ગુજરાતના શાઇસ્તા-બ્રિજેશની 'લવ સ્ટોરી'નો ખતરનાક અંત, પરિવારે દફનાવી દીધી

શાઈસ્તા બ્રિજેશને પ્રેમ કરતી હતી, પરંતુ જ્યારે શાઈસ્તાના પરિવારજનોને આ વાતની જાણ થઈ. તેથી તેઓ વિલન બની ગયા. આરોપ છે કે તેના પરિવારના સભ્યોએ શાઇસ્તાની હત્યા કરી હતી. ગુજરાતના સુરતને અડીને આવેલા નવસારીમાંથી પ્રેમકથાનો ભયાનક અંત આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાઇસ્તાને ખુબ જ પ્રેમ કરતા બ્રિજેશે પોલીસને ફરિયાદ આપી અને તપાસની માંગ કરી. સુરત પોલીસના IGએ બ્રિજેશની ફરિયાદની નોંધ લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, યુવકની લવસ્ટોરીમાં ધર્મ વચ્ચે આવ્યો અને તેના કારણે શાઈસ્તા બ્રિજેશથી દૂર થઈ ગઈ. લવ સ્ટોરીનું આ પ્રકરણ સામે આવ્યા પછી કોઈ પણ અચંબામાં પડી ગયા છે. તો ત્યાં પોલીસ તપાસની વાત કરી રહી છે.

મળતી માહિતી મુજબ નવસારીમાં રહેતી શાઈસ્તા અને બ્રિજેશ બંને એકબીજાને પ્રેમ કરતા હતા. બંને વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો હતા. બંનેએ આગળ વધવા માટે ઘણા બધા સપના જોયા હતા, પરંતુ જ્યારે પાછલાં દિવસોમાં પરિવારને શાઇસ્તા અને બ્રિજેશના સંબંધોની જાણ થઈ ત્યારે આરોપ છે કે, શાઇસ્તાના પરિવારના સભ્યો બ્રિજેશના ઘરે પહોંચ્યા અને તેને મારવાની ધમકી આપી. બ્રિજેશની સાથે  ત્યાં હાજર શાઇસ્તા વલસાડ ચાલી ગઈ હતી. શાઇસ્તાના પરિવારજનોએ બ્રિજેશને તેને સોંપી દેવા કહ્યું. દરમિયાન બ્રિજેશને વલસાડ પહોંચેલી શાઇસ્તાનો ફોન આવ્યો હતો અને તેને કહ્યું હતું કે, તે તેને આવી ને લઇ જાય. જ્યારે બ્રિજેશ શાઈસ્તાને લેવા વલસાડ ગયો ત્યારે શાઈસ્તાના પરિવારે પોલીસમાં ફરિયાદ નહીં નોધાવીએ એમ કહીને શાઈસ્તાને તળાવ પાસે આવીને સોંપી દેવા જણાવ્યું હતું.

શાઈસ્તાના પરિવારજનો સાથે થયેલી વાતચીત મુજબ બ્રિજેશે શાઈસ્તાને તલવાડા ચોક પાસે તેના પરિવારજનોને સોંપી હતી. બ્રિજેશના કહેવા પ્રમાણે સાદિક નામના વ્યક્તિએ શાઈસ્તાને પોતાની કારમાં બેસાડી દીધી હતી. દરમિયાન, શાઇસ્તાના પરિવારના સભ્યોએ બ્રિજેશને ખાતરી આપી હતી કે, તેઓ પોલીસમાં ફરિયાદ નહીં કરે. બ્રિજેશનો આરોપ છે કે 20 એપ્રિલે છેલ્લી વાર ઘરની બહાર નીકળેલી શાઇસ્તા હવે આ દુનિયામાં નથી. શાઇસ્તાને તેના પરિવારના સભ્યોએ માર મારીને મારી નાંખી છે. આ પછી તેને દફનાવી પણ દીધી છે. બ્રિજેશે પોલીસમાં આપેલી ફરિયાદમાં શાઇસ્તાના પોસ્ટમોર્ટમની માંગ કરી છે.

બ્રિજેશની પોલીસ ફરિયાદ ઉપરાંત આ સમગ્ર ઘટનામાં કેટલાક નામચીન આરોપીઓ પણ સામેલ હોવાની માહિતી પણ સામે આવી છે. તેમાંથી એક જુગારનો અડ્ડો પણ ચલાવે છે. પોતાના જીવને ખતરો ગણાવતા બ્રિજેશે પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે. બ્રિજેશે પોલીસને કરેલી ફરિયાદમાં મોહમ્મદ કમુ શેખ, સાદિક મોહમ્મદ શેખ, રમઝાન સિંધી, સિદ્દીકી શેખ અને શોએબ શેખ પર શાઇસ્તાની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.

આ ઘટના અંગે મીડિયા દ્વારા સુરત IG પિયુષ પટેલ સાથે વાત કરવામાં આવતા તેમણે જણાવ્યું કે, આ ઘટના પ્રેમ પ્રકરણની છે. પટેલે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં યુવતીના પિતાએ આપઘાત કર્યાની વાત કરી છે. પિતાનો દાવો છે કે શાઇસ્તાએ સુસાઇડ નોટ પણ છોડી છે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.