સોશિયલ મીડિયા પર બની GF, ડેટ પર ઇમ્પ્રેસ કરવા પહોંચ્યો શખ્સ, મહિલા પોલીસકર્મીએ ફરાર ગુનેગારને પ્રેમિકા બની દબોચ્યો

ક્યારેક-ક્યારેક હકીકતમાં ફિલ્મો જેવી કહાનીઓ સામે આવે છે. આ રસપ્રદ ઘટના અમદાવાદના દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં પોલીસે એક એવી રીત અપનાવી હતી, જે તૌફીકને પકડવા માટે એકદમ ફિલ્મી લાગે છે, લૂંટ, મારમારી, બળજબરીપૂર્વક વસૂલી અને જેલમાંથી ફરાર થવા જેવા ગંભીર કેસોમાં આરોપી તૌફિક સામે લાંબા સમયથી તપાસ ચાલી રહી હતી, પરંતુ પોલીસને પકડવામાં સફળ થઈ શકી નહોતી. ત્યારબાદ દાણીલીમડા પોલીસ ઇન્સ્પેક્ટર નવી અને અનોખી રીત શોધી કાઢી. આ હેઠળ, સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો હતો.

પોલીસ ટીમે આરોપીની ઓનલાઇન એક્ટિવિટી ચેક કરી. એવું જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર તૌફિકની ID સક્રિય છે. આ ID દ્વારા આરોપીનો સંપર્ક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ઇન્સ્પેક્ટરે પોતાની મહિલા પોલીસ અધિકારીને આ મિશન પર લગાવી દીધા. તેમણે નકલી ID બનાવીને તૌફિકને આકર્ષિત કર્યો. મહિલા પોલીસ અધિકારીએ આરોપી સાથે મિત્રતા કરીને તેનો વિશ્વાસ જીત્યો. ધીરે-ધીરે તૌફીકને એવું લાગવા માંડ્યું કે તે સોશિયલ મીડિયા પર તેની ગર્લફ્રેન્ડ બની ગઈ છે.

Yashasvi-Jaiswal2
navbharattimes.indiatimes.com

આ દરમિયાન તૌફીકને પહેલી મુલાકાત માટે સાબરમતી નદીના કાંઠે બોલાવવામાં આવ્યો. તૌફિક તેની ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા માટે ઉત્સાહિત હતો. આયોજનના ભાગ રૂપે, પોલીસે મહિલા અધિકારીને બુરખા પહેરાવ્યા હતા, જ્યારે અન્ય પોલીસકર્મીઓ સાદા કપડામાં આસપાસ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જેવો જ તૌફીક નદી કાંઠે પહોંચ્યો અને બુરખામાં રહેલી મહિલા સાથે વાત કરવા લાગ્યો. મહિલા પોલીસ અધિકારીએ તેના સાથીઓને ઈશારો કરી દીધો. પોલીસના જવાનો તુરંત જ સ્થળ પર પહોંચ્યા અને તૌફિકને પકડી લીધો. તૌફીક તેની કથિત ગર્લફ્રેન્ડનો અસલી ચહેરો જોઈ જ ન શક્યો અને તેની યોજના પર પાણી ફરી વળ્યું.

પોલીસે જણાવ્યું હતું કે આરોપીનો ભાઈ પણ આ જાળમાં સામેલ હતો, પરંતુ તેને પણ સ્થળ પર જ પકડી લેવામાં આવ્યો. તૌફિક સોશિયલ મીડિયા ID પર જોયેલી આંખોની શોધમાં હતો, પરંતુ તે જાણતો નહોતો કે તસવીરમાં દેખાઈ રહેલી મહિલા હકીકતમાં ઉપસ્થિત જ નહોતી.

Lady-Cops1
aajtak.in

દાણીલીમડા પોલીસ સ્ટેશનની મહિલા પોલીસ ટીમની આ કાર્યવાહી બતાવે છે કે સોશિયલ મીડિયા દ્વારા ગુનેગારોને પકડવા કેટલા અસરકારક છે. પોલીસે જણાવ્યું હતું કે તૌફીક જેવા આદતથી મજબૂર ગુનેગારોને પકડવા માટે એકદમ અલગ અને અસામાન્ય રણનીતિની જરૂર છે.

આ ધરપકડ પર પોલીસનો સંદેશ એ છે કે, કોઈ ગુનેગાર, ભલે ગમે તેટલો હોંશિયાર કેમ ન હોય, પોલીસની સચોટ યોજના અને તકેદારીથી છટકી નહીં શકે. અમદાવાદ પોલીસની આ ફિલ્મી કાર્યવાહીથી સ્થાનિક લોકો પણ આશ્ચર્યચકિત છે. આ સમાચાર સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. તૌફિકની હવે સંબંધિત વિભાગો હેઠળ ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તપાસ કરી રહી છે કે તે કયા-કયા ગુનાઓમાં ભાગીદાર છે અને તેણે અન્ય ગુનેગારો સાથે કેવી રીતે સંપર્ક કર્યો હતો.

About The Author

Related Posts

Top News

સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

પાટણમાં આજે સિંધવાઈ માતા મંદિર પરિસરમાં સમગ્ર પાટણ જિલ્લાના ઠાકોર સમાજનું સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર, ગેનીબેત્ન...
Gujarat 
સાંસદ ગેનીબેન બોલ્યા- ‘એકાદ લાગવગ કે મિત્રતાના નાતે નાની-મોટી નોકરી મળે, બાકી..’

ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના 'અપના દલ'ના ધારાસભ્ય વિનય વર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ...
National 
ધારાસભ્યએ સરકારી એન્જિનિયરને કહ્યું, 'હું તને ચપ્પલથી માર મારીશ, તારા કપડા ઉતારીને ફેરવીશ...'

GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) વધુ એક પરીક્ષા સંબંધિત વિવાદના કારણે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે. ગુરુવારે લેવાયેલી સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર ...
Education 
GTUની પરીક્ષામાં ગત વર્ષનું પેપર 'કૉપી-પેસ્ટ' કરી બેઠું છાપી દેવાયું

સેમસંગના વોટરપ્રૂફ ફોનમાં પાણી ઘૂસી ગયું, કોર્ટે ગ્રાહકને આટલા રૂપિયા ચૂકવવા કર્યો કંપનીને આદેશ

આજે, અમે સ્માર્ટફોન સંબંધિત એક એવા સમાચાર બતાવવા જઈ રહ્યા છીએ જે તમને ખુશીની સાથે આશા પણ આપશે. તે...
Tech and Auto 
સેમસંગના વોટરપ્રૂફ ફોનમાં પાણી ઘૂસી ગયું, કોર્ટે ગ્રાહકને આટલા રૂપિયા ચૂકવવા કર્યો કંપનીને આદેશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.