દ.ગુ.ના ઈતિહાસમાં પહેલીવાર 1200થી વધુ વૈદ્દો એક મંચ પર ભેગા થશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સહયોગથી ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ્સ ઑફ મેડિસિન દ્વારા દક્ષિણ ગુજરાત ઝોનમાં નોંધાયેલા આયુર્વેદ અને યુનાની તબીબો માટે એક દિવસીય રાજ્યકક્ષાની પરિષદ ‘GCAU વંદે આયુકોન-3’નું રવિવાર, તા. 04 ઑક્ટોબર 2026ના રોજ સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC)ના પ્લેટિનમ હોલ ખાતે સવારે 8:00થી સાંજે 6:00 કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક પરિષદમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી 1200થી વધુ રજિસ્ટર્ડ તબીબો સહભાગી થશે. ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, “આયુર્વેદ એ માત્ર આપણી 5000 વર્ષ જૂની ચિકિત્સા પદ્ધતિ જ નથી, પરંતુ સમગ્ર માનવજાતને કુદરતના સાનિધ્યમાં નિરોગી રાખતી ભારતની સૌથી મોટી વૈશ્વિક મૃદુ શક્તિ છે. તાજેતરમાં જ અખબારમાં વાંચવા મળ્યું કે સુરતની એક દીકરીએ MBBSમાં પ્રવેશ મળતો હોવા છતાં આયુર્વેદ પસંદ કર્યું; આ ઘટના સાબિત કરે છે કે આપણી 'જેન ઝી' અને નવી પેઢી પણ હવે ભારતીય ચિકિત્સા પદ્ધતિ તરફ આદરપૂર્વક આકર્ષાઈ છે. આપ સૌ જાણો છો એમ સુરતમાં યુનાની ઔષધિઓ તો પેઢીઓથી લેવાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં આજે સમગ્ર વિશ્વ ભારતની પૌરાણિક ચિકિત્સા અને વેલનેસ સાયન્સને સ્વીકારી રહ્યું છે ત્યારે સુરત જેવા ઔદ્યોગિક નગરમાં આયુર્વેદ અને યુનાની તબીબોનું આટલું વિશાળ સંમેલન યોજાવું એ ગૌરવની બાબત છે. ઔદ્યોગિક વિકાસની સાથે સાથે સમાજનું સ્વાસ્થ્ય પણ એટલું જ સક્ષમ હોવું અનિવાર્ય છે. ચેમ્બર માત્ર વેપાર-ઉદ્યોગ જ નહીં, પરંતુ ‘સ્વસ્થ ભારત, સમૃદ્ધ ભારત’ના સંકલ્પ સાથે હેલ્થકેર ઇકોસિસ્ટમને બળવત્તર બનાવવા સતત અગ્રેસર રહેશે.”

ગુજરાત આયુર્વેદિક કાઉન્સિલના પ્રમુખ ડો. જિજ્ઞેશ યુ. પટેલે જણાવ્યું હતું કે, પરિષદનો મુખ્ય ઉદ્‌ઘાટન સમારોહ બપોરે 12:00 કલાકે યોજાશે. આ કોન્ફરન્સનું વિધિવત ઉદ્‌ઘાટન ભારત સરકારના કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના વરદ્ હસ્તે સંપન્ન થશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મુખ્ય અતિથિ પદે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.

આ સમારોહમાં ભારત સરકારના આયુષ વિભાગ હેઠળના બોર્ડ ઓફ એથિક્સ અને રજિસ્ટ્રેશન NCISM (દિલ્હી)ના પ્રમુખ ડો. સુશ્રુત કનૌજીયા, નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન (NCISM)ના મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ (MARBISM)ના પ્રમુખ ડો. મુકુલ પટેલ, ગુજરાત રાજ્યના આયુષ નિયામક ડો. જયેશ પરમાર તેમજ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડો. માનસી દેશપાંડે વિશેષ ઉપસ્થિત રહી સંબોધન કરશે.


 

About The Author

Related Posts

Top News

વિજય માલ્યાએ કોર્ટમાં કહ્યું- બધુ દેવું ચુકતે કરી દીધું છે, બેંકોએ જવાબ આપ્યો- હજુ 8752 કરોડ બાકી છે

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે બેંકોએ તેમની તમામ રકમ વસૂલ કરી લીધી છે....
Business 
વિજય માલ્યાએ કોર્ટમાં કહ્યું- બધુ દેવું ચુકતે કરી દીધું છે, બેંકોએ જવાબ આપ્યો- હજુ 8752 કરોડ બાકી છે

ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધમાં આખા ગુજરાતના વકીલો 5 ઓક્ટોબરથી હડતાળ પર જશે

ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા 'ગુજરાત ભાડા વિધેયક, 2026' (Gujarat Rent Bill, 2026) સામે સમગ્ર રાજ્યના...
Gujarat 
ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધમાં આખા ગુજરાતના વકીલો 5 ઓક્ટોબરથી હડતાળ પર જશે

કોણ છે યાકુબ જેના પર MLA જિગ્નેશ મેવાણી કડક કાર્યવાહીની માંગ કરી

વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ સરકાર અને સ્થાનિક નેતાગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા....
Politics 
કોણ છે યાકુબ જેના પર MLA જિગ્નેશ મેવાણી કડક કાર્યવાહીની માંગ કરી

રાહુલ ગાંધીએ 'સત્યાગ્રહ' પહેલ શરૂ કરી; કહ્યું- મહાત્મા ગાંધીએ પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, તમે...

રાહુલ ગાંધીએ અન્યાય સામે અને તેમના અધિકારો માટે લડતા દેશભરના લોકોના અવાજોને એક કરવા માટે 'સત્યાગ્રહ' નામની પહેલ...
National 
રાહુલ ગાંધીએ 'સત્યાગ્રહ' પહેલ શરૂ કરી; કહ્યું- મહાત્મા ગાંધીએ પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, તમે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.