માથામાં એક સાઈડ થાય છે દુખાવો, ખતરનાક સાબિત થઈ શકે છે તેની અવગણના કરવી

દુનિયાભરમાં લગભગ 50 ટકા લોકોએ માથાના દુખાવાનો સામનો કરવો પડે છે. કેટલાંકનો દુખાવો સામાન્ય હોય છે, જેને ઘરેલુ ઉપાયની મદદથી સારો કરવામાં આવી શકે છે પરંતુ કેટલાંક માથાના દુખાવા એવા હોય છે, જેને સારા કરવા માટે મેડિકલ કેરની જરૂર પડે છે. જો માથામાં દુખાવાની સાથે તમને ધૂંધળુ દેખાય, ગભરામણ થવી જેવા લક્ષણ જોવા મળે છે તો તમારે ડૉક્ટરની મુલાકાત જરૂરથી લેવી જોઈએ. જો કોઈ વ્યક્તિને એક તરફ ઘણો દુખાવો અને કમજોરી મહેસૂસ થઈ રહી હોય તો તેણે તરત ઈમરજન્સીમાં મેડિકલ કેરની જરૂર છે.

કેટલાંકને માથાનો દુખાવો જમણી બાજુ થતો હોય, જેમાં માઈગ્રેન, ક્લસ્ટર માથાનો દુખાવો સામેલ છે. ડૉક્ટર માથાના દુખાવાને બે રીતે ક્લાસિફાઈ કરે છે. પ્રાઈમરી અને સેકેન્ડરી. પ્રાઈમરી માથાના દુખાવામાં દુખાવાના મુખ્ય લક્ષણ હોય છે અને સેકેન્ડરી માથાનો દુખાવો બીજા કોઈ કારણે પણ હોઈ શકે છે કે જેમ કે બ્રેઈન ટ્યૂમર, સ્ટ્રોક અને ઈન્ફેક્શન. તેમાં માથાનો દુખાવો જમણી બાજુ સહિત માથાના બીજા ભાગમાં પણ થઈ શકે છે.

માઈગ્રેનના કારણે જમણી અને મધ્યમાં ગંભીર રીતે માથાનો દુખાવો થાય છે. માઈગ્રેનના કારણે થનારો માથાનો દુખાવો માથાની જમણી બાજુ થાય છે. આ ઓછો અથવા ઘણી વખત વધારે હોઈ શકે છે. માઈગ્રેનના કારણે થનારો માથાનો દુખાવો આંખ સુધી અને આખા માથામાં ફેલાઈ શકે છે. માઈગ્રેનના લક્ષણોમાં આંખમાં પરિવર્તન, જીવ ગભરાવવો અને ઉલ્ટી, ચક્કર આવવા, લાઈટ, ટોર્ચની લાઈટથી વધારે સેન્સિટીવ થવું જેવા સામેલ છે.

ક્લસ્ટર માથાના દુખાવાના કારણે માથાનો એક ભાગ અથવા આંખની આસપાસ ઘણો દુખાવો થાય છે. ક્લસ્ટર માથાનો દુખાવો થવા પર ઘણી જલન થતી હોવાનો પણ અહેસાસ થાય છે. આ દુખાવો એક જ ભાગમાં વારંવાર થઈ શકે છે.તેમાં થનારો દુખાવો 30 થી 60 મિનિટ સુધી થઈ શકે છે. તેના લક્ષણમાં નાક વહેવું, આઈલિડ્સનું પડવું, એક આંખમાં પાણી આવવું અથવા લાલ થવી અને ચહેરા પર પસીનો આવવો સામેલ છે.

સવાર્ઈકોલોજેનિક માથાના દુખાવામાં ગરદનમાં ઈજા લાગવાના કારણે પણ થઈ શકે છે. સવાર્ઈકોજેનિક માથાનો દુખાવો ગરદનના કોઈ પણ ભાગથી શરૂ થઈને માથા સુધી જાય છે. આ દુખાવો થવા પર તમને થોડો દુખાવો અને ડલ ફિલિંગનો અહેસાસ થાય છે. પરંતુ ઘણી વખત આ દુખાવો વધારે પણ થઈ શકે છે. આ દુખાવો ગરદન, માથા અને ચહેરાની એક તરફ થાય છે. આ દુખાવાના લક્ષણ અલગ અલગ લોકોમાં અલગ જોવા મળી શકે છે.

વાસ્કુલિટિસ એક એવી બીમારી છે જે તમારી રક્ત કોશિકાઓ, ધમનીઓ અને કોશિકાઓને પ્રભાવિત કરી શકે છે. આ બીમારી કોઈ પણ ઉંમરના લોકોને થઈ શકે છે. આ બીમારીના કારણે માથામાં હાજર રક્ત કોશિકાઓ પર ઘણી ખરાબ અસર પડે છે. આ બીમારી 50 થી વધુ ઉંમરના લોકોમાં જોવા મળે છે. તેના લક્ષણોમાં આંખની રોશની ખોવી, માથામાં એક સાઈડ દુખાવો થવો, કંઈક ચાવતી વખતે દુખાવો જેવા સામેલ છે. તેનો સમય પર ઈલાજ ન થાય તો આંખની રોશની હંમેશાં માટે જઈ શકે છે. જો તમેન ઉપરના કોઈ પણ લક્ષણો જોવા મળે તો તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. માથાના દુખાવાની પેટર્નમાં બદલાવ થવો, દુખાવો એક હદ કરતા વધારે દુખાવો થવો જેવા લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લઈ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે સ્ટ્રેસથી દૂર રહો, ભરપૂર ઊંઘ લો અને એવી વસ્તુઓ ન ખાવી જોઈએ જેનાથી દુખાવો થાય.

Related Posts

Top News

ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ)થી પીડાતા દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. ખરાબ જીવનશૈલી, ...
Health 
ભારતમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 50 ટકાનો વધારો શું સૂચવે છે! જાણો ડોક્ટરો પાસેથી તેનું કારણ શું?

રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

શહેરના રૈયા રોડ વિસ્તારમાં ચાલતું એક આધાર કાર્ડ કૌભાંડ શહેર ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી બાદ બહાર આવ્યું છે. પોલીસે દસ્તાવેજોમાં છેડછાડ...
Gujarat 
રાજકોટમાં ટોળકી ડોક્યુમેન્ટ વગર બનાવી દેતા આધાર કાર્ડ

ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં...
Business 
ED કેમ અનિલ અંબાણીની પાછળ પડી ગઈ છે, 3000 કરોડનો કેસ શું છે?

શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું

  IVFએ એક એવી તકનીક છે, જે આજના ઘણા યુગલોને માતાપિતા બનવાનો આનંદ આપે છે. આ તકનીક ફક્ત એક...
Lifestyle 
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું
Copyright (c) Khabarchhe All Rights Reserved.