ગુજરાતનું અગ્રણી ન્યૂઝ પોર્ટલ Khaberchhe.Com હમેંશા લોકોના પ્રશ્નોને વાચા આપતું રહે છે અને નીડરતપૂર્વક પત્રકારત્વ કરે છે. તાજેતરમાં અમે સુરત મેટ્રોના કોન્ટ્રાકટરની ઢીલ અને બેદરકારીને કારણે લોકોને ભારે હાલાકી ઉઠાવવી પડે છે તેની સીરિઝ ચલાવી હતી. સુરતમાં ઠેર ઠેર ખાડા અને ધૂળને કારણે લોકો પરેશાન છે અને વારંવાર ટ્રાફીક જામ થાય છે. સુરત મેટ્રોનું કામ સમયસર પુરુ ન થવાને કારણે અનેક લોકોને ધંધામાં મોટું નુકશાન જઇ રહ્યું છે. સુરતના લોકોને વિકાસ સામે વાંધો નથી પરંતુ કોન્ટ્રાકટરના વિલંબને કારણે હાલાકી ભોગવવી પડે છે તેની સામે વાંધો છે.
સોમવારે ગુજરાત સરકારના પ્રવક્તા રૂષીકેશ પટેલે વિધાનસભામાં કહ્યું કે, સુરત મેટ્રોનું 57 ટકા કામ પુરુ થઇ ગયું છે અને ઓક્ટોબર 2025માં કામ પૂર્ણ કરી દેવાનું આયોજન છે.