર બર્થ ડેની ઉજવણી કરે તો પોલીસ તેમને પકડી લે છે. પરંતુ ભાજપના નેતાઓ સામે કોઇ પગલાં લેવાયા નથી.
અમિતસિંહ રાજપૂત અગાઉ પણ વિવાદમાં આવ્યા છે. એક બિલ્ડર પાસેથી 95 લાખ રૂપિયા લેવાના હતા તેમાં રાજપૂતે 4 કરોડની દુકાન જબરદસ્તીથી લખાવી લીધી હતી અને થોડા સમય પહેલા આપઘાતનો પણ પ્રયાસ અમિતસિંહે કર્યો હતો. સવાલ એ છે કે ભાજપની એવી તે શું મજબુરી છે કે અમિતસિંહને કાઢી નથી મુકતી?

