- Gujarat
- 60 બેઠકો પર રાજપુત સમાજ હુકમનો એક્કો બની શકે
60 બેઠકો પર રાજપુત સમાજ હુકમનો એક્કો બની શકે
ગુજરાતમાં રાજપુતો કેસરીયા કરીને જંગે ચઠ્યા છે. પદ્માવતી ફિલ્મ, ભાવનગરમાં ભાજપના પ્રમુખ સામે વિરોધ, પરેશ રાવલે કરેલાં ઉચ્ચારો એમ ત્રણ મુદ્દા સાથે તેઓ ભાજપ સામે જંગે ચઢેલા છે. તેમાં બે મુદ્દા અંગે તો તેમણે વિજય મેળવી લીધો છે. તેઓ સરકાર દ્વારા થયેલા અન્યાય અંગે હજુ પણ જંગ લડી રહ્યાં છે. જેમાં ગુજરાતની 182 બેઠક માંથી 60 જેટલી વિધાનસભાની બેઠકો એવી છે કે જે દરબાર જ્ઞાતિ પ્રભાવ પાડી શકે તેમ છે.

12 બેઠક પર રાજપુત જીતી શકે તેમ છે અને 20 બેઠક કોઈ પણ ઉમેદવારને હરાવી શકે તેમ છે. આમ જો રાજપુત સમાજ કોઈ પક્ષ સામે પડી જાય તો તેમને આરામથી સરકાર બનતી રોકી શકે તેવી ક્ષમતા તેમની પાસે છે.

કઈ બેઠક પર કેટલાં રાજપુતો દે દરબાર છે તે અંગેની વિગતો સમાજની તાકાત બતાવે છે. આ તાકાતનો તેઓ અમલ મત દ્વારા કરીને ભાજપને પરાસ્ત કરવા નિકળ્યા છે. પહેલાં તલવારથી લડતાં હતા હવે મત દ્વારા લડી રહ્યાં છે. અહીં જે તે વિધાનસભા બેઠકની 2012ના દરબાર મતદારોની વિગતો આપવામાં આવી છે. જે આ વિધાનસભામાં 10થી 15 ટકા વધારો કે ઘટાડો હોઈ શકે છે.


