- Gujarat
- સુરતના ઇતિહાસમાં પહેલીવાર હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું, સુરતના છોકરાનો હાથ ગોવાની છોકરી પર લાગ્યો
સુરતના ઇતિહાસમાં પહેલીવાર હાથનું ટ્રાન્સપ્લાન્ટ થયું, સુરતના છોકરાનો હાથ ગોવાની છોકરી પર લાગ્યો

ડાયમંડ અને ટેક્સટાઇલમાં દુનિયાભરમાં જાણીતું સુરત હવે અંગદાનમા પણ જાણીતું બન્યું છે. સુરત મોટું સિટી હોવા છતા અહીં ટ્રાન્સ્પલાન્ટ શક્ય બનતું નહોતું.
સુરતના ઇતિહાસમાં પહેલીવાર કિરણ હોસ્પિટલમાં ગોવાની એક છોકરીને હાથ ટ્રાન્સ્પલાન્ટ કરવામા આવ્યો અને ઓપરેશન સફળ રહ્યું. સુરતની આ એક મોટી સિદ્ધી છે.
દાદરા નગર હવેલીના નરેન્દ્ર શ્રુંગીને જમણા પગ અને હાથમાં નબળાઇ આવતા કિરણ હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 16 જાન્યુઆરીએ નરેન્દ્રને રજા આપવામાં આવી અને 22 જાન્યુઆરીએ તે કિરણ હોસ્પિટલમાં ચેકીંગ માટે આવ્યો ત્યારે કેન્ટીનમાં જ તે બેભાન થઇ ગયો હતો.
તેને બ્રેનડેડ જાહેર કરાયો અને સુરતની ડોનેટ લાઇફના નિલેશ માંડેલાવાળાએ નરેન્દ્રના પરિવારને અંગદાન માટે સમજાવ્યા હતા. ગોવાની છોકરી કિરણ હોસ્પિટલમાં દાખલ થયેલી હતી અને તબીબોએ એ બ્રેનડેડ યુવાનના હાથ આ છોકરીમાં ટ્રાન્સ્પલાન્ટ કરી દીધા હતા. ઓપરેશન સફળ રહ્યુ હતું.