સુરતના 16 વર્ષના છોકરાને લગ્નની લાલચ આપી 21 વર્ષની છોકરીએ સેક્સ કર્યો પછી...

ગુજરાતના સુરતમાં એક વ્યક્તિએ ચાઈલ્ડ વેલફેર કમિટી (CWC)માં ફરિયાદ નોંધાવી છે જેમાં એક મહિલા વિરુદ્ધ રેપ કેસ નોંધવાની માંગણી કરવામાં આવી છે. ફરિયાદીનું કહેવું છે કે, જ્યારે તે 16 વર્ષનો હતો ત્યારે તેના કરતા 5 વર્ષ મોટી છોકરીએ તેને લલચાવીને હોટલમાં લઈ જઈ તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. પીડિતનું કહેવું છે કે, તે છોકરી હું પુખ્ત થઈ જાવ ત્યારે લગ્ન કરવાની વાત કરી હતી, તેણે તેની સાથે પૈસાની પણ છેતરપિંડી કરી હતી. હવે તે છોકરીએ બીજા કોઈની સાથે લગ્ન કરી લીધા છે.

હવે 22 વર્ષીના થઇ ગયેલા યુવકે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) હેઠળ કેસ નોંધવાની માંગ કરી છે. ફરિયાદ મળ્યા પછી, CWCએ પોલીસને કેસની વિગતો એકત્રિત કરવા કહ્યું છે. પીડિતનું કહેવું છે કે તેણે પોલીસને ફરિયાદ પણ કરી હતી, પરંતુ ત્યારે FIR નોંધવામાં આવી નહોતી, ત્યાર પછી તેણે CWCનો સંપર્ક કર્યો હતો.

એક મોટી ફર્નિચર કંપનીમાં ડિઝાઈનર કારપેન્ટર તરીકે કામ કરતા વ્યક્તિએ કહ્યું કે, આરોપી મહિલા તેના કરતા પાંચ વર્ષ મોટી છે. હું તેને પહેલીવાર ડિસેમ્બર 2015માં એક સામાજિક કાર્યક્રમમાં મળ્યો હતો. આ પછી તેઓ ઉત્તર ગુજરાતના એક ગામમાં ફેમિલી ફંક્શનમાં પણ મળ્યા હતા.

પીડિતે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, મહિલાએ તેનો નંબર લીધો હતો. ત્યાર પછી તેણે સંપર્ક કર્યો અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે તેણે કહ્યું કે તે સગીર છે, ત્યારે મહિલાએ કથિત રીતે કહ્યું કે, તે તેના પુખ્ત બનવાની રાહ જોશે. આ પછી બંને મળવા લાગ્યા. ફરિયાદીના વકીલ અરવિંદ કુંતે કહ્યું, 'મહિલા હોટલ બુકિંગ કરતી હતી અને પછી સગીર સાથે શારીરિક સંબંધો બાંધતી હતી. આ પછી તેણે નર્સિંગ કોર્સ માટે પૈસાની માંગણી કરી. તેણે સરકારી નોકરી માટે 5 લાખ રૂપિયા લીધા હતા.' પુરુષનું કહેવું છે કે, મહિલાએ છ મહિના પહેલા બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા હતા અને તેણે ખુલાસો કર્યો હતો કે તેને કાવતરાના ભાગરૂપે તેણે છેતરવામાં આવ્યો હતો. CWCના ઈન્ચાર્જ અધ્યક્ષ પરેશ કાકડિયાએ જણાવ્યું હતું કે, તેઓએ પોલીસ પાસેથી વધુ વિગતોની માંગણી કરી છે.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.