કેનેડિયન વીઝાના નામે ભાઈ-ભત્રીજાએ મળીને 2.7 કરોડ લૂંટ્યા; ગુજરાતમાં આ રીતે થઈ છેતરપિંડી

ગુજરાતના વડોદરામાં વિઝા કૌભાંડનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક વ્યક્તિ પાસેથી 2.7 કરોડ રૂપિયા પડાવવામાં આવ્યા છે. દર્શન પટેલ નામના આ વ્યક્તિએ આરોપ લગાવ્યો કે, તેણે તેના ભત્રીજાને અલગ અલગ પ્રકારે પૈસા ચૂકવવા પડ્યા, પહેલા વિઝિટર વિઝાના બહાને, પછી વર્ક પરમિટ માટે અને પછી બિઝનેસ વિઝા માટે. આ રીતે ભત્રીજા અને પિતરાઈ ભાઈએ મળીને આટલી મોટી છેતરપિંડી કરી હતી.

એવો પણ દાવો કરવામાં આવે છે કે, તેમને વર્ક પરમિટનો નકલી પત્ર અને એક એર ટિકિટ આપવામાં આવી હતી, જેથી કરીને એમને એવો વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે, તેમનો ભત્રીજો તેમના માટે વિઝા મેળવવાની દિશામાં કામ કરી રહ્યો છે. પોલીસને આપેલી પોતાની ફરિયાદમાં દર્શને જણાવ્યું હતું કે, તે 2009થી સ્ટુડન્ટ વિઝા પર લંડનમાં રહેતો હતો અને 2014માં તેના વિઝાની મુદત પૂરી થયા પછી તે વડોદરા પાછો ફર્યો હતો.

Visa Fraud
https://indiatoday.in

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કોવિડ-19 રોગચાળા પછી, દર્શન તેની પિતરાઈ બહેન દિવ્યાંગી પટેલને મળ્યો, જેણે તેને કહ્યું કે તેનો પુત્ર ધ્રુવ તેને કેનેડિયન વિઝિટર વિઝા મેળવવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે તેમને ખાતરી આપવામાં આવી હતી કે ધ્રુવ, જે પહેલાથી જ કેનેડામાં સ્થાયી થયો છે, તેને ત્યાં નોકરી મેળવવામાં પણ મદદ કરશે.

આ પછી, ધ્રુવે પહેલા વિઝિટર વિઝા માટે પૈસા લીધા, પરંતુ પછી તેણે વધુ પૈસા માંગ્યા કારણ કે તેણે કહ્યું કે, દર્શન માટે વર્ક પરમિટ મેળવવા માટે તે જરૂરી છે. ત્યારપછી ધ્રુવે તેના કાકાને નકલી વર્ક પરમિટ લેટર અને એર ટિકિટ મોકલી. જોકે, ધ્રુવે દર્શન પાસે વધુ પૈસા માંગ્યા અને કહ્યું કે વર્ક પરમિટ મેળવવામાં સમસ્યાઓ હોવાથી તેને બિઝનેસ વિઝા પર આવવું પડશે, તેથી દર્શન આશ્ચર્યચકિત થઈ ગયો.

બીજી એર ટિકિટ અને વિઝા કોપી મોકલ્યા પછી, દર્શને એરલાઇનમાં પૂછપરછ કરી અને જાણવા મળ્યું કે ટિકિટ નકલી હતી. છેતરપિંડી થઈ હોવાનું સમજીને તેણે પોતાના પૈસા પાછા માંગ્યા, પરંતુ ધ્રુવે જવાબ આપવાનું બંધ કરી દીધું. જૂન 2024માં પિતાના અવસાન પછી ધ્રુવ વડોદરા પાછો ફર્યો હતો, ત્યારે દર્શને તેની સાથે વાત કરી હતી. જોકે, ધ્રુવે દાવો કર્યો હતો કે, તેની પાસે તેના કાકાને ચૂકવવા માટે પૈસા નથી.

Visa Fraud 3
https://livehindustan.com

ધ્રુવ પાછળથી તેનું વડોદરાનું ઘર તેના કાકાના નામે ટ્રાન્સફર કરવા સંમત થયો, જેથી તે બાકી રકમ ચૂકવી શકે. જોકે, આઠ મહિના રાહ જોવડાવ્યા છતાં પણ દર્શનને પૈસા ન મળ્યા ત્યારે તેણે આખરે પોલીસનો સંપર્ક કર્યો અને તેના પિતરાઈ ભાઈ અને ભત્રીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

તેમની ફરિયાદના આધારે, વડોદરા પોલીસે દિવ્યાંગી પટેલ અને ધ્રુવ પટેલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 316 (2) (ગુનાહિત વિશ્વાસ ભંગ), 318 (4) (છેતરપિંડી), 336 (2) (ખોટા દસ્તાવેજો બનાવવા), 336 (3) (પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે બનાવટ કરવી) અને 338 (કિંમતી દસ્તાવેજોની બનાવટ કરવી) હેઠળ કેસ નોંધ્યો હતો.

About The Author

Related Posts

Top News

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.