- Gujarat
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી નીકળી, પગાર 49600; જાણો વિગત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી નીકળી, પગાર 49600; જાણો વિગત
જો તમે પણ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોવ અને ગુજરાત સરકારમાં સારા પગારની અને કાયમી નોકરીનું સપનું જોતા હોવ તો તમારા માટે ગૂડ ન્યૂઝ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)ની ભરતી 2025 સામે આવી છે. GSSSB દ્વારા ગૃહ વિભાગ હસ્તકના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી હસ્તકના સીનિયર એક્સપર્ટ ક્લાસ-3ની એક જગ્યા ભરવા માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ખાલી જગ્યા ભરવા માટે લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ ઈચ્છુક ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ આર્ટિકલમાં અમે GSSSB ભરતી અંતર્ગત સીનિયર એક્સપર્ટ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્ત્વની વિગત આપવાના છીએ.

ગૃહ વિભાગ હસ્તકના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી હસ્તકના સીનિયર એક્સપર્ટ ક્લાસ-3ની એક જગ્યા ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. ફોર્મ ભરવાની છેલી તારીખ 13 ઓક્ટોબર 2025 છે. આ પદ માટે ઇચ્છુક ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ પર જઈને અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, GSSSB દ્વારા ગૃહ વિભાગ હસ્તકના નિયામક, ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી હસ્તકના સીનિયર એક્સપર્ટ વર્ગ-3ની એક જગ્યા ભરવા માટે બિન અનામન કેટેગરીના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

ભરતી માટે શૈક્ષણિક લાયકાત
GSSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનમાં અનુસ્નાતક ડિગ્રી અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત આવી જ લાયકાત ધરાવતો હોવો જોઈએ. ઉમેદવાર પાસે કમ્પ્યુટરના ઉપયોગનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ ઉમેદવારને હિન્દી અને ગુજરાતી ભાષાનું પુરતું જ્ઞાન હોવું જોઈએ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી માટે વય મર્યાદા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત સીનિયર એક્સપર્ટ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
સીનિયર એક્સપર્ટ, ક્લાસ-3ની આ પદ ઉપર પસંદગી પામેલા ઉમેદવારને પહેલા 5 વર્ષ 49,600 રૂપિયા દર માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે. ત્યારબાદ 5 વર્ષ સંતોષકારક કામગીરી જણાય તો સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના 39,900 રૂપિયાથી 1,26,600 રૂપિયા (લેવલ-7) પ્રમાણે કાયમી નિમણૂંક મેળવવાને પાત્ર રહેશે.

