સેક્સમાં રસ ધરાવતા પુરુષો જીવે છે લાંબુ, જાપાની યુનિવર્સિટીની રિસર્ચ,5.6% લોકો..

જાપાનમાં કરવામાં આવેલા એક અધ્યયનમાં પહેલીવાર એ વાતની શોધ કરવામાં આવી છે કે, કઈ રીતે સેક્સમાં રસ એ નિર્ધારિત કરે છે કે એક પુરુષ કેટલા સમય સુધી જીવિત રહી શકે છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, સેક્સમાં રુચિ ન ધરાવતા આધેડ ઉંમર અને ઉંમરલાયક પુરુષ યૌન સંબંધ બનાવનારા પુરુષોની સરખામણીમાં જલ્દી મૃત્યુ પામે છે. નિષ્કર્ષ યામાગાટા યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા નવ વર્ષના અધ્યયનનું પરિણામ છે. શોધકર્તાઓ દ્વારા આશરે 21000 પ્રતિભાગિઓ, બંને પુરુષો અને મહિલાઓના ચિકિત્સા ઇતિહાસ અને તણાવના સ્તરનું અધ્યયન કરવામાં આવ્યું. અધ્યયનમાં સામેલ તમામ લોકો 40 વર્ષ અથવા તેના કરતા વધુ ઉંમરના હતા.

ડૉ. કાઓરી સકુરાડાએ અધ્યયનનું નેતૃત્વ કર્યું હતું, જે આ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સેક્સમાં રસ ધરાવતા પુરુષોની સામાન્ય પુરુષોની સરખામણીમાં ઉંમર વધુ લાંબી હોય છે અને તેઓ વધુ સમય સુધી જીવિત રહે છે. અધ્યયનમાં 8500 કરતા વધુ પુરુષોએ ભાગ લીધો હતો, જેમાંથી 8.3 ટકાનો વિપરીત લિંગમાં કોઈ રસ નહોતો. ભાગ લેનારી આશરે 12400 મહિલાઓમાંથી 16.1 ટકાએ કહ્યું કે, તેમને વિપરિત લિંગમાં કોઈ રસ નથી. વિશેષ રૂપથી, અનુસંધાન દરમિયાન કુલ 356 પુરુષો અને 147 મહિલાઓનું મૃત્યુ થયું.

અધ્યયનમાં એ વાત પણ જાણવા મળી છે કે, 9.6 ટકા પુરુષો, જેમણે વિપરિત લિંગમાં કોઈ રસ નહોતો દાખવ્યો, તેમનું નવ વર્ષોમાં મોત થઈ ગયુ. જ્યારે, 5.6 ટકા લોકો, જેમણે કહ્યું હતું કે, તેઓ હજુ પણ મહિલાઓમાં રસ ધરાવે છે, તેમનું એ જ અવધિ દરમિયાન મોત થઈ ગયુ.

યુએસ ઓનલાઇન દ્વારા પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, યૌન રુચિ ધરાવતા પ્રતિભાગિઓની સરખામણીમાં, જે લોકો યૌન રુચિ ધરાવતા ન હતા તેઓ સ્મોકિંગ કરતા હતા, ભૂતકાળમાં દારૂ પીતા હતા, મનોવૈજ્ઞાનિક રૂપથી વ્યથિત હતા, અપેક્ષાકૃત ઓછાં હસતા હતા અને ઓછાં શૈક્ષિક યોગ્યતા ધરાવતા હતા. અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું છે કે, ઉંમર, સ્વાસ્થ્ય, વૈવાહિક સ્થિતિ, હસવાની આદત, તણાવના સ્તર જેવા કારકોની સાથે જ એ પુરુષોમાં મૃત્યુ દર ઘણો વધુ હતો, જે યૌનમાં ઓછો રસ ધરાવતા હતા અથવા રુચિ ધરાવતા જ ન હતા.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.