નશા વિરુદ્ધ સુરતમાં ઐતિહાસિક જનજાગૃતિ અભિયાન

સુરત. નશાના વધતા દૂષણ સામે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સુરતમાં 26મી જાન્યુઆરી, સોમવારના રોજ એક ઐતિહાસિક જનજાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ‘યુથ નેશન’ સંસ્થાનાદ્વારા ગણતંત્ર દિવસના અવસરે યોજાયેલા આ મેગા ડ્રગ અવેરનેસ કાર્નિવલમાં હજારો નાગરિકોની હાજરી વચ્ચે નશા વિરુદ્ધ મજબૂત સંદેશ આપવામાં આવ્યો.

ઉધના-મગદલ્લા રોડ પર પ્રાઇમ શોપર્સથી વાય જંકશન સુધી આશરે એક કિમી લાંબી માર્ચ યોજાઈ હતી. સમગ્ર માર્ગ પર ૨૨ અલગ-અલગ સ્ટેજ તૈયાર કરાયા હતા, જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો, નાટકો, સંગીત, નૃત્ય અને ડ્રગ્સ વિરોધી સંદેશ આપતી પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી. નશાની લતમાંથી બહાર આવેલા યુવાઓએ પોતાના અનુભવો રજૂ કરી લોકોને જાગૃત કર્યા.

- સુરત પોલીસની ભવ્ય પરેડ બની આકર્ષણ

સુરત પોલીસ ના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સુરત પોલીસની ભવ્ય પરેડ રહી. આશરે ૫૦૦થી વધુ પોલીસકર્મીઓએ પરેડમાં ભાગ લીધો હતો. પરેડને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સલામી આપી હતી. આ દરમિયાન મેયર, પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, ફોરેસ્ટ IPS અધિકારી, સાંસદ, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ, સામાજિક સંસ્થાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- વિશાળ તિરંગો, સ્ટંટ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

કાર્યક્રમના અંતે ૫૪ લોકો દ્વારા વિશાળ તિરંગો ફરકાવવામાં આવ્યો, જે દ્રશ્ય દેશભક્તિના ભાવોથી ભરપૂર હતું. સાથે સાથે ૨૦×૨૦ ફૂટની ‘Say No to Drugs’ થીમ પર આધારિત રંગોળી, દાંતથી ૬ કાર ખેંચવાનો સ્ટંટ, શેરી નાટકો અને સાંસ્કૃતિક રજૂઆતો એ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો  જયારે શહેરની યુવાન મહિલા પાયલટ જાણીતા કલાકાર ફ્રેડી દરુવાલા, જય થાડેશ્વર વગેરેની  વિશેષ હાજરી રહી હતી.   

- શહેરના પ્રતિષ્ઠિત લોકો જોડાયા

‘યુથ નેશન’ના એડવાઇઝરી બોર્ડમાં કે.પી. ગ્રુપના ફારૂક પટેલ, સુરાણા ગ્રુપના સંજય સુરાણા, ફોસ્ટા ચેરમેન કૈલાશ હાકિમ, જૈનમ બ્રોકરેજના મિલન પારેખ, સીએ પ્રદીપ સિંઘવી સહિત અનેક પ્રતિષ્ઠિત લોકો જોડાયા છે. પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહ અને યુવા માર્ગદર્શક ગૌરવ ધારિવાલ પણ માર્ગદર્શન આપી રહ્યા છે. સુરત યુનિટના અધ્યક્ષ ધ્રુવ મરેડિયાની ટીમે આયોજનને સફળ બનાવ્યું.

“ડ્રગ્સ સામેની લડાઈમાં સૌએ સાથે આવવું પડશે” : હર્ષ સંઘવી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, “યુથ નેશન છેલ્લા ૧૨ વર્ષથી ગણતંત્ર દિવસના રોજ ડ્રગ્સ વિરોધી જાગૃતિ માટે જે પ્રયાસ કરી રહી છે તે પ્રશંસનીય છે. આવા અભિયાનના કારણે અનેક યુવાનો નશાની લતમાંથી બહાર આવ્યા છે. માત્ર એક દિવસ નહીં, પરંતુ વર્ષભર આવા કાર્યક્રમો થવા જોઈએ. સુરત અને ગુજરાત પોલીસ ડ્રગ્સ નેટવર્ક નાબૂદ કરવા સતત કામગીરી કરી રહી છે અને તેમાં સમાજનો સહયોગ અત્યંત જરૂરી છે.”

“આ કાર્યક્રમ નહીં, એક જનઆંદોલન છે” : વિકાસ દોશી

યુથ નેશનના સ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે, “અમે છેલ્લા ૧૨ વર્ષથી સતત ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવી રહ્યા છીએ. ૨૬ જાન્યુઆરીએ યોજાતો આ કાર્યક્રમ માત્ર ઇવેન્ટ નથી, પરંતુ એક આંદોલન છે. આજે સુરત પોલીસની પરેડ, ૨૨ સ્ટેજ પર કાર્યક્રમો અને હજારો લોકોની હાજરીએ અમારો ઉત્સાહ વધાર્યો છે. નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનથી અમે આ અભિયાનને વધુ વિસ્તૃત કરીશું.” તેમણે અંતમાં સંદેશ આપતા કહ્યું હતું કે ‘અત્યારે નહીં તો ક્યારે? આપણે નહીં તો કોણ?

About The Author

Related Posts

Top News

અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

ભારતીય સંગીત જગતમાંથી એવા સમાચાર આવ્યા છે જેણે લાખો ફેન્સના દિલ તોડી નાખ્યા છે. પોતાના અવાજથી બધાને મોહિત કરનારા ગાયક...
Entertainment 
અરિજીત સિંહે પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિ લીધી, હવે ફિલ્મો માટે નહીં ગાય

કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

મંગળવારે વહેલી સવારે વડોદરા પોલીસે નશામાં અને બેદરકારીથી વાહન ચલાવવાના આરોપમાં પૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનની ધરપકડ કરી હતી. પોલીસના...
Gujarat 
કોણ છે ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિન, જેણે નશામાં 3 કાર ઉડાવી? આવો રહ્યો છે રેકોર્ડ

સાયબર અવેરનેસ કાર્યક્રમમાં 5 પુસ્તકોનું વિમોચન

સુરત | ગુજરાત: સાઇબર ગુનાઓ અંગે સમાજમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે CAWACH Kendra, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તથા SPB English...
Gujarat 
 સાયબર અવેરનેસ કાર્યક્રમમાં 5 પુસ્તકોનું વિમોચન

નશા વિરુદ્ધ સુરતમાં ઐતિહાસિક જનજાગૃતિ અભિયાન

સુરત. નશાના વધતા દૂષણ સામે યુવાનોમાં જાગૃતિ લાવવા માટે સુરતમાં 26મી જાન્યુઆરી, સોમવારના રોજ એક ઐતિહાસિક જનજાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન...
Gujarat 
નશા વિરુદ્ધ સુરતમાં ઐતિહાસિક જનજાગૃતિ અભિયાન

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.