- Gujarat
- વંધત્વ સંબંધિત ક્લેઇમ કંપનીએ નકાર્યો, કોર્ટે 9 ટકા વ્યાજ સાથે અપાવ્યો
વંધત્વ સંબંધિત ક્લેઇમ કંપનીએ નકાર્યો, કોર્ટે 9 ટકા વ્યાજ સાથે અપાવ્યો
તાજેતરના એક મહત્ત્વના કેસમાં મહિલા વીમેદારે ગર્ભાશયમાં ગાંઠ અંગે કરાવેલ Laparoscopic Myomectomy તરીકે ઓળખાતું ઓપરેશન સંબંધિત ઇન્સ્યોરન્સ ક્લેઇમ સર્જકિલ ટ્રીટમેન્ટ વંધત્વ સંબંધિત હોવાનું જણાવી કલેઇમ નકારવામાં વીમા કંપનીના પક્ષે સેવામાં ખામી થઈ હોવાનું ઠરાવી સુરત જિલ્લા ગ્રાહક કમિશન (એડિશનલ) ના પ્રમુખ ન્યાયાધીશ કે.જે.દર્શોદી અને સભ્ય પૂર્વી જોષીએ કરેલ હુકમમાં ફરિયાદી વિમેદારને કલેઇમના રૂપિયા 78,877 વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત તેમજ વળતર/ખર્ચ સહિત ચૂકવી આપવાનો વીમા કંપનીને આદેશ આપ્યો છે.
કેસની વિગત મુજબ દિપકકુમાર પટેલ (નામ બદલ્યું છે.) તથા તેમના પત્ની દિપાબેન પટેલ(નામ બદલ્યું છે.) એ પ્રાચી અર્પિત દેસાઈ અને ઈશાન શ્રેયસ દેસાઈ મારફત ધી ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ ડું. લિ. (સામાવાળા) વિરુધ્ધ કરેલી ફરિયાદની વિગત એવી છે કે, ફરિયાદીએ પોતાનો તેમજ પત્નીનો New India Floater Mediclaim તરીકે ઓળખાતો વીમો વીમાકંપની પાસેથી લીધેલો. વીમો અમલમાં હતો તે દરમ્યાન ફરિયાદીને પેટમાં દુઃખાવો જેવી તકલીફો જણાતા શહેરઃ સુરત મુકામે આવેલ હોસ્પિટલ ખાતે જરૂરી ટેસ્ટસ કરાવેલા. જેના રીપોર્ટના આધારે ફરિયાદીને ઓપરેશન કરાવવાની સલાહ આપેલ. જેથી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવેલ. અને જરૂરી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવેલ. ત્યારબાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલ. કુલ ખર્ચ રૂા. 78,877 થયેલો. જેથી ફરિયાદીઓએ વીમાકંપની સમક્ષ ક્લેઇમ કરેલો હતો.
વીમા કંપનીના ટી.પી.એ દ્વારા ફરિયાદીનો ક્લેઇમ સહિ વગરના પત્રથી નામંજુર કરેલ. વીમા કંપનીએ ફરિયાદીનો કલેમ ન ચૂકવેલ. જેથી ફરિયાદીઓએ ગ્રાહક કમિશનમાં ફરિયાદ દાખલ કરાવેલ હતી.
ફરિયાદી તરફે એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ/ઇશાન દેસાઈનાએ દલીલો કરી હતી. સુરત જિલ્લા ગ્રાહક કમિશન (એડીશનલ) ના પ્રમુખ ન્યાયાધીશ કે.જે.દસોંદી અને સભ્ય પુવી જોષીએ હુકમમાં જણાવ્યું હતું કે, વીમા કંપનીએ ખોટા કારણસર ફરિયાદીનો કલેઇમ નામંજુર કરી સેવામાં કસુર કરેલ છે. તેવું ઠરાવી કલેમની રકમ રૂા. 78,877/- વાર્ષિક 9 % લેખેના સાદા વ્યાજ સહિત તથા વળતર+ખર્ચ માટે બીજા રૂા. 5,૦૦૦/- સહિત ફરિયાદીને ચૂકવી આપવા વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.

