આયુષ્માન ભારત સ્કીમ: મરેલાની પણ સારવાર, 1 મોબાઇલથી 10 લાખના રજિસ્ટ્રેશન

Comptroller and Auditor General of India (CAG)એ કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત સ્કીમ પર ચોંકાવનારો ખુલાસો કર્યો છે. CAGએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ યોજના હેઠળ એવા દર્દીઓ પણ લાભ ઉઠાવી રહ્યા છે જેમને પહેલા મૃત બતાવાયા હતા એટલું જ નહી AB-PMJY Schemeના 9 લાખથી વધારે લાભાર્થી એક જ મોબાઇલ નંબર સાથે જોડાયેલા છે.

ઓડિટ રિપોર્ટમાં સૌથી મોટી એ ગેરિરીતી સામે આવી છે કે આ યોજના હેઠળ જે દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે,જે દર્દીઓને પહેલાં મરેલા બતાવાયા હતા, મર્યા પછી પણ તેમની સારવાર ચાલી રહી છે. Transaction Management System (TMS)      માં મૃત્યુના કેસોના ડેટાનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ સારવાર દરમિયાન 88,760 દર્દીઓના મોત થયા છે. આ દર્દીઓના સંબંધમાં નવી સારવાર સંબંધિત કુલ 2,14,923 દાવાઓ સિસ્ટમમાં ચૂકવેલ તરીકે દર્શાવવામાં આવ્યા છે. ઓડિટ રિપોર્ટ વધુમાં જણાવે છે કે ઉપરોક્ત દાવાઓ સાથે સંકળાયેલા લગભગ 3,903 કેસોમાં દાવાની રકમ હોસ્પિટલોને ચૂકવવામાં આવી હતી. જેમાં 3346 દર્દીઓ સંબંધિત પેમેન્ટ 6.97 કરોડ રૂપિયા હતું.

મરણ પામેલા વ્યકિતઓની સારવારનો ક્લેઇમ કરવામાં સૌથી વધારે કેસો દેશના 5 રાજ્યોમાં જોવા મળ્યા છે. જેમા છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કેરળ, મધ્ય પ્રદેશ સામેલ છે.

CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના ક્લેઇમ State Health Authority (SHA) દ્રારા જરૂરી પરીક્ષણો ચકાસ્યા વિના આવા દાવાઓની સફળ ચુકવણી એ એક મોટી ભૂલ સૂચવે છે. ઓડિટમાં ડેટાનું વિશ્લેષણ કરતાં એ પણ જાણવા મળ્યું કે આ યોજનાના એક જ લાભાર્થીને એક જ સમયે અનેક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. જુલાઈ 2020 માં નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) દ્વારા પણ આ મુદ્દો પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

NHAએ કહ્યું હતું કે આ કિસ્સાઓ એવા સંજોગોમાં સામે આવે છે જ્યાં બાળક એક હોસ્પિટલમાં જન્મે છે અને માતાના PMJAY ID નો ઉપયોગ કરીને નવજાત સંભાળ માટે બીજી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ CAGની તપાસમાં બહાર આવ્યું છે કે ડેટાબેઝમાં 48,387 દર્દીઓના 78,396 દાવાઓ મળી આવ્યા હતા, જેમાં આ દર્દીઓને પ્રથમ સારવાર માટે રજા આપવાની તારીખ એ જ દર્દીની બીજી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની તારીખ કરતાં પાછળથી હતી. આવા દર્દીઓમાં 23,670 પુરૂષ દર્દીઓનો સમાવેશ થાય છે.

આયુષ્માન ભારત યોજનાને લઇને CAGના ઓડિટ રિપોર્ટમાં જે બીજો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે જે ચોંકાવનારો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાખો લાભાર્થી એવા છે જે એક જ મોબાઇલ નંબર પર રજિસ્ટર્ડ છે. આયુષ્માન ભારત યોજનામાં મોબાઇલ નંબરનું રજિસ્ટ્રેશન સૌથી જરૂરી છે.

CAGના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે લાભાર્થીઓની નોંધણી અને વેરિફિકેશનમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે BIS ડેટાબેઝના ડેટાનું વિશ્લેષણ કર્યા બાદ જાણવા મળ્યું છે કે એક જ મોબાઈલ નંબર પર ઘણા લાભાર્થીઓ નોંધાયેલા છે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.