સુરતમાં નકલી નોટ બનાવવાનું રેકેટ ઝડપાયું, 3 ઠગો અસલી નોટોના 2-3 ગણા કરી આપવાની લાલચ આપતા અને પછી કાગળોની થપ્પી પકડાવી દેતા

સુરતમાં ઠગાઈની એક ચોંકાવનારી અને નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, જેમાં આ ટોળકી અસલી નોટોના 2-3 ગણા કરી આપવાની લાલચ પણ આપતી હતી. ત્યારબાદ આ ઠગ ટોળકી અસલી રૂપિયાના બદલે કાગળની થપ્પીઓ પધરાવી દેતી હતી અને લોકો પાસે રહેલી પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી 1 કરોડની કિંમતની નકલી નોટો (કાગળની થપ્પીઓ) જપ્ત કરવામાં આવી છે.

આ ઉપરાંત, આરોપીઓ પાસેથી પોટેશિયમ પરમેંગેનેટનું સોલ્યુશન અને અન્ય કેમિકલ્સ પણ મળી આવ્યા છે, જેનો ઉપયોગ તેઓ છેતરપિંડીની પ્રક્રિયામાં કરતા હોવાનું મનાય છે. આ ટોળકીએ અગાઉ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 7 લાખની તેમજ અન્ય સ્થળોએ પણ ચીટિંગ કરી હોવાનું સામે આવ્યું છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પાસોદરા વિસ્તારમાં રહેતા અને જમીન દલાલી કરતા રતીલાલ નાથાણીને તેમના મિત્ર મારફતે સંજય દતા અને મુન્નાસિંહ નામના શખ્સોનો સંપર્ક થયો હતો. આ શખ્સોએ પોતાની પાસે સસ્તું સોનું હોવાનું જણાવી રતીલાલને વિશ્વાસમાં લીધો હતો. સોનું છોડાવવાના બહાને આરોપીઓએ સુરત રેલવે સ્ટેશન પાસે ફરિયાદી પાસેથી 3 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

fake-note2

પૈસા પડાવ્યા બાદ આરોપીઓએ વધુ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને રકમ ત્રણ ગણી કરી આપવાની લાલચ આપી હતી. વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ ડાયમંડ નગર ખાડી પાસે એક રીક્ષામાં રતીલાલને અસલી નોટ પર કેમિકલ નાખી, કોરા કાગળ વચ્ચે મૂકી રોલ ફેરવીને નકલી નોટ જેવી જ નોટ તૈયાર કરવાનો ડેમો બતાવ્યો હતો.

આરોપીઓએ ડાયમંડ નગરમાં એક મકાનના ત્રીજા માળે ખાલી હોલમાં નોટો છાપવા માટે ફરિયાદીને બોલાવ્યો હતો. જોકે, આ કામ ગેરકાયદેસર હોવાનું સમજાતા રતીલાલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. લસકાણા પોલીસે સ્થળ પર દરોડો પાડી સંજય પંચકરી દતા (રહે. સલાબતપુરા, મૂળ પશ્ચિમ બંગાળ), મુન્નાસિંહ મહીપાલસિંહ રાજપુત (રહે. પાંડેસરા, મૂળ ઉત્તર પ્રદેશ), સુરેશ ગંગાઘર મુસારે (રહે. અહમદનગર, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી.

આરોપીઓ પાસેથી નોટની સાઈઝના સફેદ કોરા કાગળના બંડલો, પ્રવાહી કેમિકલ ભરેલા કેરબા અને બોટલો, પ્લાસ્ટિકના ટબ, ચપ્પુ, ટેપપટ્ટી અને હાથના ગ્લોઝ, સંજય દતાની પાસેથી રૂ. 500ના દરની શંકાસ્પદ નોટો મળી આવી હતી.

પોલીસ પૂછપરછમાં આરોપીઓની ખતરનાક મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો છે. તેઓ લોકોને નોટ ડબલ કે ત્રણ ગણી કરી આપવાની લાલચ આપતા હતા. પોટેશિયમ પરમેંગેનેટના સોલ્યુશનથી તેઓ નોટને કાળી કરી દેતા હતા. કેમિકલવાળી કાળી નોટ સાફ કરીને અસલી નોટમાં બદલી નાખવાની ‘હાથની સફાઈ’ બતાવી તેઓ લોકોને વિશ્વાસમાં લેતા કે કાગળમાંથી નોટ બની જશે. આરોપીઓ પાસેથી 1 કરોડના મૂલ્યના (500ની નોટના માપના) કોરા કાગળ અને કેમિકલની બોટલો મળી આવી છે.

fake-note

ઝડપાયેલા આરોપીઓ રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તેઓએ અગાઉ ઔરંગાબાદમાં 7 લાખ અને કોલકાતામાં 50 હજારથી 3 લાખ સુધીની અનેક છેતરપિંડી આચરી છે. તેઓ ખાસ સુરતના વેપારીઓને ટાર્ગેટ કરવાના ઈરાદે જ અહીં આવ્યા હતા. આ મુદ્દે લસકાણા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

PI મીનાબા ઝાલાએ જણાવ્યું હતું કે, ‘ફરિયાદીએ આપેલી માહિતી પ્રમાણે પોલીસે રેડ કરી હતી. જ્યાંથી કાગળ અને ત્યાં અલગ-અલગ પ્રકારનું કેમિકલ તેમજ જે આરોપી સંજય ઉર્ફે બંગાળી છે તેના ખિસ્સામાંથી 500ના દરની ત્રણ ફેક કરન્સી મળી આવી હતી. ત્યાંથી અલગ-અલગ કલરની દેખાઈ આવતા એને ફેક કરન્સી ગણી અને જે કોરા કાગળો મળી આવ્યા હતા કે જેની 500ની નોટના છાપમાં આવે અને છાપવામાં આવે તો 1 કરોડ રૂપિયાની કરન્સી 500ની છપાય તે અને આ કેમિકલ કબજે કરવામાં આવ્યું છે.

About The Author

Related Posts

Top News

એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

પશ્ચિમ બંગાળની જેમ, તમિલનાડુમાં પણ નવી સરકારે સત્તા સંભાળી છે, અને શરૂઆતથી જ એક્શન મોડમાં હોય તેવું લાગે...
એક્શનમાં CM વિજય, મંદિર-મસ્જિદ, શાળાઓ અને બસ સ્ટેન્ડ નજીક દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ

વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

તમે કદાચ પહેલાથી જ વોટ્સએપનો ઉપયોગ કરી જ રહ્યા છો. હવે, વોટ્સએપ પ્લસ અજમાવીને જુઓ. અસલી, નકલી વર્ઝન...
Tech and Auto 
વોટ્સએપ પ્લસ થયું લોન્ચ, મળશે વધુ ફીચર્સ, પણ ખિસ્સા હળવા કરવા પડશે

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

વૈશ્વિક ઉર્જા બજારમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે, ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપતા સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની...
National 
ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોક અંગે કેન્દ્ર સરકારે આપી બધી માહિતી

NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગત 3 મે 2026ના રોજ લેવાયેલી NEET (UG) 2026ની પરીક્ષા સત્તાવાર રીતે...
Education 
NEET (UG) પરીક્ષા 24 લાખ વિદ્યાર્થીઓ ફરીથી આપશે; નવી એક્ઝામ અંગે જાણો સંપૂર્ણ વિગતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.