- Lifestyle
- સી આર પાટીલનું ફરમાન, 5 લાખથી ઓછી લીડ હશે તો નહીં ચાલે, સમસ્યા હોય તો મને કહો
સી આર પાટીલનું ફરમાન, 5 લાખથી ઓછી લીડ હશે તો નહીં ચાલે, સમસ્યા હોય તો મને કહો

ગાંધીનગરમાં ભાજપના હેડકર્વાટરમાં મળેલી એક બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ફરમાન કર્યુ હતું કે લોકસભાની દરેક બેઠકો પર 5 લાખની લીડથી જીતવાનું છે. પોણા પાંચ લાખની લીડથી જીત હશે તો પણ નહીં ચાલશે. એ પછી હું કોઇ બહાના પણ સાંભળવાનો નથી. કોઇ સમસ્યા હોય તો હમણા જ મને કહો. આ બેઠકમાં 55 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.
ગુજરાત લોકસભાની બધી 26 બેઠકો પર ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. છેલ્લી 2 લોકસભાથી બધી બેઠકો જીતતી ભાજપે આ વખતે દરેક બેઠક પર 5 લાખના માર્જિનથી જીતવાનો દાવો કર્યો છે. આ દાવાને પરિણામમાં બદલવા માટે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે ગાંધીનગરમાં કમલમમાં ધારાસભ્યો, લોકસભા પ્રભારી, જિલ્લા પંચાયત અધ્યક્ષ અને પદાધિકારીઓની એક બેઠક બોલાવી હતી.
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બોલાવેલી બેઠકમાં 156 ધારાસભ્યોમાંથી 101 ધારાસભ્યો જ હાજર રહ્યા હતા, જ્યારે 55 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. પાટીલે કહ્યું કે, દરેક ધારાસભ્ય પોતાની સીટ પરથી 1 લાખનું માર્જિન હાંસલ કરાવશે તો લોકસભામાં 5 લાખ વોટથી જીતવાનું માર્જિન શક્ય બનશે.
ગુજરાતની સાબરકાંઠા, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને વલસાડ બેઠક પર જાહેર કરાયેલા ઉમેદવારોનો વિરોધ થઇ રહ્યો છે એ વિશે સી. આર. પાટીલે કહ્યું કે, કોઇને પણ કોઇ પણ તકલીફ હોય તો સીધી મારી સાથે વાત કરવામાં આવે. તેમણે કહ્યું કે બીજાઓ સાથે ચર્ચા કરવાને બદલે સીધી મારી સાથે વાત કરજો.
પાટીલે કહ્યું કે, કેન્દ્રીય નેતાગીરીએ ઉમેદવારોના નામ મંજૂર કર્યા છે.ચૂંટણીમાં એક સીટ પરથી એક જ ઉમેદવારને ટિકિટ આપી શકાય છે. જે સક્ષમ હશે તેને પદ મળશે. તેમણે આગળ કહ્યું કે, હમણાં આપણે જીત હાંસલ કરવા માટે સાથે રહીને કામ કરવાનું છે. હવે પ્રચારમાં એક સાથે મળીને ચૂંટણીનો માહોલ બનાવો.
સી. આર. પાટીલે કહ્યું કે કોઇને પણ લોકસબામાં 5 લાખથી લીડથી જીતવું મુશ્કેલ લાગતું હોય તો મને જણાવો, લીડનું માર્જિન પોણા પાંચ લાખ હશે તો પણ નહીં ચાલશે. એ પછી હું કોઇ બહાના સાંભળીશ નહીં. પાટીલે જ્યારે આ પુછ્યું કે કોઇને લીડમાં મુશ્કેલી લાગે છે? તો ઉપસ્થિત લોકોમાંથી કોઇએ પણ જવાબ આપ્યો નહોતો. પાટીલે તરત જ કહ્યું કે, જ્યારે પુછી રહ્યો છું ત્યારે કોઇ ના નથી પાડતું, પરંતુ જો લીડ ઓછી આવશે તો હું બહાના સાંભળીશ નહીં.
Related Posts
Top News
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
ખોદકામ દરમિયાન નીકળ્યા સોનાના સિક્કા! સાંભળતા જ લેવા દોડી પડ્યા ગ્રામજનો, પણ પોલીસે...
Opinion
