- Gujarat
- સુરતમાં 100 કરોડના કૌભાંડમાં EDએ પાડ્યા દરોડા, જાણો શું છે આખો મામલો
સુરતમાં 100 કરોડના કૌભાંડમાં EDએ પાડ્યા દરોડા, જાણો શું છે આખો મામલો
સુરતના ભાગાતળાવના મકબુલ ડૉક્ટર સહિતના આરોપીઓને ત્યાં EDએ દરોડા પાડ્યા છે. 100 કરોડ રૂપિયાના USDT કૌભાંડના કેસમાં EDએ આ કાર્યવાહી કરી છે. આ કેસનો મુખ્ય આરોપી મકબુલ ડૉક્ટર છે, જે શહેરના ભાગળતળાવમાં રહે છે. સુરત ઉપરાંત EDની એક ટીમે અમદાવાદમાં પણ દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સાયબર ફ્રોડમાં વિદેશમાં ગયેલી જંગી રકમનો સોર્સ અને ચેનલ શોધી કાઢવા માટે અને લાભકર્તાઓને પકડવાના ઈરાદે આ આખી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ લોકોને મહિને રૂપિયા 10,000- 12,000 આપી તેમના સેવિંગ્સ-એકાઉન્ટ લઈને છેતરપિંડી કરતા હતા. પોલીસ અને તપાસ એજન્સીઓના નામે ડિજિટલ એરેસ્ટ, નકલી સમન્સ-કોલ કરી છેતરપિંડી કરતા હતા.
લોકોના બેન્ક એકાઉન્ટ ભાડે રાખીને મહિને 10,000-12,0000 હજાર આપવાની લાલચ આપીને 100 કરોડથી વધુનું સાઇબર ફોડ કરવામાં આવ્યું હતું. તેમાં સામેલ લોકો સામે SOGએ કાર્યવાહી કરીને 5થી વધુ લોકોની ધરપકડ કરી હતી. તેમાં હવાલા અને આંગડિયા મર્ફતે નાણાં દેશ-વિદેશમાં મોકલવામાં આવ્યા હોવાનું સામે આવતા EDને પણ તેનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તે આધારે EDએ મકબૂલ ડૉક્ટર સહિતનાઓને ત્યાં તપાસ હાથ ધરી હતી.

આ મામલે અબ્દુલ રહીમ નાડા, બસ્સામ મકબૂલ ડૉક્ટર, મકબૂલ અબ્દુલ રહેમાન ડૉક્ટર, કાસીફ મકબુલ ડૉક્ટર, મુતુર્ઝા ફારુક શેખ, મહેશ મફતલાલ દેસાઈ સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી છે. SOGએ 100 કરોડના બેનામી લેવડ-દેવડ શોધી કાઢી હતી. આ કૌભાંડમાં SOGએ મકબૂલ અને તેના પુત્ર સહિત 3 લોકોને પકડી પાડી 100 હવાલા, ઓનલાઈન સાયબર ફ્રોદ, ચાઈનીઝ ગેમ અને ક્રિકેટના સટ્ટા સહિતની બેનંબરી કમાણીની કરોડોની રકમ દુબઈ હવાલા માર્ફતે સુરત આંગડિયામાં મોકલી તેને USDT ક્રિપ્ટોકરન્સીમાં કન્વર્ટ કરી પાછી દુબઈ મોકલવામાં આવતી હતી.

