શું અમારા છોકરાઓની કિંમત 4 લાખ જ છે? રૂપિયા નથી જોઇતા, ફાંસી...: કૃણાલના પિતા

અમને જલ્દીમાં જલ્દી ન્યાય મળે, આરોપીને સજા થાય. મારા છોકરાએ કોલેજ કરી, એ પછી બીજા 2 વર્ષ ભણ્યો, એ પછી બી.એડ કર્યું, એ પછી બીજા બે વર્ષ ભણ્યો, કેનેડા જઇને કોર્ષ કર્યા. આ છોકરાઓને ભણાવવાના 60-60 લાખ રૂપિયા થાય છે અને સરકાર 4 લાખ રૂપિયાની રાહત આપે છે. શું અમારા છોકરાઓની કિંમત 4 લાખ રૂપિયા જ છે? નાનપણથી ભણાવવામાં કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. બસ આરોપીઓને ફાંસી આપો અમારે પૈસા નથી જોઇતા. અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર થયેલા અકસ્માતમાં મોતને ભેટેલા બોટાદના યુવાન કૃણાલ કોડિયાના પિતાએ પુત્રના મોતનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદના ઇસ્કોન બ્રીજ પર બુધવારે રાત્રે જેગુઆર કારમાં જઇ રહેલા 19 વર્ષના તથ્ય પટેલે અકસ્માત કર્યો હતો અને તેમાં 9 લોકોના મોત થયા હતા. આ ઘટનામાં બોટાદના 3 યુવાનો  રોનક વિહલપરા, કૃણાલ કોડિયા અને અક્ષર ચાવડાના મોત થયા હતા.

કૃણાલ કોડીયાના કાકાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારા છોકરાઓને અમે માંડ માંડ કરીને ભણાવીએ અને આવા નબીરાઓ અકસ્માત કરીને જીવ છીનવી લે. આવી કોઇ ઘટનાન ફરી ન બને તેના પર સરકાર ધ્યાન આપે. આરોપીને ફાંસની સજા થવી જોઇએ. કૃણાલના પિતાએ કહ્યું કે, અમને પૈસા નથી જોઇતા, બસ, આરોપીને જલ્દીમાં જલ્દી સજા કરો. મારા છોકરના ભણાવવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે અને સરકાર 4 લાખ રૂપિયા સહાય આપે છે.

રોનક, કૃણાલ અને અક્ષર

રોનક, કૃણાલ અને અક્ષર ત્રણેય મિત્રો હતા અને અમદાવાદમાં રહેતા હતા. રોનક અને કુણાલે મોડી રાત સુધી વાંચ્યા પછી ઇસ્કોન બ્રીજ તરફ ચા પીવા નિકળ્યા હતા. અક્ષય પહેલેથી જ ત્યાં હતો. ઇસ્કોન બ્રીજ પર થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં ઇજાગ્રસ્તોને મદદ કરવા માટે ત્રણેય મિત્રો પહોંચ્યા હતા અને જેગુઆર કારની અડફટે આવી ગયા હતા. મદદ કરવા ગયેલા ત્રણેય મિત્રોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

રોનક રાજુભાઇ વિહલપરા ભણવામાં હોંશિયાર વિદ્યાર્થી હતો અને ઉચ્ચ અભ્યાસ કરવા માટે અમદાવાદ આવ્યો હતો. અમદાવાદામાં રોનક કમ્પ્યુટર એન્જિનિયરીંગનો અભ્યાસ કરતો હતો. કૃણાલ અને રોનક  PGમાં રહેતા હતા. જ્યારે અક્ષર બે દિવસ પહેલાં જ બોટાદથી અમદાવાદ આવ્યો હતો અને કૃણાલ-રોનક સાથે PGમાં રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ ત્રણેય મિત્રોને કાળ ભરખી ગયો હતો.

About The Author

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.