સુરતના ડૉ.સોલંકીની હર્બલ સારવારથી કેન્સરના 74 વર્ષના દર્દીમાં સુધારો, સિટી સ્કેન પુરાવો

સુરતના એક ખાનગી હોસ્પિટલમાં એપ્રિલની ગરમ બપોરે પટેલ પરિવાર હાથમાં સિટી સ્કેન રિપોર્ટ લઈને બેઠો હતો. રિપોર્ટનાં શબ્દો ડરામણા હતાં – એડવાન્સ લિવર કેન્સર, બંને લોબમાં ફેલાયેલું, નસો બંધ, પાણી ભરાવું, હાડકાંમાં ફેરફાર. 74 વર્ષીય રવજીભાઈ (નામ બદલેલ) માટે ડૉક્ટરોએ સ્પષ્ટ કહી દીધું – હવે ઘરે લઇ જઇ સેવા કરો, સારવાર નહીં.

“એ દિવસ પછી અમે સારવાર અંગેની વાત જ બંધ કરી દીધી હતી,” એમ કહે છે તેમનાં ભત્રીજા ડૉ. સિદ્ધાર્થ પટેલ.

પરંતુ માત્ર ત્રણ મહિનામાં, જુલાઈની બપોરે, પરિવારએ બીજો સ્કેન જોયો – ટ્યુમર ઘટીને એક જ પેચમાં સીમિત, નસોમાં ફરીથી લોહી વહેવાનું શરૂ, પાણીનો ભરાવો ગાયબ. ટ્યુમર માર્કર 1,000 ng/mLથી ઘટીને 10 પર આવી ગયો. પરિવાર માટે આ ચોંકાવનારો વળાંક હતો.

આ પરિણામ પાછળનું નામ છે – સુરતના ઑન્કોલોજિસ્ટ ડૉ. રણજીતસિંહ સોલંકી. તેઓ હજારો કેન્સર દર્દીઓને સારવાર આપી ચૂક્યા છે અને આંતરરાષ્ટ્રીય જર્નલોમાં લેખો પ્રકાશિત કર્યાં છે. હર્બલ ઉપચાર અને વૈજ્ઞાનિક પદ્ધતિને સાથે લઈને તેઓ “ઇન્ટિગ્રેટિવ ઑન્કોલોજી” પર કામ કરે છે.

surat
Youtube.com

ડો. સોલંકી કહે છે, “લોકો માનતા હોય છે કે  આયુર્વેદિક ઔષધિ એટલે અંદાજનો ખેલ. પણ મારી પદ્ધતિ સાયન્સ પર આધારિત છે. રોગનાં મોલેક્યુલર માર્ગોને ટારગેટ કરે છે અને શરીરને ઝેરી સાઈડ-ઇફેક્ટથી બચાવે છે. આ વિકલ્પ નથી, સંકલન છે.”

રવજીભાઈને વ્યક્તિગત હર્બલ રેજિમ આપવામાં આવ્યું – ટ્યુમર ઓછું કરવું, લિવરનું કાર્ય સુધારવું, ઈમ્યુનિટી વધારવી. થોડાં જ અઠવાડિયામાં તાવ ઉતરી ગયો, પીળિયો ઘટી ગયો, ભૂખ વધી, ચાલવા લાગ્યા, હસવા લાગ્યા.

જુલાઈના સિટી સ્કેનમાં સાબિત થયું – ટ્યુમર ઘટીને નાના થયા, પેટનું પાણી ખતમ, તમામ આંકડા નોર્મલ. એક વરિષ્ઠ રેડિયોલોજિસ્ટે જણાવ્યું: “આવી રિવર્સલ એડવાન્સ લિવર કેન્સરમાં અતિશય દુર્લભ છે. લગભગ અવિશ્વસનીય.”

નિષ્ણાતો ચેતવે છે કે એક કેસને આધારે સારવારને સફળ ઘોષિત કરી શકાતી નથી. મોટા ક્લિનિકલ ટ્રાયલ જરૂરી છે. પરંતુ ગુજરાતના ઘણા ઘરોમાં લોકો આને ચમત્કાર માને છે.

ડૉ. સિદ્ધાર્થ પટેલ કહે છે, “એપ્રિલમાં અમે એમને હાથમાંથી સરકતા જોયા. જુલાઈમાં તેઓ આંગણામાં ચા માગતા હતા. ચાહે વિજ્ઞાન કહો કે ચમત્કાર, અમને અમૂલ્ય સમય પાછો મળ્યો.”

surat
Youtube.com

ડૉ. સોલંકી પોતે ચમત્કાર શબ્દથી દૂર રહે છે અને કહે છે, “આ રિસર્ચ છે, કોઇ ચમત્કાર નથી,”. તેઓ માને છે કે ભારતનો ઔષધિ વારસો દુનિયાએ ઓછો આંક્યો છે.

આજે રવજીભાઈ સ્થિર છે. રોગ સંપૂર્ણ ગયો નથી, પણ જીવનને લાચાર કરતો નથી. તેઓ ખાતા-પીતા, ઊંઘતા અને પૌત્રો સાથે વાતો કરતા થઇ ગયા છે. પરિવાર માટે એટલું પૂરતું છે – તેઓ જીવિત છે.

સુરતમાં આ કિસ્સાની વાતો હવે ફેલાઈ રહી છે – એક સમયે જે વ્યક્તિ માટે કાલ નહોતી, તેમની આજે ઘણી આવતી કાલો છે. વિજ્ઞાન ચર્ચા કરશે, પરંતુ પરિવાર માટે એક સત્ય છે. જીવવાનું પાછું મળ્યું છે.

About The Author

Related Posts

Top News

માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

ચીની વૈજ્ઞાનિકો દ્રાક્ષના બીજમાંથી મેળવેલી PCC1 નામની દવા પર કામ કરી રહ્યા છે, જે ઉંદરોના આયુષ્યને 150 વર્ષ સુધી...
Science 
માનવ 150 વર્ષ સુધી જીવી શકશે; ચીની વૈજ્ઞાનિકોએ વૃદ્ધત્વ જલ્દી આવતું અટકાવવા માટે દવા વિકસાવી!

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.