14 દેશોમાંથી પસાર થતો દુનિયાનો સૌથી લાંબો હાઈવે, રણથી લઈને બરફ સુધી બધું જ મળશે

આ હાઇવે વિશ્વનો સૌથી લાંબો પાન અમેરિકન હાઇવે છે. જે ઘણા ભૌગોલિક વિસ્તારોમાંથી થઈને પસાર થાય છે. તે એટલો લાંબો હાઇવે છે કે, તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાય ચૂક્યું છે. આ હાઈવે પરથી પસાર થતી વખતે ગાઢ જંગલો, રણ અને બર્ફીલા વિસ્તારોથી લઈને શુષ્ક હવામાન સુધી ઘણું બધું જોવા મળે છે. આ હાઇવે અમેરિકન ખંડમાં બનેલો છે. આમાં ઉત્તરી અને દક્ષિણી અમેરિકા બંને કવર થાય છે. આટલો લાંબો હાઇવે કેમ બનાવવામાં આવ્યો ? આ પાછળ શું કારણ હતું ? જાણો આ સમાચારમાં.

મહિનાઓ લાગી જાય છે અંતર કાપવામાં

પહેલાના સમયમાં, મોટાભાગના મધ્ય અમેરિકન દેશોની વચ્ચે રસ્તાઓ નહીં હતા અને તેના કારણે વેપાર પણ ખૂબ ઓછો થતો હતો. આ કારણોસર જ આ હાઇવે બનાવવામાં આવ્યો. તેનો ત્રીજો તબક્કો હજુ પૂરો થયો નથી. આ હાઈવે પર મુસાફરી કરતી વખતે જંગલો, પર્વતો, રણ અને ગ્લેશિયરો વગેરેમાંથી પસાર થવું પડે છે. 30 હજાર કિલોમીટર લાંબા પાન અમેરિકન હાઈવેનું અંતર કાપવામાં લોકોને ઘણા મહિનાઓ લાગી જાય છે.

આ હાઈવે પર વાહન ચલાવવું સરળ નથી

પાન અમેરિકન હાઇવે પર ડ્રાઇવિંગ કરવું બિલકુલ પણ સરળ નથી હોતું. તેનું મુખ્ય કારણ એ છે કે, સમગ્ર હાઇવે પરથી મુસાફરોએ અલગ-અલગ પરિસ્થિતિઓ અને વિસ્તારોમાંથી થઈને પસાર થવું પડે છે. પાન અમેરિકન હાઇવે પર ક્યાંક લાંબુ રણ છે તો ક્યાંક ગાઢ જંગલ. આવી સ્થિતિમાં, આ બદલાતી પરિસ્થિતિઓમાં પાન અમેરિકન હાઇવે પર વાહન ચલાવવું લોકો માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. જંગલોમાં વાહન ચલાવવું ક્યારેક-ક્યારેક જોખમી પણ બની જાય છે.

આ 14 દેશોમાં છે આ હાઇવે

આ હાઇવેને બનાવવાની યોજના સૌ પ્રથમ 1889મા પાન અમેરિકન કોન્ફરન્સમાં યોજવામાં આવી હતી. તે સમયે તેને રેલમાર્ગના રૂપમાં પ્રસ્તાવિત કરવામાં આવી હતી. ઘણા સમય સુધી આ બાબત પર ચર્ચા ચાલતી રહી અને મહામંદી પછીના વર્ષોમાં, આ 14 દેશોએ હાઇવે બનાવવા માટે સંમતિ આપી. 29 જુલાઈ, 1937ના રોજ આર્જેન્ટિના, બોલીવિયા, ચિલી, કોલંબિયા, કોસ્ટા રિકા, અલ સાલ્વાડોર, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, મેક્સિકો, નિકારાગુઆ, પનામા, પેરુ, કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકાએ હસ્તાક્ષર કર્યા.

About The Author

Related Posts

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.