- Gujarat
- સુરતમાં દેવું થઈ જતા યુવક 4 કરોડમાં કિડની વેચવા ગયો, 14 લાખ કરતા વધુ ગુમાવ્યા
સુરતમાં દેવું થઈ જતા યુવક 4 કરોડમાં કિડની વેચવા ગયો, 14 લાખ કરતા વધુ ગુમાવ્યા
છેતરપિંડીની ઘટનાઓ અવાર નવાર સામે આવે છે. ત્યારે એક છેતરપિંડીની અજીબ ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા એક યુવકને દેવું થઈ ગયું હોવાના કારણે તેને પોતાની કિડની વેચવાનું નક્કી કર્યું હતું અને તેને ચાર કરોડમાં કિડની વેચવાની લાલચ ભારે પડી અને 14 લાખ કરતાં વધુ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. ત્યાર બાદ યુવકે આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી કરનાર આફ્રિકન આરોપીને બેંગ્લોરથી જ પકડી લીધો હતો.
રિપોર્ટ અનુસાર સુરતમાં અરબાજ રાણા નામનો 25 વર્ષનો યુવક નાનપુરા વિસ્તારમાં રહેતો હતો અને તે કાર લે-વેચનું કામ કરતો હતો. લોકડાઉનમાં તેનો ધંધો બરાબર ચાલતો ન હતો અને આ જ કારણે તે દેવાના ડુંગર તળે દબાઈ ગયો હતો .જોકે તે દેવાના ડૂબેલો હોવાના કારણે તેને સતત નકારાત્મક વિચારો આવતા હતા. એટલે તેને દેવામાંથી બહાર આવવા માટે પોતાની કિડનીનું વેચાણ કરવાનો વિચાર કર્યો. તેને ગૂગલ પર સેલ કિડની એવું સર્ચ કરતા એક વેબસાઈટ ઓપન થઇ હતી અને તેને કિડની લેનાર ડૉક્ટર શિલ્પા કુમાર નામના વ્યક્તિનો મોબાઇલ નંબર મળ્યો હતો.
આ ઉપરાંત અને વધુમાં જાણવા મળ્યું હતું કે આ નંબર બેંગ્લોરની મનીપાલ હોસ્પિટલ નામથી રજીસ્ટર થયેલો છે અને હોસ્પિટલના ફોટા પણ આ વેબસાઇટમાં નાખવામાં આવેલા છે. જેથી અરબાઝે આ નંબર પર ફોન કર્યો હતો. ત્યારે પહેલા તો તેનો ફોન રીસીવ કરીને કટ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ સામેથી એક વોટ્સએપ કોલ અરબાઝને આવ્યો હતો.

આ વોટ્સએપ કોલમાં આરબાજને કહેવામાં આવ્યું હતું કે તેમને પોતાની કિડની વેચવાનું રજીસ્ટ્રેશન કરવા માટે રજિસ્ટ્રેશન ફી આપવી પડશે. તેથી અરબાઝે 9999 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા અને ત્યારબાદ તેને કિડની ફેડરેશનનું સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ અરબાઝને તેને કિડની ચાર કરોડ રૂપિયામાં વેચાણ થશે તેવું જણાવવામાં આવ્યું હતું અને કિડની વેચાણના બે કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે 35,500 રૂપિયા ઓનલાઇન જમા કરાવવા પડશે તેવુ ડૉક્ટર શિલ્પાએ જણાવ્યું હતું.
ત્યારબાદ અરબાઝને એક મેઈલ આવ્યો હતો અને આ મેલ મોકલનાર વ્યક્તિ એ પોતાની ઓળખ રુચિર સોનકર તરીકેની આપી હતી અને કહ્યું હતું કે તે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયામાં રિઝનલ મેનેજરનું કામ કરે છે. તેથી રુચિરે અરબાઝનો વિશ્વાસ મેળવી લીધો હતો અને ત્યારબાદ ઇન્કમટેક્સ સહિતની અલગ અલગ ફીના નામે અરબાજ પાસેથી 14.78 લાખ રૂપિયા ઓનલાઇન પડાવી લેવામાં આવ્યા હતા. 14.78લાખ રૂપિયા આપ્યા હોવા છતાં પણ અરબાઝના ખાતામાં કિડની માટેના બે કરોડ રૂપિયા આવ્યા ન હતા તેથી તેના સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
સાયબર ક્રાઇમે અરબાઝની ફરિયાદ લઇને સમગ્ર મામલે ગુનો નોંધીને આ પ્રકારની વેબસાઇટ બનાવનાર આરોપીને શોધી કાઢ્યો હતો અને આરોપી મૂળ વેસ્ટ આફ્રિકાનો છે અને તે બેંગ્લોરથી પકડાયો હતો અને તેનું નામ ટોટી ડાગો ગ્રેજ્યોર આગેસ્ટીન છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આ આફ્રિકન આરોપીએ 4 કરોડ રૂપિયામાં કિડની મળશે તેવી અલગ-અલગ 40થી 50 હોસ્પિટલોના નામની વેબસાઈટ બનાવી હતી. આ ફેક વેબસાઈટમાં મનીપાલ હોસ્પિટલ, ટાટા મેમોરિયલ હોસ્પિટલ,, ગાર્ડન સીટી હોસ્પિટલ, ફોર્ટિસ હૉસ્પિટલ, મેક્સ સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલ, એપોલો હોસ્પિટલ નામની હોસ્પિટલોનો સમાવેશ થતો હતો.
આ ઉપરાંત પોલીસને તપાસમાં એવું પણ સામે આવ્યો હતો કે, આરોપી UK, કેનેડા, USA જેવા દેશોમાં નોકરી આપવાના બહાને લોકોને જોબ ઓફર કરી અલગ અલગ કંપનીઓ જેવી કે, એરક્રાફ્ટ, એગ્રીકલ્ચર જોબ, ગેસ કંપની, કન્ટ્રકશન, કુરિયર કંપની વગેરે નામની એક વેબસાઇટ પણ બનાવી હતી.
આ બાબતે સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે, સુરતના ચકચારી કિડની વેચવા નીકળેલા યુવક પાસેથી 14.78 લાખ રૂપિયા પડાવી લેવાના કિસ્સામાં એક વેબસાઇટ બનાવનાર મુખ્ય આરોપીની બેંગ્લોરથી ધરપકડ કરવામાં આવી છે. આપ પ્રકરણમાં આ કેટલા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે બેન્ક એકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરતા તેમાંથી રૂપિયા 1,31,19,125ના વ્યવહાર થયા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અલગ અલગ બેંકોના કુલ છ એકાઉન્ટમાં 3,14,78,400 રૂપિયા જમા થયા હોવાનું પણ સામે આવ્યું છે.

