GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડને EPC માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો, પ્રોજેક્ટનું મૂલ્ય આશરે રૂ. 2,645 કરોડ

મુંબઈ (મહારાષ્ટ્ર) [ભારત], 2 ઓગસ્ટ: ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કંસ્ટ્રક્શન બિઝનેસમાં કાર્યરત અગ્રણી કંપની GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ (BSE – 505504)ને રાણા એક્ઝિમ FZ-LLC (RAKEZ સાથે કરાર હેઠળ માસ્ટર ડેવલપર), રાસ અલ ખૈમા, UAE, (રાણા ગ્રુપ) તરફથી EPC માટે લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. આ પ્રોજેક્ટનું મૂલ્ય આશરે રૂ. 2,645 કરોડ આંકવામાં આવ્યું છે અને પ્રારંભિક સેટઅપ અને મોબિલાઇઝેશન સમયગાળાના 90 દિવસ સિવાય 24 મહિનામાં પૂર્ણ થવાનો અંદાજ છે.

•  આ ઓર્ડર સાથે, GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડની કુલ ઓર્ડર બુક વધીને રૂ. 7,000 કરોડ થઈ ગઈ છે.
• 24 જુલાઈની બોર્ડ મીટિંગમાં 3:2ના ગુણોત્તરમાં મંજૂર બોનસ ઇશ્યૂ રહ્યો
• બોર્ડ મીટિંગમાં 2:1ના ગુણોત્તરમાં સ્ટોક સ્પ્લિટને પણ મંજૂરી આપવામાં આવી
• અધિકૃત શેર મૂડી રૂ. 16 કરોડથી વધારીને રૂ. 66 કરોડ કરવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી
• 30 જૂન 2025ના રોજ કંપનીમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 73.98% છે
• આ પ્રોજેક્ટમાં રાસ અલ ખૈમાહ, યુએઈ ખાતે ઈન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ સ્ટેટ ઓફ આર્ટ બિલ્ડિંગનું નિર્માણ શામેલ છે.
• આ ઓર્ડર સાથે, GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડની કુલ ઓર્ડર બુક રૂ. 7,000 કરોડથી વધુ થઈ ગઈ છે.

આ પ્રતિષ્ઠિત ઓર્ડર વેલ્યૂ AED 1,12,42,74,621 (One billion one hundred twenty-four million two hundred seventy-four thousand six hundred and twenty-one AED) છે જે આશરે રૂ. 2645 કરોડ જેટલું થાય છે.

GHV ગ્રુપના ગ્રુપ ચેરમેન જાહિદ વિજાપુરાએ ગર્વથી જણાવ્યું હતું કે, GHV ગ્રુપ તરીકે, અમે "We Build Value"ના સિદ્ધાંતને લઈને સતત પ્રયત્નશીલ છીએ, જેમ કે સ્માર્ટ મેન્યુફેક્ચરિંગનો વિકાસ, ટકાઉ સતત વૃદ્ધિ સાથે સમયાંતરે શૂન્ય ડિસ્ચાર્જ સુવિધાઓ સાથે ગ્રીન EV ઉત્પાદન પૂરું પાડવા જેવા પસંદગીના મૂલ્યવાન પ્રોજેક્ટ્સ હાથ ધરીને કાર્યરત છીએ. આ પ્રતિષ્ઠિત ઓર્ડર સાથે, કંપનીની કુલ ઓર્ડર બુક રૂ. 7,000 કરોડથી વધુ થઈ ગઈ છે અને નજીકના સમયમાં થોડા વધુ પસંદગીના પ્રોજેક્ટ વિકલ્પોનો પ્રયાસ ચાલુ રાખશે. 

તાજેતરમાં, GHV ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડના ડિરેક્ટર બોર્ડે 24 જુલાઈ 2025ના રોજ યોજાયેલી બેઠકમાં કંપનીના હાલના શેરધારકોને 3:2ના ગુણોત્તરમાં બોનસ શેર જારી કરવાની મંજૂરી આપી છે. દરેક 2 શેર માટે ત્રણ ફુલ્લી પેઇડ અપ ઇક્વિટી શેર. વધુમાં, ડિરેક્ટર બોર્ડે 2:1ના ગુણોત્તરમાં સબ ડિવિઝન / સ્પ્લિટને પણ મંજૂરી આપી હતી (10 રૂપિયાના ફેસ વેલ્યુવાળા 1 ઇક્વિટી શેરને રૂ. 5 ના 2 ઇક્વિટી શેરમાં વિભાજિત કરવામાં આવશે ) સ્ટોક વિભાજનનો હેતુ કંપનીના શેરની લીક્વીડિટી વધારવાનો અને માર્કેટમાં પ્રવેશ અને છૂટક રોકાણકારો માટે તેમને વધુ સુલભ બનાવવાનો છે.

કંપની બોર્ડે કંપનીના સભ્યોની મંજૂરીને આધીન કંપનીની અધિકૃત શેર મૂડી રૂ. 16 કરોડથી વધારીને રૂ. 66 કરોડ કરવાની પણ વિચારણા કરી અને મંજૂરી આપી હતી. કંપનીના શેરધારકોએ 28 જૂન, 2025ના રોજ યોજાયેલી તેમની એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગમાં, પ્રમોટર્સ/પ્રમોટર ગ્રુપ અને નોન-પ્રમોટર્સને ખાનગી પ્લેસમેન્ટ દ્વારા પ્રેફરન્શિયલ ધોરણે કન્વર્ટિબલ વોરંટ જારી કરવાની મંજૂરી આપી. 30 જૂન, 2025ના રોજ GHV ઇન્ફ્રા પ્રોડક્ટ્સ લિમિટેડમાં પ્રમોટર ગ્રુપ હોલ્ડિંગ 73.98% છે.

 

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.