- Health
- શું છે દવાની પટ્ટી પર બનેલી લાલ રંગની લાઇનનો અર્થ શું છે? માત્ર ડિઝાઇન કે છુપાયેલો છે કોઈ જરૂરી સંદે...
શું છે દવાની પટ્ટી પર બનેલી લાલ રંગની લાઇનનો અર્થ શું છે? માત્ર ડિઝાઇન કે છુપાયેલો છે કોઈ જરૂરી સંદેશ
તમે ધ્યાન આપ્યું હશે તો કેટલીક દવાઓની પટ્ટી પાછળ લાલ રંગની લાઇન હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે છે? આવું દરેક દવા પર આવું નથી હોતું, તો શું તે માત્ર પેકેજિંગ ડિઝાઇન છે કે આ લાલ લાઇનનો કોઇ અર્થ છે? વાસ્તવમાં દવાની પટ્ટી પાછળની લાલ રંગની લાઇન એક ખૂબ જ જરૂરી સંદેશ આપે છે, પરંતુ માહિતીના અભાવે લોકો ઘણીવાર તેને અવગણે છે. ચાલો જાણીએ કે દવાઓની પાછળની આ લાલ લાઇનનો અર્થ શું છે.
લાલ લાઇનનો અર્થ શું છે?
આ લાલ લાઇનનો સીધો અર્થ એ છે કે, એ દવા માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી જ વેંચી શકાય છે અથવા તેનો ઉપયોગ કરી શકાય છે. આ લાલ લાઇન ફાર્માસિસ્ટને સીધી ચેતવણી છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કોઈપણ ગ્રાહકને લાલ પટ્ટીવાળી દવાઓ વેચવી નહીં. તે સામાન્ય લોકોને ચેતવણી પણ આપે છે કે ડૉક્ટરની સલાહ અથવા નિર્દેશ વિના આ દવાઓ બીજા કોઈને ન લો અથવા ન આપો, ભલે લક્ષણો સમાન કેમ ન હોય. આમ કરવાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.
એન્ટિબાયોટિક્સ અને રેજિસ્ટેન્સ
લાલ લાઇન મુખ્યત્વે એન્ટિબાયોટિક્સ પર જોવા મળે છે. આ પાછળનું મુખ્ય કારણ એન્ટિમાઇક્રોબાયલ રેજિસ્ટેન્સનું જોખમ ઘટાડવાનું છે. લોકો ઘણીવાર ડૉક્ટરની સલાહ લીધા વિના તાવ કે શરદી જેવા નાના ઇન્ફેક્શનમાં પણ ડૉક્ટરની સલાહ વિના એન્ટિબાયોટિક્સ ખરીદી લે છે, અથવા ડૉક્ટર દ્વારા બતાવેલો કોર્સ પૂર્ણ કરતા નથી.
જ્યારે એન્ટિબાયોટિક્સનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે શરીરની અંદરના બેક્ટેરિયા પૂરી રીતે ખતમ થતા નથી. જે બાકી રહે છે તે એન્ટિબાયોટિક સામે રેજિસ્ટેન્ટ બની જાય છે. સમય સાથે આ રેજિસ્ટેંટ બેક્ટેરિયા મજબૂત થઈને ‘સુપરબગ્સ’નું રૂપ લઈ લે છે. ત્યારબાદ, સાધારણ એન્ટિબાયોટિક્સ એ ઇન્ફેક્શન પર કામ કરવાનું બંધ કરી દે છે, જેથી સારવાર મુશ્કેલ બની જાય છે અને ક્યારેક દર્દી માટે જીવલેણ પણ બની જાય છે. દવાઓની પાછળની આ લાલ લાઇન એક પ્રકારની ચેતવણી છે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. દવાઓ પ્રત્યે બેદરકારી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.

