- Lifestyle
- 86 કરોડ રૂપિયામાં આ બેગની થઈ હરાજી, આખરે તેમાં શું છે ખાસ?
86 કરોડ રૂપિયામાં આ બેગની થઈ હરાજી, આખરે તેમાં શું છે ખાસ?
છોકરીઓમાં હેન્ડ બેગને લઈને ખૂબ ક્રેઝ જોવા મળે છે. એક શાનદાર બેગ લુક સ્ટાઇલમાં સ્ટેટસ પણ બતાવે છે. તેના માટે લોકો હજારોથી લઈને લાખો ખર્ચ કરે છે, પરંતુ હેન્ડ બેગની કિંમત એટલી બધી છે કે તમે એક લક્ઝરી બંગલો ખરીદી શકો છો. આ વાત સાંભળીને હેરાન જરૂર થઈ જશો, પરંતુ સાચી વાત છે. ફ્રેન્ચ બ્રાન્ડ હર્મિસ દ્વારા બનાવવામાં આવેલી ઓરિજિનલ બિર્કિન બેગને હરાજીમાં વેચવામાં આવી હતી. ખૂબ જૂની હોવા છતા તે અત્યંત દુર્લભ બેગની હરાજીમાં ઘણા રેકોર્ડ તૂટ્યા. શરૂઆતમાં જ એક મિલિયનનો રેકોર્ડ બનવા દરમિયાન તેના પર ઘણી બોલી લગાવવામાં આવી હતી. માત્ર 10 મિનિટની હરાજીમાં જાપાનના એક વ્યક્તિએ આ કાળા હેન્ડ બેગને 8.6 મિલિયન યુરો એટલે કે 10 મિલિયન ડોલરમાં ખરીદી હતી. તમને જણાવી દઈએ કે તેની ભારતીય કિંમત લગભગ 86 કરોડ રૂપિયા છે.
આટલી ઊંચી કિંમતે વેચાયેલી આ બેગ બનાવવાની કહાની પણ ખૂબ જ ખાસ છે. આ બેગ સ્ટેટસ અને એક્સક્લૂઝિવિટીનું પ્રતિક બની ગઈ છે. આ બેગ ફેશનની દુનિયામાં ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે કારણ કે તેનો ઉપયોગ બ્રિટિશ સિંગર અને એક્ટ્રેસ જેન બિર્કિન દ્વારા કરવામાં આવતો હતો. લોકો તેને ઈન્વેસ્ટમેન્ટ પીસ તરીકે ખરીદે છે, કેમ કે આ સમય સાથે બેગની કિંમત વધતી રહે છે. તો ચાલો જાણીએ કે આવું કેમ છે.
હર્મિસ દ્વારા આ બેગ ફર્સ્ટ બિર્કિન બેગ, બ્રિટિશ એક્ટ્રેસ અને સિંગર જેન બિર્કિન માટે ડિઝાઇન કરવામાં આવી હતી. તેની કહાની પણ ખૂબ જ રસપ્રદ છે. વાત વર્ષ 1984ની છે જ્યારે હર્મિસના પૂર્વ અધ્યક્ષ જીન-લુઇ દુમાસ પેરિસથી લંડન જતી ફ્લાઇટમાં એક્ટ્રેસ બિર્કિનની બાજુની સીટ પર બેઠા હતા, આ દરમિયાન જેન બિર્કિન (જે તે સમયે 3 બાળકોની માતા હતી), તેણે કહ્યું કે તેને પોતાની જરૂરિયાત મુજબ, એક એવી બેગ મળી રહી નથી, જેમાં તે બધી વસ્તુઓ સરળતાથી રાખી શકે. અને આ કારણે તેણે પોતાની સાથે એક મોટી બાસ્કેટ રાખી હતી, જે ફ્લાઇટ લેવા દરમિયાન ભૂલથી પડી ગઈ. ત્યારબાદ જેન બિર્કિને કહ્યું કે તે એક એવી બેગ ઈચ્છે છે, જે તેના સુટકેસના અડધા સાઇઝની હોય. હર્મિસે આ બેગ એક વર્ષ બાદ 1985માં બનાવી આપી.
હર્મેસે આ બેગ બાદ જેન બિર્કિનને 4 બેગ ભેટમાં આપી હતી, પરંતુ આ બેગ ખૂબ જ ખાસ છે કારણ કે સ્ટાઇલ આઇકોન બિર્કિને 1985-1994 સુધી લગભગ રોજ તેનો ઉપયોગ કર્યો અને આ કારણે લક્ઝરી સ્ટેટસની અલ્ટિમેટ સિંબલ બની ગઈ. એવું પણ કહેવામાં આવે છે કે બિર્કિન તેને ચેરિટી માટે દાન કરતી હતી. વર્ષ 1994માં સિંગર જેન બિર્કિને તેને એઇડ્સ અનુસંધાન માટે વેચી દીધી હતી અને ત્યારબાદ આ બેગ ઘણા લોકો પાસે જઇ ચૂકી છે. જો કે, તેને ન્યૂયોર્કના મ્યૂઝિયમ ઓફ મોર્ડન આર્ટ અને લંડનમાં વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યૂઝિયમની હરાજીમાં તેને પબ્લિકલી પ્રદર્શિત કરવામાં આવી હતી.
વર્ષ 2023મા 76 વર્ષની ઉંમરે જેન બિર્કિને આ દુનિયાને અલવિદા કહી દીધી અને તેણે તેના થોડા સમય અગાઉ મજાકમાં કહ્યું હતું કે લોકો તેને આ આઇકોનિક સ્ટાઈલ ઇન્સ્પિરેશન માટે સૌથી વધુ યાદ કરશે અને જ્યારે હું મરી જઈશ તો લોકો કદાચ માત્ર એ બેગ બાબતે જ વાત કરશે.’ ખરેખર, આ બેગ આજે સૌથી વધુ ઓળખાતી મોંઘી એક્સેસરીઝમાંથી એક બની ગઈ છે.
કેમ ખાસ છે આ બેગ?
ઓરિજિનલ બિર્કિન બાદ તેની ઘણી બેગ બની, પરંતુ આ હેન્ડબેગની ધાતુની રિંગ્સ, હાર્ડવેર જેવા શોલ્ડર સ્ટ્રેપ અને અન્ય ડિટેલ્સને ક્યારેય કોપી કરવામાં આવી નહોતી, એટલે કે તે સિંગલ પીસ છે. સૌથી ખાસ વાત એ છે કે સિંગરના નામની ઇનિશિયલ્સ એટલે કે નામના અક્ષરો ‘J.B.’ લખેલા છે. સાથે જ શોલ્ડર સ્ટ્રેપ પર સિલ્વર નેઇલ ક્લિપરની એક પેર લટકાવવામાં આવી છે. વાસ્તવમાં જેન બિર્કિનને પોતાના બારીક કાપેલા નખ ગમતા હતા અને આ કારણે તે આ ક્લિપરને પોતાની સાથે ઉપયોગ માટે રાખતી હતી. આ બેગ એક રોયલ્ટી ક્રિએટ કરે છે, કેમ કે આ જૂની બેગ પર બિર્કિનની ડેઇલી લાઈફસ્ટાઈલના નિશાન ઉપલબ્ધ છે. તેમાં માનવતાવાદી સંસ્થાઓ ‘મેડિસિન ડુ મોન્ડે’ અને ‘યુનિસેફ’ના 2 સ્ટીકરને કારણે રંગ ઊડવાનું પણ સામેલ છે.

