- Gujarat
- દોઢ કરોડની લોટરીની લાલચમાં દાહોદની મહિલાએ ગુમાવ્યા 17 લાખ રૂપિયા
દોઢ કરોડની લોટરીની લાલચમાં દાહોદની મહિલાએ ગુમાવ્યા 17 લાખ રૂપિયા
'લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે' આ કહેવત ફરી એકવાર સાચી સાબિત થઈ છે. લોટરીની લાલચમાં એક મહિલાએ 17 લાખ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. આવી જ એક ઘટના દાહોદમાં બની છે. દાહોદ જિલ્લાની રહેવાસી 36 વર્ષીય મહિલાએ દોઢ કરોડ રૂપિયાની લોટરીની લાલચમાં 17 લાખ રૂપિયા ગુમાવી દીધા. આ બાબતને લઈને પીડિતા મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાના વોટ્સએપ પર એક કરોડ ચાલીસ લાખ રૂપિયાની લોટરી નીકળવાના મેસેજ આવી રહ્યા હતા.

મહિલાએ જ્યારે તેના પર ક્લિક કર્યું તો સ્કેમર્સે તેને ફસાવી લીધી. ત્યારબાદ અલગ તારીખોમાં અલગ અલગ ખાતાઓમાં કુલ 17 લાખ રૂપિયા ઓનલાઇન હડપી લીધા. મહિલાને જ્યારે છેતરપિંડીનો અનુભવ થયો તો ઇમરજન્સીમાં પોલીસ પાસે જઈને ફરિયાદ નોંધાવી. દાહોદ બુરહાની સોસાયટીના શિરીન અપાર્ટમેન્ટમાં રહેનારી 36 વર્ષીય રશિદાબેન હુસેનભાઈ મન્સૂરભાઈના મોબાઈલ પર અલગ અલગ નંબરો પરથી વૉટ્સએપ મેસેજ આવી રહ્યા હતા.
તેમાં બાઉચર નંબર અને એ નંબરને સિલેક્ટ કરવા કહેવામાં આવ્યું હતું. નંબરનું સિલેક્શન કર્યા બાદ રશિદાબેનને ગિફ્ટના રૂપમાં એક ડાયમંડ સેટ, એક સોનાનો સેટ, એક આઇફોન અને એક પાઉન્ડ આપવાની વાત કહી. તેની સાથે જ એક કરોડ 40 લાખ રૂપિયાની લોટરી જીતવાની વાત પણ કહી. સ્કેમર્સ રૂપિયા ટ્રાન્સફર કરવા કહી રહ્યા હતા. રશિદાબેન સ્કેમર્સની વાતોમાં આવી ગઈ. સ્કેમર્સે ધીરે ધીરે રશિદાબેન પાસેથી અલગ અલગ ખાતાઓમાં લગભગ 17 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા.

ત્યારબાદ પણ જ્યારે કોઈ ગિફ્ટ અને લોટરીની રકમ ન મળી તો રશિદાબેનને છેતરપિંડીની જાણકારી મળી. છેતરપિંડી બાદ સ્કેમર્સે રશિદાબેનના વૉટ્સએપ પર મોકલેલા બધા મેસેજ ડીલિટ કરી દીધા. ઓનલાઇન છેતરપિંડીના શિકાર રશિદાબેન હુસેનભાઈ મન્સૂરભાઈ મુલ્લામિથાએ દાહોદ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલિસે આ કેસમાં ઈપિકો કલમ 406, 420, 384 તેમજ IT એક્ટ કલમ 66(C) અને 66 (D) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

