સુરતના યુવાનોનું પ્રિય કેફે એટલે ડુમસમાં આવેલું નોમેડ્સ! પ્રકૃતિ અને સ્વાદનો અદભૂત સંગમ!

સુરત શહેરની ઓળખ એટલે સ્વાદિષ્ટ ખાણીપીણી અને જીવંત સંસ્કૃતિ. કહેવત છે “સુરતનું જમણ ને કાશીનું મરણ,” અને આ કહેવત સુરતની વાનગીઓની મહિમા ગાય છે. સુરતી લોચો, ખમણ, ઉંધિયું કે પછી ઘારી... આ બધુંજ આપણને એક અલગ જ સ્વાદની દુનિયામાં લઈ જાય છે. પરંતુ આજે સુરતના ખાણીપીણીના નકશામાં એક એવું નામ ઉમેરાયું છે જે યુવાનોનું દિલ જીતી રહ્યું છે એ છે ડુમસ ખાતે આવેલું નોમેડ્સ કેફે.

photo_2025-03-14_08-35-17

જ્યાં પ્રકૃતિના ખોળે આધુનિકતાનો સ્પર્શ થાય:

જ્યારે તમે નોમેડ્સ કેફેના પ્રવેશદ્વારે પહોંચો છો ત્યારે એવું લાગે છે કે તમે શહેરની ભીડભાડથી દૂર, પ્રકૃતિની શાંતિમાં પ્રવેશી રહ્યા છો. ડુમસનું નૈસર્ગિક સૌંદર્ય અને આ કેફેની આધુનિકતામાં સાદગીની ડિઝાઇનનું સંગમ એક અનોખો અનુભવ આપે છે. લીલાછમ વૃક્ષો, ખુલ્લું આકાશ અને સૂર્યના કિરણો વચ્ચે બેસીને તમે જાણે વિદેશના કોઈ લક્ઝરી કેફેમાં હોવાનો અહેસાસ કરો. આ જગ્યા એટલી મોહક છે કે એકવાર અહીં આવ્યા પછી તમારું મન વારંવાર અહીં પાછું ખેંચાય.

photo_2025-03-14_08-35-19

સુરતની સ્વાદની દુનિયામાં એક નવો અધ્યાય: 

નોમેડ્સ કેફે ફક્ત એક જગ્યા જ નથી પણ એક અનુભવ છે જેમાં દરેક વાનગી એક કળાકૃતિ જેવી લાગે છે. અહીંનું ફૂડ એટલું સ્વાદિષ્ટ અને ચીવટપૂર્વક બનાવેલું હોય છે કે તમારું મન અને જીભ બંને ખુશ થઈ જાય. ચાહે તમે સવારની તાજગીભરી કોફીનો આનંદ લેવા માંગતા હો કે પછી બપોરના લંચમાં કંઈક ખાસ ખાવા ઈચ્છતા હો કે પાછી સાંજે પેટભરીને કઈક અવનવું જમવા માંગતા હોવ નોમેડ્સમાં દરેક વાનગીમાં એક અલગ જ સ્વાદ અને ગુણવત્તાનો સમન્વય જોવા મળે છે. પિઝા, પાસ્તા કે ડેઝર્ટ કે પછી થાઈ ફૂડ હોય કે ચાઈનીઝ કે હોય વઘારેલી ખીચડી દરેક વાનગીમાં એવી નવીનતા અને સ્વચ્છતા છે કે તમે ખાતાં ખાતાં ખુશ થઈ જશો.

photo_2025-03-14_08-35-21 (2)

ઉચ્ચ ગુણવત્તાનો ખોરાક અને સ્વચ્છતાનું પ્રતીક: 

નોમેડ્સ કેફેની ખાસિયત એ છે કે અહીં ફૂડની ગુણવત્તા અને સ્વચ્છતા પર કોઈ કચાશ રાખવામાં આવતી થતી. દરેક વાનગી તાજી બનાવવામાં આવે છે અને રસોડામાં સ્વચ્છતાનું એટલું ધ્યાન રાખવામાં આવે છે કે તમે પૂરા વિશ્વાસ સાથે નિશ્ચિંતપણે ખાઈ શકો. આ ગુણવત્તા જ નોમેડ્સને બીજા કેફેથી અલગ પાડે છે. અહીંનો સ્ટાફ પણ એટલો વિવેકી અને મળતાવડો અનુકૂળ છે કે તમને ઘર જેવી હૂંફ અને આવકાર મળે છે. 

photo_2025-03-14_08-35-20

સુરતના યુવાનોનું પ્રિય સ્થળ: 

સુરતના યુવાનો માટે નોમેડ્સ એટલે હવે એક એવું સ્થળ જ્યાં તેઓ મિત્રો સાથે હળવાશથી સમય વિતાવી શકે, ફોટા પાડી શકે અને સુંદર યાદો બનાવી શકે. ખાસ કરીને શ્રીમંત પરિવારોના યુવાનો માટે આ કેફે એક સ્ટેટસ સિમ્બોલ બની ગયું છે. અહીંનું પ્રાકૃતિક અને રચનાત્મક સૌંદર્ય, આરામદાયક બેઠકો અને શાંત વાતાવરણ એવું છે કે તમે કલાકો સુધી બેસવા માંગશો. ઈન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરવા હોય કે મિત્રો સાથે ગપ્પાં મારવા હોય નોમેડ્સ દરેક માટે પરફેક્ટ છે.

photo_2025-03-14_08-35-21

સુરતમાં વારંવાર જવાનું મન થાય તેવી જગ્યા: 

એકવાર તમે નોમેડ્સની મુલાકાત લેશો તો તમને અહીં વારંવાર આવવાનું મન થશે. અહીંનું વાતાવરણ એટલું સકારાત્મક અને આનંદદાયક છે કે તમે થાકેલા હોવ તો પણ તાજગી અનુભવશો. ખાસ કરીને સાંજના સમયે જ્યારે સૂર્ય આથમે છે અને ઠંડી હવા વાય છે ત્યારે એક કપ કોફી કે ગરમાગરમ સ્નેક્સ સાથે અહીં બેસવાનો આનંદ જ કંઈક અલગ છે. 

photo_2025-03-14_08-35-18

તમે પણ નોમેડ્સનો જાદુ અનુભવો: 

જો તમે સુરતમાં છો અને હજી સુધી નોમેડ્સની મુલાકાત નથી લીધી તો તમે ખરેખર કંઈક ખાસ ચૂકી રહ્યા છો. તમારા પરિવાર, મિત્રો કે પ્રિયજન સાથે અહીં આવો અને એક અલગ જ દુનિયાનો અનુભવ કરો. નોમેડ્સ કેફે એટલે ઉચ્ચ ગુણવત્તાનું ફૂડ, સ્વચ્છતા, શાંતિ અને આધુનિકતાનું સંપૂર્ણ મિશ્રણ. આવો, આ જાદુઈ સ્થળનો ભાગ બનો અને સ્વાદની સાથે યાદગાર પળોનો આનંદ માણો. 

જો આપ જવા ઇચ્છો તો આપની સુવિધા માટે આ રહી ગૂગલ લોકેશન પીન: 

https://maps.app.goo.gl/fr81kc88VqqLfBx1A?g_st=ic

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.