વહુને હેરાન કરી સાસરીયાઓએ દાગીના પચાવી લીધા હવે મહિને 5000 આપવા પડશે

રાજેશ્રી માનામેડે કે જેઓ સુરત ખાતે રહેતા હતા તેમના લગ્ન મહારાષ્ટ્ર ખાતે રહેતા રાજેશ માનામેડે સાથે થયા હતા. (બંને પક્ષકારોના નામ બદલેલ છે) અરજદાર લગ્ન બાદ પતિ સાથે લગ્નજીવન આબાદ કરવા માટે ગયા હતા. પતિ તથા સાસરી પક્ષનાઓએ અરજદાર પત્નીને નાની નાની બાબતે લડાઇ ઝગડો કરતા હતા. સાસરી પક્ષનાઓ લગ્નના ટુંક જ ગાળામાં દહેજની માંગણીઓ શરૂ કરી અરજદાર પત્નીને ત્રાસ આપતા હતા.

પત્ની પિયરે આવી ગયા પણ સાસરી પક્ષનાઓએ અરજદાર પ્રત્યે સામાજીક હિંસા ચાલુ રાખી, અરજદાર પત્નીના ભરણપોષણ, રહેઠાણની સુવિધાઓ ન કરીને સોના ચાંદીના દાગીનાઓ પચાવી લીધા હતા. જેથી અરજદાર પત્નીએ તેમના વકીલ પ્રીતિ જિજ્ઞેશ જોષી મારફતે ઘરેલું હિંસાનો કેસ દાખલ કરેલો હતો.

જે કેસ ચાલી જતા સમય લાગે તેમ હોય અરજદાર પત્નીએ કોર્ટમાં વચગાળાની અરજી કરેલી, અરજદાર પત્ની તરફે દલીલો કરેલી કે તેઓ ફિલ્મ સીટીમાં પ્રેાડયુસર તરીકે પોતાનું કામ કરે છે અને ફોટોશુટમાં પણ ખાસી એવી આવક મેળવતા આવેલા છે. જે દલીલોને ધ્યાને રાખી કોર્ટે માસિક રૂપિયા 5 હજાર કેસના આખરી નિકાલ સુધી ચુકવી આપવાનો હુકમ કરેલો. અરજદાર તરફે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેશ જોષીએ દલીલો કરી હતી.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.