ગ્રીનમેન વિરલ દેસાઈનું પુસ્તક 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ'નું વિમોચન

પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ દ્વારા લખાયેલા પુસ્તક 'આર્કિટેક્ટ ઑફ અમૃતપથ'નું સુરતના પોલીસ કમિશનર અજય તોમર તેમજ જાણીતા લેખક જય વસાવડા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં વિરલ દેસાઈ દ્વારા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા બે ટર્મમાં કરવામાં આવેલા પર્યાવરણીય કાર્યો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. પુસ્તક અંગ્રેજી અને ગુજરાતી એમ બે ભાષાઓમાં એકસાથે લોન્ચ કરવામાં આવ્યું હતું.

પોતાના પુસ્તક વિશે વિરલ દેસાઈએ કહે છે કે, 'આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પાછલા દસ વર્ષોમાં આંતરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરે એવા પર્યાવરણીય કાર્યો કર્યા છે. તેમણે મિશન લાઈફથી લઈ નમામિ ગંગે તેમજ સ્વચ્છ ભારત જેવી અનેક ચળવળો લોન્ચ કરી છે. તો ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં પણ તેમણે અત્યંત મહત્ત્વની સફળતાઓ પ્રાપ્ત કરી છે. એક પર્યાવરણ પ્રેમી તરીકે મને આ તમામ કાર્યો અત્યંત પ્રભાવક લાગ્યા છે, જે કાર્યો વિશે દેશનો દરેક નાગરિક જાણે એ મહત્ત્વનું છે. એટલા માટે જ અત્યંત સરળ ભાષામાં, લોકો સમજી શકે એ રીતે મેં આ પુસ્તક તૈયાર કર્યું છે.

જાણીતા લેખક જય વસાવડાએ આ પ્રસંગે કહ્યું છે કે 'એક ગુજરાતીએ કરેલા પર્યાવરણીય કાર્યો વિશે બીજા ગુજરાતી પુસ્તક લખે એ આપણે મન એક ઉત્સવ જેવી વાત છે. વિરલ દેસાઈએ સતત પર્યાવરણીય કાર્યો કર્યા છે. આ પુસ્તક તેમની પર્યાવરણીય યાત્રામાં એક મહત્ત્વનો પડાવ છે.' આ પુસ્તક જાણીતી પ્રકાશન સંસ્થા આર. આર. શેઠ દ્વારા પ્રકાશિત થયું છે. વિરલ દેસાઈએ વધુમાં જણાવ્યું છે કે આગામી સમયમાં તેઓ દેશભરમાં આ પુસ્તકને લઈને ટૂર કરશે અને અને અનેક રાજ્યોમાં વડાપ્રધાનના પર્યાવરણીય કાર્યો વિશે જાગૃતિ આણશે.

About The Author

Related Posts

Top News

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.